SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ગતિના સમસ્ત સ્વરૂપને નહિ જાણી શકનાર આત્મા પણ શ્રી જિનવચનના અનુસારે એટલું જ જાણે, સમજે અને સદેહે કે'इहरवलु अणाइनीवे, अणाइनीवस्सभवे, अणाइकम्मसंजोगनिव्वत्तिए, दुक्खरुवे, दुःखफले, दुःखाणबन्धे।' આ સંસારમાં નિશ્ચયથી જીવ અનાદિ છે, જીવનો સંસાર અનાદિ છે, એ સંસાર અનાદિ કર્મસંયગોથી થયેલો છે તથા દુ:ખ રૂપ છે, દુ:ખના ફળવાળો છે અને દુ:ખનો જ અનુબન્ધ કરાવનાર છે.” તો પણ તેને શ્રી જિનવચનની પ્રાપ્તિ થયેલી છે, એમ માનવામાં કોઇ પણ જાતિની હરકત નથી. સામાન્યથી શ્રી નિચવનના એક પણ પદની પ્રાપ્તિ કરીને આજ સુધી અનન્તા આત્માઓ સિદ્વિપદને વર્યા છે, એમ મહર્ષિઓનું કથન છે. એક પદ પણ જો તે શ્રી જિનકથિત છે, શ્રી જિનવચનને અનુસરતું છે, તો તે પણ આત્માને સંસારસાગરથી તારનારું થાય છે. આ હકીકત જ એ વાતને સિદ્ધ કરે છે કે-સામાન્યથી શ્રી જિનવચનની પ્રાપ્તિ કોઇ પણ સંજ્ઞી-પંચેન્દ્રિય-પર્યાપ્ત ભવ્ય આત્માને અશકય નથી, અને એજ સત્ય વૈરાગ્યની પ્રાપ્તિ માટે બસ છે. ભાવથી થયેલ સામાન્ય જિનવચનની પ્રાપ્તિ એ વિશેષ જિનવચનની પ્રાપ્તિમાં પ્રતિબન્ધક નથી કિન્ત સહાયક છે અને સામાન્ય યા વિશેષ ઉભયમાંથી કોઇ પણ પ્રકારની પ્રાપ્તિ એ વસ્તુની જ પ્રાપ્તિ છે. આમાંથી કોઇ પણ પ્રકારે શ્રી જિનવચનની ભાવથી પ્રાપ્તિ કરનાર આત્મા શ્રી જિનકથિન નિર્દભ વૈરાગ્યને પણ અવશ્ય પ્રાપ્ત કરી શકે છે. વૈરાગ્ય માટે આટલી સામાન્ય વાત સમજી લીધા પછી હવે એ શંકા નહિ રહે કે-થોડા જ્ઞાનવાળાનો વૈરાગ્ય ખોટો હોય અને અધિક જ્ઞાનવાળાનો વૈરાગ્ય જ સાચો હોય, થોડું જ્ઞાન પણ શ્રી જિનવચનના અનુસારે હોય તો તેનાથી ઉત્પન્ન થયેલો વૈરાગ્ય સાચો જ છે અને ઘણું પણ જ્ઞાન શ્રી નિવચનથી વિપરીત હોય તો તેનાથી ઉદ્ભવેલો વૈરાગ્ય સાચો નથી, આભાસ માત્ર છે, યાવત્ વિપરીત સંયોગોમાં ચાલી જવાવાળો છે, એ જ રીતે શ્રી જિનવચનાનુસારી જ્ઞાનયુકત આત્માનો થોડો પણ વૈરાગ્ય દંભરહિત હોય છે અને શ્રી નિવચનથી વિપરીત જ્ઞાનયુકત આત્માનો ઘણો પણ વૈરાગ્ય દંભરહિત હોવાનો પૂરેપૂરો સંભવ છે : કારણ કે-જ્યાં સુધી આત્માને સંસારના સ્વરૂપનું યથાસ્થિત ભાન થયું નથી, ત્યાં સુધી તેના પ્રત્યે ઉત્પન્ન થયેલો તેનો વૈરાગ્ય કાચા પાયા ઉપરની જ ઇમારત છે. એ ઇમારતને તૂટી પડતાં વિલંબ થનાર નથી. શ્રી જિનવચનાનુસારે ઉત્પન્ન થયેલ સંસારની અસારતાનું જ્ઞાન ચાહે વિસ્તારથી હો કે સંક્ષેપથી હો, ન્તિ તે યથાર્થ હોય છે. અહીં કોઇને શંકા જરૂર થશે કે- “શ્રી જિનેશ્વરો સંસારને અસાર કહે છે.” એટલું જ માત્ર જેણે જાણ્યું છે, ન્તિ શાથી અસાર કહયો છે, એ વિગેરે હેતુઓનું જ્ઞાન મેળવ્યું નથી, તેવા અતિશય સંક્ષિપ્ત સામાન્ય જ્ઞાનવાળાને નિર્દમ વૈરાગ્ય કેવી રીતે સંભવે ? આનો ઉત્તર અમે ઉપર આપી જ દીધો છે કે-ભાવસહિત શ્રી જિનવચનના એક પણ પદને પ્રાપ્ત કરી આજ સુધી અનન્ત આત્માઓ શ્રી સિદ્ધિપદને વર્યા છે. સાચા વૈરાગ્યની પ્રાપ્તિ માટે સંક્ષિપ્ત યા વિસ્તૃત જ્ઞાન ઉપર ભાર દેવાના બદલે ભાવસહિત જ્ઞાન ઉપર ભાર દેવાની વધુ આવશ્યકતા છે. શ્રી જિનવચનનું જ્ઞાન પણ વિસ્તૃત હોવા છતાં જો તે ભાવસહિત નથી ન્તિ ભાવરહિત છે, તો તે સાચા વૈરાગ્યની નિષ્પત્તિનું કારણ બની શકતું નથી. ઉલટ પણે સંક્ષિપ્ત જ્ઞાન પણ ભાવસહિત છે, તો તેનાથી નિર્દભ વૈરાગ્યની પ્રાપ્તિ નિ:સંશયપણે થઇ શકે છે. ભાવસહિત “મારૂષ માતુષ' –એવા એકાદ પદનાં જ્ઞાન પણ માષતુષાદિ મહા મુનિવરોને તીવ્ર વૈરાગ્યની પ્રાપ્તિ કરાવી આપનાર થઇ શકયાં હતાં અને ભાવવિનાનાં સાડા નવ પૂર્વ પર્યતનાં જ્ઞાન પણ Page 175 of 234
SR No.009173
Book TitleChoud Gunsthanak Part 01 Gunasthank 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy