SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ બંધાયેલા કર્મોના પુદ્ગલોના કચરા રૂપી ઢગલાને ઢગલા રહેલા છે તેને જોવા માટે સમ્યજ્ઞાન રૂપી પ્રકાશની જરૂર પડે છે. ઘરમાં રહેલા કચરાને પ્રકાશથી જોયા પછી અને દૂર કરવા માટે બારણા બંધ રાખીને કચરો એકવાર વાળી બીજીવાર વાળી અને ત્રીજીવાર વાળીને એક બાજુ ઢગલો ભેગો કરવામાં આવે છે પછી ઘરની અંદરના બારણા ખોલી તે બહાર કઢાય છે અને પછી છેલ્લે બહારનું બારણું ખોલીને કચરો બહાર કઢાય છે ત્યારે ઘર ચોખ્ખુ કચરા વગરનું થાય છે. એવી જ રીતે આત્મામાં રહેલો કર્મરૂપી કચરો અનાદિ કાળથી રહેલો છે એ જ્ઞાનના પ્રકાશથી જાણ્યો એટલે ખબર પડી, એ કર્મરૂપી કચરો આત્મામાંથી દૂર કરવા માટે સમ્યક્તપ જીવ કરતો જાય છે. જેમ જેમ સમ્યપ જીવ કરતો જાય તેમ તેમ પૂર્વે બંધાયેલા-આત્મામાં રહેલા અનાદિ કાળના કર્મરૂપો પુદ્ગલોનો કચરો બળીને નાશ થતો જાય છે એટલે એકવારના તપથી એ કચરો નાશ પામતો નથી પણ વારંવાર તપ કરવાનો પ્રયત્ન કરતો કરતો જીવ રહે તો સૌ પહેલા અનિકાચીત કર્મોનો નાશ કરે છે અને પછી એકાગ્રચિત્તે સમાધિભાવ પૂર્વક તપ કરતા કરતા પરિષહો અને ઉપસર્ગોને સહન કરતા જાય તો નિકાચીત કર્મોરૂપી કચરો નાશ પામતો જાય છે આથી પૂર્વના કર્મરૂપી કચરાનો નાશ કરવા એટલે સકામ નિર્જરા સાધવા માટે સમ્યક્ત્વની જરૂર પડે છે. માટે સમ્યક્તપ કહેલો છે. અને આરીતે જ્ઞાનનો પ્રકાશ પેદા કરી કર્મરૂપી પુદ્ગલોનો કચરો ઓળખી સમ્યક્તપ દ્વારા નાશ કરાય છે. એવો જ રીતે આવતા કર્મોને રોકવા માટે સમ્યક્ચારિત્રની જરૂર પડે છે. એટલે કે સમ્યક્ચારિત્રથી સૌ પ્રથમ અશુભ કર્મો તીવ્ર૨સે બંધાતા હોય છે તે બંધાતા અટકાવી દે છે એટલે અશુભ કર્મો તીવ્રસે બંધાતા બંધ થઇ જાય છે, નાશ પામે છે એ બાંધવાના અધ્યવસાયો પ્રાપ્ત થતા જ નથી એજ આવતા કર્મોનું રોકાણ કહેવાય છે. આથી સમ્યક્ચારિત્રથી અશુભ કર્મો મંદ ૨સે બંધાય છે અને શુભકર્મો તીવ્રસે બંધાતા જાય છે. જે સમ્યક્ચારિત્રના પાલનમાં સહાયભૂત થતાં થતાં સંવરમાં જીવને આગલ વધારતા વધારતા સત્વ પેદા કરાવીને અનંતાનુબંધિ ક્રોધ, માન, માયા, લોભ એ ચારનો સંપૂર્ણ ક્ષય કરાવે છે પછી મિથ્યાત્વ મોહનીય-મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય એ ત્રણનો નાશ કરાવી ક્ષાયિક સમકીતની પ્રાપ્તિ કરાવે છે પછી સત્વ પેદા કરાવી ચારિત્ર મોહનીયની એકવીશ પ્રકૃતિઓનો સંપૂર્ણ ક્ષય કરાવી ક્ષાયિક ચારિત્રની પ્રાપ્તિ કરાવે છે પછી જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાય અ ત્રણે કર્મોનો સંપૂર્ણ ક્ષય કરાવી કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે. પછી મન-વચન અને કાયાના યોગનો સંપૂર્ણ નિરોધ કરાવી અયોગીપણું પ્રાપ્ત કરાવી, વેદનયી, આયુષ્ય, નામ અને ગોત્ર એ ચા૨ અઘાતી કર્મોનો ક્ષય કરાવી મોક્ષે પહોંચાડે છે. આથી સમ્યક્ચારિત્ર જીવને આશ્રવનો રોધ કરાવી માક્ષે પહોંચાડવામાં સહાયભૂત થાય છે. આથી સમ્યજ્ઞાન સમ્યક્તપ અને સમ્યક્ચારિત્ર એ મોક્ષમાર્ગ કહેવાય છે. જ્યાં સુધી શુભકર્મોરૂપી કચરો આત્માને આનંદ આપે ત્યાં સુધી વૈરાગ્ય ભાવ પેદા થતો નથી. જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય ભાવ જીવને પેદા થાય એટલે જગતમાં રહેલા પદાર્થો જે સ્વરૂપે રહેલા છે તે સ્વરૂપે ઓળખાણ પેદા થતી જાય છે અને એ સ્વરૂપે માન્યતા પેદા કરાવે છે. વૈરાગ્યભાવ પેદા થયેલો હોય તો પુણ્ય ગમે તેટલું બંધાતું જાય તો પણ જીવ એ પુણ્યની સામગ્રીમાં Page 21 of 75
SR No.009171
Book TitleAvashyak Kriyana Sutronu Rahasya Darshan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages75
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy