SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ જોઇએ. એમજ કહેવાય કે-શાસ્ત્રની સર્વસામાન્ય આજ્ઞા એમ નથી પણ એની આચરણા કરનાર વિશિષ્ટજ્ઞાની છે માટે એમને જે યોગ્ય લાગ્યું હશે તે કર્યું હશે. આપણામાં એ તાકાત નથી, માટે આપણે તો આજ્ઞા જ જોવાની. એ મહાપુરૂષો તો જ્ઞાનના બળે અનેક ભવો કહી શકે. શાસ્ત્રમાં લખ્યા હશે ? નહિ, જ્ઞાનથી એ જાણવાની શક્તિ પેદા થઇ. એમણે જે કર્યું તેમાં “કેમ કર્યું ?' એ પ્રશ્ન જ અસ્થાને છે. એમનું એ જાણે. એમને ઠીક લાગ્યું માટે ક્યું. જ્યાં વિધિની વાત ચાલે ત્યાં વિધિ બહારનાં દ્રષ્ટાન્ત નહિ લેવાં જોઇએ. વિધાનથી વિપરીત વર્તવા, વિધિથી બહારનાં દ્રષ્ટાન્તો રજૂ કરવાં, એ મૂર્ખાઇ છે. આપણે માટે તો આજ્ઞા એજ પ્રમાણ. આગમવ્યવહારી એ રીતિએ દ્રષ્ટાન્તાતીત ગણાય. વિહિતની પુષ્ટિ માટે એ મહાપુરૂષોનાં દ્રષ્ટાન્તો લેવાય, પણ અવિહિતની પુષ્ટિ માટે નહિ. શ્રુતે કહ્યું એની પુષ્ટિમાં આવે તે કહેવાય. મૂળ વાત એ છે કે-આગમવ્યવહારિએ પોતાની વિશિષ્ટતાના યોગે આચરેલી અને વિધાનથી વિપરીત એવી ક્રિયાનાં દ્રષ્ટાન્તો લઇને વિધાનોનો અપલાપ કરાય નહિ. આજે એ મહાપુરૂષોની અમુક ક્રિયાઓના નામે સિદ્ધાન્તની મર્યાદાનો અમલાપ થઇ રહયો છે, માટે ચેતવા જેવું છે. ગૌરવ : આઠમો દોષ છે-ગૌરવ. એટલે શું ? મેં અમૂક સુકૃત કર્યું એથી હું માનું છું-એ પ્રમાણે સ્વયં ચિન્તવવું અગર તો લોકમાં મહત્ત્વ મેળવવાને માટે બીજાઓની પાસે “મેં અમૂક કર્યું, મેં અમૂક કર્યુ” -એમ કહેવું, એ ગૌરવ નામનો આઠમો દોષ છે. કોઇ પણ સુકૃત કરીને એથી “હું મોટો' એવો માનસિક વિચાર એ પણ દોષરૂપ છે અને લોકમાં મોટાઇ મેળવવા અને બીજાઓ પાસે પ્રકાશિત કરવું એ પણ દોષરૂપ છે. આજે કોઇ સારું કામ જેમ તેમ પણ થયું હોય તો? શ્રી સંપ્રતિ મહારાજાએ, સવા લાખ શ્રી જિનમન્દિર નવાં બંધાવ્યાં, સવા કરોડ શ્રી જિનમૂતિઓ ભરાવી અને છત્રીસ હજાર જીર્ણ એવાં શ્રી જિનમન્દિરોનો ઉદ્ધાર કરાવ્યો, છતાં પણ એમણે શું વિચાર્યું છે, એની ખબર છે? એવા પણ વિચારે છે કે- “મેં કાંઇ ક્યું નથી !' સારા કામની સુગંધ સ્વયં ફેલાય તે વાત જૂદી છે, પણ પોતાની જાતને મહાનું બતાવવા વિચાર કરવો, મહાનું મનાવા, મોટાઇ મેળવવા બીજાઓને કહેવું, એ યોગ્ય નથી. સારાં કામ પોતાને મોંઢે ગાનારાઓને માટે તો સારાઓને માન ઉપજતું નથી, પણ એવાઓ એમને તુચ્છ બહિના લાગે છે. કોઇને પ્રેરવા કહેવું પડે, એ વસ્તુ જૂદી છે. પ્રમાદ અને માન : આ પછી નવમો અને દશમો દોષ પ્રમાદ અને માન છે. એ તો પ્રસિદ્ધ છે. પાંચ પ્રકારના પ્રમાદથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો જોઇએ : તેમજ માનનો પણ ત્યાગ કરવામાં બેદરકાર નહિ બનવું જોઇએ. પ્રમાદ જેમ સુકૃતને મલિન કરનાર છે તેમ જ્ઞાન પણ સુકૃતને મલિન કરનાર છે. સુકૃતની ભાવના થાય તોય આ દોષ પ્રવૃત્તિને કદાચ રોકે. કુગુરૂ-કુસંગતિ અને સ્વચ્છાધાર્થિતા : છેલ્લા ત્રણ દોષ છે- કુગુરૂ, કુસંગતિ અને સ્વચ્છાધાર્થાિતા. સરૂનો યોગ ન થાય એ વાત કરતાં પણ કુગુરૂનો યોગ કરવો એ ભયંકર છે. રત્નત્રયીથી રહિત ધર્માચાર્ય કુગુરૂ કહેવાય છે. કુસંગિત. સુવિહિતશિરોમણિ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે-લ્યાણમિત્રનો યોગ સાધવો અને અકલ્યાણ મિત્રનો યોગ તવો. અહીં બે વાત જણાવી છે. નટવિટાદિની સાથે અથવા ઉત્સુત્રભાષિઓની સાથે મિલન એ કુસંગતિ છે. કુગુરૂ અને કુસંગતિ એ બે દોષો એવા વધતા જાય છે કે-એ વિષે કોઇ સાચી Page 170 of 234
SR No.009173
Book TitleChoud Gunsthanak Part 01 Gunasthank 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy