SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ દોડ્યા દોડ્યા પૂજા કરવા જવું, ટાઇમ ન હોય તો એમ ને એમ બજારમાં ક્યું, ત્યાં આડું-અવળું કરવું, ઘેર આવીને તપ્યું તડું બોલવું, બચ્યું એ સાંભળે અને જૂએ, એટલે એના ઉપર છાયા તો એ જ પડે ને ? કાંઇક ગુમાવ્યું હોય ત્યારે રોષમાં ફર્યા કરો, ઉદાસીન બની બેસો, બોલો તો આવેશમાં બોલો અને કાંઇક આવી ગયું તો નાચો, એ જ સંસ્કાર બચ્ચાને મળે કે બીજા ? પ્રાત:કાળમાં વ્હેલા ઉઠીને આવશ્યક જ્યિા ઘરમાં થતી હોય, તો બચ્ચાંના કને પણ અનેક ઉત્તમ શબ્દો સાથે સતા-સતીનાં પવિત્ર નામોના ધ્વનિ પડે : પણ આજે ઘરમાં શું રહ્યાં છે ? ઘરમાં કયી વસ્તુ એવી છે, કે જે ધર્મની રૂચિ પ્રગટાવે ? દોષ ન જોવો ને પચાવવો એમાંય મુંઝવણ : આજે શાસ્ત્રમાં કહેલી વાતો સીધેસીધી સમજવા-સમજાવવાની મુશ્કેલી છે. બીજ નાખવાની યોગ્યતા ન આવે ત્યાં સુધી શાસ્ત્રની વાતો સીધેસીધી ગળે ઉતરે ક્યાંથી ? બીડના પ્રદેશમાં બીજ નાખવાથી શું થાય ? જો વખતસર સંભાળાય નહિ તો સડે, ગંધાય અને મરકી ફેલાવે. આ ઉપદેશ પણ યોગ્ય આત્માઓને જ રૂચે ઘણા એવા કે-શાસ્ત્રની વાતો સાંભળે ને બળે. રૂચે તો નહિ પણ રોષ ચઢે. આજે ધર્મને પામવાની યોગ્યતા કેળવવાની વાતમાં પણ કેટલી મુશ્કેલી લાગે છે ? પારકો દોષ જોવાની બુદ્ધિ નહિ રાખવી અને જોવાઇ જાય તો સ્વપર હિતના કારણ વિના હૈયામાંથી બહાર નહિ એમાંય કેટલાકને મુંઝવણ થાય છે. કેટલાક કહે છે કે-નવરા હોઇએ તો શું કરીએ ? નવરા પડ્યા એટલે કાંક બોલવા જોઇએ ! પછી તો સાચું નહિ તો ખોટું; હિતનું નહિ તો અહિતનું પણ બોલવા જોઇએ ! બહુ બોલનારા ઘણી વાર કસાઇથી પણ ભૂંડા નિવડે છે. શાસ્ત્ર અપરિમિત બોલનારાને પ્રાય: મૃષાવાદી કહા. જેને બહુ બોલવાની ટેવ પડી હોય તેનું શું થાય ? તત્ત્વની વાત કર્યા કરે તો લોક સાંભળે નહિ અને વાત કરનારા ને સાંભળનારા તો જોઇતા જ હોય, એટલે એવાને બહારની વાતો કરવી પડે. પછી સાચી કેટલી લાવે ? ત્યારે હિતકર વાત રહી નહિ, બનાવ રૂપે પણ સાચી રહી નહિ, એટલે આ વાતોથી કોનું ભંડું થશે કે કેવું ખરાબ પરિણામ આવશે એ જોવાય નહિ અને પરના ખોટા પણ દોષો ગવાય ! ઉત્તમ આત્માઓમાં વસ્તુત: દોષની દ્રષ્ટિ જ રહેવી ન જોઇએ અને પારકા દોષ જોવાઈ જાય તો એને પચાવવાની તાકાત કેળવવી જોઇએ. પૂર્વે તો ઉત્તમ કુળનો આ રિવાજ હતો. આજની જેમ લોકો ચોરે અને ચૌટે બેસીને વાતો નહિ કરતા : આની જેમ રખડવા નીકળતાં નહિ ! આજે આવશ્યકના ટાઇમે જૈનો પણ મોટે ભાગે રખડતાં શીખ્યા ! રખડતાં મૂંગા રહેવાય નહિ, તત્ત્વનું ભાન નહિ, તત્ત્વ જાણવાની ગરજ નહિ, એટલે આ આવોને તે તેવો-એ વાતો ચાલે. સ. શરીરને માટે ફરવું જરૂરી છે. આવશ્યક જો વિધિપૂર્વક કરવામાં આવે તો એ માનસિક શુદ્ધિ કરે, વાચિક શુદ્ધિ કરે અને કાયિક કે પણ કરે. આવશ્યકમાં કાયાની શુદ્ધિ કુદરતી થાય છે. એમાં પૌદગલિક ધ્યેય ન જોઇએ. આજે મુંબઇમાં આવશ્યક ક્રિયા નિયમિત કરનાર હજારે કેટલા નીકળે ? ખરેખર, ઉત્તમ કુળના રિવાજ નાશ પામતા જાય છે, લોક રખડતા બનતા જાય છે અને રખડતા નીકળેલા ધંધો શો કરે? આડી-અવળી વાતો કરે એટલે કોની નિદા ! સ. આજે તો વર્તમાન પત્રો વાંચીને ઘણા ઉંધે માર્ગે ચઢે છે. આ જમાનો વર્તમાન પત્રોનો હોય તો પણ કુળના આગેવાન ધારે તો પોતાના કુળને, વર્તમાન પત્રોના વાંચનદ્વારા નિપજતી ખોટી અસરથી મુકત રાખી શકે છે. આગેવાન ડાહો જોઇએ. વડિલ ધારે તો ઘર સુધરે. રોજ વર્તમાન પત્રોની વાતો ઉપર ટીકા કરવાનું રાખે કે-આમાં આ ખોટું અને આમાં આ Page 159 of 234
SR No.009173
Book TitleChoud Gunsthanak Part 01 Gunasthank 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy