SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પદાર્થોમાં નિર્ભયતા કેટલી વધતી જાય છે અને એ નિર્ભયતાની સ્થિરતા કેટલી પેદા થતી જાય છે. આવા જીવોનું ધ્યેય આજ પ્રકારનું સદા માટે હોય છે. હવે આવા જીવો સંસારમાં રહીને પણ જે સુખના પદાર્થોનો ભાગવટો કરતા હોય છે તેમાં એને આનંદ વધારે આવે કે આ નિર્ભયતા ગુણની સ્થિરતાના સુખનો આનંદ વધારે આવે ? કે હાશ મનુષ્ય જન્મમાં કરવા લાયક કર્તવ્ય રૂપે સગા-સ્નેહી-સંબંધીઓને તથા આશ્રિતોને સહાયભૂત હું થઇ શક્યો એ લાભ મને મલ્યો એ સૌ. આનંદપૂર્વક પોતાનું જીવન જીવી રહ્યા છે તેમાં હું નિમિત્ત ભૂત થઇ શક્યો એનો આનંદ આવા જીવોના અંતરમાં વિશેષ રહેલો હોય છે. આથી સુખના પદાર્થોનો રાગ સહજ રીતે ઓછો થતો જાય છે. હવે એને એ સુખના પદાર્થો વિશેષ રાગ પેદા કરાવીને મારાપણાની બુધ્ધિ-મમત્વ ભાવ પેદા થવા દેતા નથી. આજ અપુનબંધક દશાનો અનુભવ અને મૈત્રી ભાવનાનું ત્રીજું લક્ષણ કહેવાય છે. આવા ભાવ આપણા અંતરમાં ખરા ? આવા ભાવો આપણા અંતરમાં નથી એમ ખબર પડે તો એવા ભાવો લાવવાની ભાવના ખરી ? કે મને જો આ સુખની સામગ્રી મલે તો હું મારા સ્વજન-સ્નેહી-સંબંધી-આશ્રિતો આદિ સૌને સુખી કરી દઉં અને નિર્ભયતા રૂપ સુખની અનુભૂતિ કરતો થાઉં ? એવું મનમાં થાય ? જો આવા ભાવ હોય તો જેટલી સુખની સામગ્રી આપણી પાસે હોય તેમાંથી જેટલાના ઉપયોગમાં આવે એવી હોય અને જેટલા સુખી થઇ શકે એમ હોય એ સૌને જરૂર સુખી કરું એ માટે પ્રયત્ન કરવાનું મન થાય ને ! કે જ્યારે બધાનેય સુખી કરવાની સામગ્રી મલે પછી વાત ? આપણી ભાવના કયા પ્રકારની છે એ વિચારો ! તો કાંઇક આગળ વધવાનું મન થાય. મંત્રી ભાવનાના આ ત્રીજા લક્ષણમાં આટલો આનંદ થાય અને આવા સારા ભાવોમાં રહેતા હોય તો ચોથા લક્ષણમાં કેવા ભાવો અને કેવી અનુભૂતિ પેદા થતી હોય. (૪) સામાન્ય સુખ ચિંતા : ઉપકાર-સંબંધ કે આશ્રયનો ખ્યાલ રાખ્યા વગર સર્વ પ્રાણીઓનું સુખ ઇચ્છવું તે. એટલે કે જગતમાં જેઓએ આપણો ઉપકાર કરેલો નહિ. કોઇ સ્નેહીં-સંબંધી કે સગા વહાલા ન હોય અને કોઇ પૂર્વજોનાં પણ આશ્રિત વગેરે ન હોય એવા જીવો પ્રત્યે જે જે જીવો જે જે પદાર્થોથી દુ:ખી દેખાય તે સઘળાય જીવોનું દુઃખ દૂર કરવાની ભાવના અને ઇચ્છા પેદા થાય અને સૌ દુઃખથી મુક્ત થઇ સુખી બનો એ માટે પ્રયત્ન કરવાની ભાવના તથા શક્તિ મુજબનો પ્રયત્ન કરવો એ આ ચોથા લક્ષણના ભેદમાં આવે છે. બોલો અંતરમાં સૌ સુખી બનો સુખમાં રહો કોઇ દુઃખો ન થાઓ એવી. વિચારણા ચોવીસ કલાકમાં કેટલો ટાઇમ આવે ? આવી વિચારણાઓ નિ:સ્વાર્થ ભાવ પેદા થયા વગર આવે ખરી ? આની સાથે કેટલી ઉદારતા જોઇએ ? બીજા જીવોને સુખી જોઇને અંતરમાં કેટલો આનંદ પેદા થયા કરે એ વિચારો ! બોલો આપણે સુખી બનવું છે ? લોક આપણે સખી થઇએ એ જોયા કરે એમાં આનંદ આવે કે જગતના જીવો સુખી બન્યા કરે અને એ સુખીને જોઇને આપણને આનંદ વધારે આવે ? આપણી શું વિચારણા ચાલે છે ? આનો અર્થ શું થાય. બીજાના સુખે આત્મા સુખી બન્યા કરે, બીજાનું સુખ જોઇને ઇર્ષ્યા આવતી હતી તે સદંતર નાશ પામી ગઇ અને એના કારણે જેવા તેવા વિચારો આવતા હતા તે સળગીને ખાખ થઇ ગયા. ધર્મ પ્રવૃત્તિ કરતાં કરતાં આપણે બીજાના સુખે સુખી થઇએ છીએ એનો આનંદ અંતરમાં વધે છે કે ધર્મ પ્રવૃત્તિ કરતાં આપણે સુખી તો સૌ સુખી એનો આનંદ અંતરમાં વધે છે ? કયા આનંદનો વધારો થાય છે એ વિચારો તો Page 20 of 197
SR No.009174
Book TitleChoud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy