SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિતિ રજૂ કરે તો કેટલાકને સાંભળવી પણ ભારે થઇ પડે. શાસનના નાશક કુગુરૂ અને અન્ય ઉસૂત્રભાષિઓના શાસનના શ્રેય માટે તીરસ્કાર પણ જરૂરી છે છતાં ચાલે ત્યાં સુધી માનો કે-કુગુરૂ અને ઉસૂત્રભાષિનો તિરસ્કાર ન કરવો, એનું અપમાન ન કરવું, પણ એનો યોગ અને એની સંગતિ એ શું ? ઘણાઓ સમજવા, જાણવા અને માનવા છતાં પણ, એનો લોકહેરીથી ત્યાગ કરી શકતા નથી. પોતાની શ્લાઘાની ઇચ્છા પણ ઉન્માર્ગથી બચવામાં અને સન્માર્ગની સેવા થવામાં વિદ્ધભૂત છે. પોતાની શ્લાઘાનો અર્થી અવસરે ધર્મનો અર્થ રહેતો નથી. શ્લાઘાની અર્થિતા હોવાના યોગે કેટલાક કુસંગતિ તજી શકતા નથી. ગ્લાધાર્થિતાનો દોષ હોવાથી આજે ગુરૂ અને ઉત્સુત્રભાષિના પાશમાં ઘણા સપડાયા છે. એવાઓને એથી ઉત્તેજન મળે છે, માટે એ દોષ પણ મહા હાનિકર છે. ઉપસંહાર : આ શિથિલતા, મત્સરતા, કદાગ્રહ, ક્રોધ, અનુતાપ, દંભ, અવિધિ, ગૌરવ, પ્રમાદ, માન, કુગુરૂ, કુસંગતિ અને સ્વશ્લાઘાર્થિતા -એ તેર દોષો સુકૃતને મલિન કરનારા હોવાથી, પોતાના સુકૃતને નિર્મળ રાખવાની ભાવનાવાળાએ એ તેર દોષોથી જેમ બને તેમ દૂર રહેવાનો પ્રયત્ન કરવો જોઇએ. આ દોષો ધર્મ કરવા છતાં પણ ધર્મના વાસ્તવિક ફલની આત્માને પ્રાપ્તિ થવા દેતા નથી. જે પુણ્યાત્માઓ, અનંતજ્ઞાનિઓએ દર્શાવેલા ધર્મની અનંતજ્ઞાનિઓની આજ્ઞા મુજબ આરાધના કરવાને ઇચ્છતા હોય અને અનંતજ્ઞાનિઓએ ફરમાવ્યા મુજબ મોક્ષફળને પામવાની અભિલાષાવાળા હોય, તેઓએ આ તેર દોષોથી બચવાને માટે ઉદ્યમશીલ બનવું જોઈએ. વૈરાગ્ય-એક મહાન સટ્ટણ દંભસહિત ત્યાગ અને વૈરાગ્ય જેમ નિન્દનીય છે તેમ દંભરહિત ત્યાગ અને વૈરાગ્ય સર્વથા પ્રશંસનીય છે. વૈરાગ્ય એક મહાન સદગુણ છે. વૈરાગ્યની કોટિના સદગુણો બીજા બહુ ઓછા છે. એક વૈરાગ્ય એવો સગુણ છે કે-તે જેને પ્રાપ્ત થઇ જાય છે, તે આત્મા અનેક ગુણોની પરમ્પરાને આપોઆપ પ્રાપ્ત કર્યા કરે છે. પરન્તુ વૈરાગ્ય એ જેટલો ઉંચો સદ્ગણ છે, તેટલો જ તેનો દુરૂપયોગ અધિક થાય છે. કેવળ વૈરાગ્ય માટે જ તેમ બને છે એમ નહિ, ન્તિ કોઇપણ સારી અને કિમંતી વસ્તુ એવી મળવી જ અશક્ય છે, કે જેનો દુરૂપયોગ આ જગમાં ન થતો હોય. કિમંતી ગણાતી વસ્તુઓની જ જગતમાં નકલો થાય છે. હીરા અને મોતી કે સુવર્ણ અને રજતની નકલો થતી દેખાય છે, પરંતુ કોઇ પણ સ્થળે કે કોઇ પણ કાળે ધૂળ અને ઢેફાં કે કાંકરા અને કલોસાની નકલો કરવા કોઇ પ્રયાસ કરતું નથી. સારી ચીજની નકલો થાય છે એટલા જ માટે જો સારી ચીજો ત્યાગ કરી દેવા લાયક હોય, તો હીરા, મોતી અને સોનું, ચાંદી આદિ વસ્તુઓ પ્રથમ નંબરે ત્યાગ કરી દેવા લાયક ઠરશે. પરન્તુ એ ન્યાયને આજ સુધી કોઇએ પણ માન્ય રાખેલ નથી. સૌ કોઇ હજારો નક્લોમાંથી પણ અસલ વસ્તુને શોધી કાઢો તેને જ ગ્રહણ કરવા પ્રયાસ કરે છે, કિન્તુ નકલના ભયથી ડરી જઇને અસલ વસ્તુને પણ છોડી દેવા પ્રયાસ કરતું નથી. એવો પ્રયાસ કરનારા કાં તો અસલ વસ્તુનું મૂલ્ય જ સમજ્યા નથી, અગર સમજ્યા છે તો પણ તેને પ્રાપ્ત કરવાની પોતાની અશકિત હોવાથી બીજાની આગળ તેના મૂલ્યને ઇરાદા પૂર્વક છૂપાવે છે. વૈરાગ્ય માટે પણ તેવી જ હકીકત છે. તે એક મહાન વસ્તુ હોવાથી તેની સેંકડો નક્શો આ જગતમાં Page 171 of 234
SR No.009173
Book TitleChoud Gunsthanak Part 01 Gunasthank 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy