SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ખબર પડે કે આપણે કયા પરિણામમાં જીવી રહેલા છીએ ! આ બધા પરિણામો પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકમાં અપુનબંધક દશાવાળા જીવોને હોય છે અને આવા પરિણામોની અનુભૂતિનું સુખ પેદા થાય પછી મોક્ષના સુખની રૂચિ તીવ્ર ન બને એવું બને ખરું? આ સુખની અનુભૂતિની સાથે સાથે જેમ જેમ મોક્ષની રૂચિ વધતી જાય-દ્રઢ થાય અને સ્થિર બનતી જાય તેમ તેમ સંસારના અનુકુળ પદાર્થો પ્રત્યે એટલે સુખના પદાર્થો પ્રત્યે રાગની મંદતા થતી જાય કે રાગ વધે ? એ રાગની મંદતા કરવા માટે એને કહેવું પડે કે એ મંદતા કરવા માટે એ પ્રયત્ન કરતો જ જાય ? સમકીતની. પ્રાપ્તિ કરવી હશે તો આ કક્ષાના પરિણામોને પેદા કરી તેમાં સ્થિરતા કેળવી આગળ વધવા પ્રયત્ન કરવો પડશે. આપણો પુરૂષાર્થ આ બાબતમાં કેટલો છે એ વિચારો ! સંસારના સુખના પદાર્થોથી બીજાને સુખી જોવાની ભાવના જાગે-આનંદ આવે પછી જે આત્મિક સુખની અનુભૂતિ આપણે કરી રહ્યા છીએ એ સુખની અનુભૂતિવાળા સૌ બનો એ વિચારણા આવશેને ? આવા પરિણામમાં જીવવું એને જ જ્ઞાનીઓએ આંશિક મોક્ષની અનુભૂતિ કહેલી છે. આ અનુભૂતિ મિથ્યાત્વની મંદતા થયા વગર પેદા થતી નથી. આ મિથ્યાત્વની મંદતા પેદા થતી જાય છે એટલે અનુકૂળ પદાર્થોનો રાગ ઘટતો જાય છે. પ્રતિકુળ પદાર્થોનો દ્વેષ ઘટતો જાય છે અને એ અનુકૂળ પદાર્થો પ્રત્યે અંતરથી. ગુસ્સો વધતો જાય છે. આ મૈત્રી ભાવનું ચોથું લક્ષણ કહેલું છે. પહેલા લક્ષણથી ઉત્તરોત્તર એક એક લક્ષણમાં સાચા સુખની અનુભૂતિ વધે છે. ચાલુ સુખનો રાગ ઘટે છે અને હવે પોતાના માટે રહેલા સુખના પદાર્થો પ્રત્યે નત ભાવ પણ વધતો જાય છે. એટલે અંતરમાં થયા કરે કે મારે આને આજ પ્રવૃત્તિ વા કર્યા કરવાની. આના સિવાયની બીજી પ્રવૃત્તિ કે આના સિવાયના વિચારો બીજા નથી એવી ભાવનાઓ પેદા થતાં શુધ્ધ સ્વરૂપનું લક્ષ્ય વધતું જાય છે તેની સ્થિરતા વિશેષ રીતે પ્રાપ્ત થતી જાય છે. આવા પરિણામો સુખના પદાર્થોની નિર્ભયતામાંથી પેદા થાય છે કે જે નિર્ભયતા આત્મામાં અભય ગુણ પેદા કરવામાં સહાયભૂત થશે. એટલે સંસારમાં ભય વગર જીવન જીવતો થશે. પ્રમોદ ભાવનાનું બીજ આ રીતે મૈત્રી ભાવના બીજ રૂપે પેદા થતાં થતાં આ જ શુધ્ધ યથાપ્રવૃત્તકરણ અધ્યવસાયની. વિશુદ્ધિથી જીવોને અત્યાર સુધી બીજાના દોષોને જોવાની જે ટેવ હતી અર્થાત્ વૃત્તિ હતી અને પોતાના ગુણો બીજા પાસે બોલવાની (ગાવાની) વૃત્તિ હતી તથા પોતાનામાં ગુણો ન હોય છતાં ગુણોનો આરોપ કરી કરીને બોલવાની વૃત્તિ હતી તેના બદલે હવે આ નિર્ભયતાના કારણે સ્વદોષ દર્શન એટલેકે પોતાના દોષોને જોવાની વૃત્તિ પેદા થતી જાય છે. એટલે કે પોતાના નાના નાના દોષોને પણ મોટા કરી કરીને દર્શન કરતો જાય છે. અને બીજાના નાના ગુણોને મોટા કરી કરીને તે જોવાની વૃત્તિ પેદા થતી જાય છે અને સાથે વિચાર કરે કે કેવો ગુણીયલ જીવ છે. આવો ગુણ મારામાં પણ નથી ક્યારે મારામાં એ ગુણ પેદા થતો જાય એવો પુરૂષાર્થ કરતો જાય છે. (૧) સુખ માત્ર મુદિતા ભાવ: દેખાવમાં અતિ સુંદર પણ પરિણામે અત્યંત અહિત કરનાર રોગીને અપથ્ય ભોજનની પેઠે જે વિષય સુખની પ્રાપ્તિ બીજાને થઇ હોય તે જોઇને પણ ઇર્ષાને બદલે સંતોષ માનવો તે. Page 21 of 197
SR No.009174
Book TitleChoud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy