SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ થોડો પણ રાગ યા બહુમાન બાકી રહ્યું હોય. ભવસ્વરૂપની વાસ્તવિક ચિન્તા ભવ પ્રત્યેના સઘળા બહુમાનને મૂળથી ઉખેડી નાંખે છે અને અંતરપટ ઉપરથી એ મૂળ ઉખડી ગયા પછી ભવના કારણે તે આત્માને કોઇ પણ જાતિની માયા કરવાનું રહેતું નથી. માયા આચરવાનું મૂળ કોઇ હોય, તો તે ગુણની પ્રાપ્તિ યા દોષોનો ત્યાગ કર્યા સિવાય જ લોકો તરફથી ખ્યાતિ યા પૂજા મેળવવાનો લોભ છે. એ લોભ સંસારના સ્વરૂપનો અને તેમાં વસનાર લોક્ના સ્વભાવનો તાત્વિક વિચાર કરનારને રહેતો જ નથી. ભવસ્વરૂપની ચિન્તાથી જેમ ખ્યાતિ-પૂજા અને નામ-સત્કાર મેળવવાનો લોભ નાશ પામે છે, તેમ એ ખ્યાતિ-પૂજા અને માન-સત્કારની પ્રાપ્તિ અર્થે કરાતી માયા પણ આપોઆપ નાશ પામે છે. તાત્પર્ય એ છે કે-વૈરાગ્યમાં દંભનો પ્રવેશ ભવસ્વરૂપના વાસ્તવિક જ્ઞાન અને ચિંતનથી રહિત આત્માઓમાં જ સંભવે છે, ન્તુિ ભવસ્વરૂપના પરમાર્થ જ્ઞાતા અને વિચારકોમાં એ કદી પણ પ્રવેશ પામી શક્તો નથી કે ટકી શક્તો નથી. એટલા માટે શ્રી જૈનશાસને સ્વીકારેલ વૈરાગ્યની વ્યાખ્યામાં મૂખ્ય શરત ભવસ્વરૂપના જ્ઞાનની અને તેનાથી ઉત્પન્ન થયેલ ભવનિર્ગુણતાની દ્રષ્ટિની છે. જ્યાં ભવસ્વરૂપનું જ્ઞાન નથી કે એ જ્ઞાનથી ઉત્પન્ન થયેલ ભવનૈર્ગુણ્ય દ્રષ્ટિ નથી, ત્યાં દંભરહિત વૈરાગ્ય પણ નથી. દંભને લાવનાર લોભ છે અને એ લોભ ભવનિર્વેદ વિના કદી નાશ પામતો નથી : તેથી જેને દંભના લેશ વિનાના વૈરાગ્યની આવશ્યક્તા છે, તેને ભવના વાસ્તવિક સ્વરૂપથી પરિચિત પણ થવું જ પડે છે, અને ભવના વાસ્તવિક સ્વરૂપથી પરિચિત થનાર આત્માને ભવની નિર્ગુણતાનો પરિચય આપોઆપ થઇ જાય છે. ભર્વાનર્ગુણતાનો આધાર ભવ એટલે ચાર ગતિ રૂપ સસાર. અને એ સંસારની ચારે ગતિમાંથી કોઇ પણ ગતિમાં આત્મપક્ષે ગુણનો લેશ પણ નથી. એ વાત યથાર્થ રીતિએ સમવા માટે શ્રી નિવચન સિવાય અન્ય કોઇ આધાર નથી. ચારે ગતિનું યથાર્થ સ્વરૂપ સર્વજ્ઞોના જ્ઞાન સિવાય બીજી રીતિએ જાણવું અસુલભ છે અને એ જ કારણે વાસ્તવિક વૈરાગ્યની પ્રાપ્તિ શ્રી નિવચનની પ્રાપ્તિ ઉપર અવલંબેલી છે, એમ વ્હેવું એ જરા પણ ખોટું નથી. શંકા : શ્રી નિવચન એ સર્વજ્ઞવચન છે અને સર્વજ્ઞનું વચન એ સર્વ પદાર્થોને વિષય કરનાર જ્ઞાનથી ઉત્પન્ન થયેલું હોવાથી અતિ વિશાળ છે. એને સંપૂર્ણતયા જાણવું, સમવું, ધારણ કરી રાખવું, એ વિગેરે વાતો લગભગ અસંભવિત છે : તો પછી શ્રી નિવચનની પ્રાપ્તિ જેને થાય તેને જ સાચો વૈરાગ્ય પ્રાપ્ત થઇ શકે બીજાને નહિ, એ કહેવું વ્યર્થ ઠરતું નથી ? સમાધાન :- આવો પ્રશ્ન કરનાર ગના પદાર્થોની વ્યવસ્થાને સમજ્વા માટે સર્વથા નિષ્ફળ નિવડ્યો છે. ગત્ત્ની પ્રત્યેક વસ્તુ સામાન્ય અને વિશેષ, એમ ઉભય ધર્મયુક્ત હોય છે. વિશેષ ધર્મોનું જ્ઞાન નહિ કરી શક્નાર સામાન્ય ધર્મોનું જ્ઞાન પણ ન કરી શકે, એમ વ્હેવું એ સર્વથા ખોટું છે. શ્રી નિવાણીને સર્વ વિશેષો સહિત જાણવી, એ તેવા પ્રકારના વિશિષ્ટ ક્ષયોપશમને ધારણ કરનાર મહાપુરૂષો સિવાય બીજાઓ માટે ભલે અશક્ય હો, પરન્તુ તેટલા ઉપરથી મંદ ક્ષયોપશમવાળા આત્માઓ સામાન્યતયા યા થોડા પણ વિશેષો સહિત તેને ન જાણી શકે, એમ કહેવું વ્યાજબી નથી. મંદમાં મંદ ક્ષયોપશમવાળો આત્મા પણ જો સંજ્ઞી-પંચેન્દ્રિય-પર્યાપ્તપણાને ધારણ કરનાર હોય, તો તે શ્રી નિવાણીના સામાન્ય સ્વરૂપને ખુશીથી સમજી શકે છે. શ્રી નિવચન રૂપી મહોદધિમાં વર્ણવેલ ચાર Page 174 of 234
SR No.009173
Book TitleChoud Gunsthanak Part 01 Gunasthank 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy