SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ અહિતકર ! પણ આનાઓ કહે છે કે-એ શે બને ? આજે ઉપદેશથી જ અસર પ્રસરવી જોઇએ તે કેમ પ્રસરતી નથી ? ઘેર જઇને કહેવાનાં પચ્ચખ્ખાણ. આખું ઘર સાંભળવા આવી શકે એવો બંદોબસ્ત છે ? બંદોબસ્ત એવો કે-પ્રાય: બાઇઓ આવી ન શકે ! ઘરનાં બધા લાભ લઇ શકે નહિ ! શ્રાવકનું કુળ પામે તો શ્રી જિનવાણીના નિરંતર શ્રવણથી વંચિત રહે? પેઢીવાળા મોડા જાય અને નોકરીયાત થોડો સંયમ કેળવે, તો પ્રાય: ઘરનાં બધાંને લાભ અપાવી શકે. આજે આ વિચારો નથી. આવવા દે નહિ અને ઘેર જઇને કહે નહિ. કેટલાંક કુળોને તેના પૂર્વજોએ બગાડ્યાં છે અને આજનાઓ એને પુષ્ટ કરે છે, પણ કુળને સુકુળ બનાવવાની જવી જોઇએ તેવી ઇચ્છા નથી.તમે કર્મને માનો છો કે નહિ? આપણે પણ એક દિ' મરવું પડશે, એની ખબર છે ને ? મરોને કોઇક જગ્યાએ જવું પણ પડશે, એ માનો છો ને? અહીં જે પાપ કરો છો તે પાપોનો બદલો ભોગવવો પડશે, એમ લાગે છે ? સ, એ બધું માનીએ છીએ. અને છતાં નિશ્ચિત છો ? પરલોક કદિ યાદ આવે છે ? ચોવીસ કલાકમાં પરલોક ક્યારે યાદ આવે છે ? આજે કેટલાકોની એ દશા છે કે-એ બીચારાઓને આત્મા, પરલોક, પુણ્ય, પાપ વિગેરે યાદ આવતું નથી. વસ્તુત: નાસ્તિક એ ગાળ નથી અને આસ્તિક એ અલંકાર નથી. નાસ્તિકતા અને આસ્તિકતા, એ શબ્દોથી આત્માનું સ્વરૂપ બતાવાય છે. આસ્તિકતા એ આત્માનું સ્વાભાવિક સ્વરૂપ છે અને નાસ્તિકતા એ વૈભાવિક સ્વરૂપ છે. એ રોતિએ સ્થિતિ કહેવાય એમાં ગુસ્સો કેમ? યોગ્ય આત્મા તો ગુસ્સે થવાને બદલે ચોંકે અને માર્ગે પણ આવી જાય. મૂળ વિના રોપા જડેલા છે માટે કરમાય છે : આવી સ્થિતિ જેટલે અંશે આવી હોય, તેમાં પરિવર્તન થવું જોઇએ ને ? પરિવર્તન લાવવાને માટે, ખોટાને કાઢી સારાને લાવવાને માટે, ભૂલાએલા સુન્દર આચાર-વિચારો પુન: તાજા કરવાને માટે આ કહેવાય છે. અહીં બેસનારે માખણી તેમજ ખોટી કીતિના લોભી બનવું ન જોઇએ. માત્ર સ્વપર હિતની દ્રષ્ટિએ અનંતજ્ઞાનિઓએ અને મહાપુરૂષોએ કહેલી વાતો કહેવી જોઇએ. એ વાતો એવી રીતિએ કહેવાય કે-સામાને પાતાના દોષો ખ્યાલમાં આવે અને ગુણ કેળવવાની ભાવના થાય. આ પાટે બેસનાર માખણીયા બને તો અનંતજ્ઞાનિએ કહેલી વાતો કહી ન શકે. આ પાટ એવી જબરી છે કે-જે ભૂલે તેને મારે. ઉપદેશક અને શ્રોતા બન્નેએ માર્ગમાં રહેવાનું. તમે સાંભળો છો શા માટે ? દોષો કાઢવા અને ગુણો મેળવવા માટે ને? ધર્મ કરો છો શા માટે? એ જ માટે ને ? તો પછી કદિ સરવૈયું કાઢ્યું કે-આ બધું નફામાં ચાલે છે કે ખોટમાં ? વધે છે કે ઘટે છે? વેપારીએ બારે મહિને કાંઇક ને કાંઇક રળવું જોઇએ, નોકરીઆતે બારે મહિને કાંઇક ને કાંઇક બચાવવું જોઇએ, વિદ્યાર્થીિએ બારે મહિને પરીક્ષા પાસ કરવી જોઇએ-એમ દરેકને કાંઇક ને કાંઇક દરવર્ષે મેળવવું જોઇએ એવો વ્યવહારમાં કાયદો છે, તો અહીં ? સમય જાય છે તેમ ધર્મક્રિયામાં ઉત્સાહ વધે છે કે ઘટે છે, એનું માપ કદિ કાઢ્યું છે? કેટલાક વખતથી ધર્મ કરો છો ? અમુક પર્યાય થયો ને ? ઓ માત્ર પૂજા કપ્રતિક્રમણ કરતા હોય, તેમને માટે તે ક્રિયાનો પર્યાય ! ત્યારે ક્રિયાનો પર્યાય વધ્યો તેમ દોષ વધ્યા કે ઘટ્યા ? ગુણ આવ્યા કે ગયા ? પ્રમાદ વધ્યો કે ઘટ્યો ? પ્રતિક્રમણ રોજ કરતાં, અવિધિ અને પાપ, બેમાં ઘટાડો થયો કે નહિ? આજે આ વિચાર મોટે ભાગે ધર્મક્રિયા કરવા છતાં જવા જોઇતા દોષ જતા નથી અને આવવા જોઇતા ગુણ આવતા નથી, ત્યારે એમ પણ ધારી શકાય કે-મૂળ નથી. મૂળ વિના રોપા જોડેલા છે, માટે કરમાય છે પણ ફુલતા-ફાલતા નથી. ઉત્તમ કુળને છાજતા ગુણો જો કુળમાં પાછા લાવવા હોય, તો જ્યારે જ્યારે સામગ્રી હોય, ત્યારે ત્યારે Page 160 of 234
SR No.009173
Book TitleChoud Gunsthanak Part 01 Gunasthank 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy