SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ એટલે કે આપની તમયાત્રા અને સંયમયાત્રા મન-વચન-કાયાથી સુખપૂર્વક ચાલે છે? સુખાકારી છે ને? આ રીતે શ્રાવક જયારે સાધુ ભગવંતને સુખશાતા પુછે એટલે સાધુ ભગવંત કહે કે દેવ-ગુરૂ-પસાયથી સુખશાતા છે. આ ઉપરથી એ નિશ્ચિત થાય છે કે શ્રાવકોના અંતરમાં સાધુઓ પ્રત્યે બહુમાન-આદરભાવ રહેલો હોય છે પણ જો એની સાથે સાથે અમે રહી ગયા આ આત્માઓ ધન્ય છે કે મનુષ્યપણાને પામીને પોતાના આત્માનું કલ્યાણ કરી રહ્યા છે અને હું અકર્મી મનુષ્યપણું પામીને મારા જીવનને નિષ્ફળ કરી રહ્યો છું આથી ધિક્કાર છે મારા જીવનને ! આટલું જ સાથે યાદ આવતું થઇ જાય તો શ્રાવકો સાધુના દર્શનથી પોતાના આત્માનું કલ્યાણ સાધી સાધુપણા માટેની શક્તિ મેળવી શકે છે. બીજા નંબરે શ્રાવક સાધુ ભગવંતની ભક્તિ એવી રીતે કરે કે એટલે કે ગોચરી આદિનો લાભ એવી રીતે લે કે જેના પ્રતાપે સાધુ ભગવંતની સંયમ યાત્રા અપ્રમત્તપણે સારી રીતે જળવાઇ રહે અને સાધુ ભગવંતો અપ્રમત્તપણે સ્વાધ્યાય-વિનય-વૈયાવચ્ચ આદિમાં પોતાના આત્માને સ્થિર રાખી શકે અને આગળ વધી પોતાના આત્મ કલ્યાણમાં વૃદ્ધિ કરતા જાય આ ભાવનાથી સંયમ યાત્રા અને શરીરની નિરાબાધતાની કાળજી રાખ્યા કરે. શ્રાવકના અંતરમાં દર્શન મોહનીય કર્મનો ઉદય રહેલો છે એટલે મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય રહેલો છે તે ઉદય નષ્ટ થાય અને મિથ્યાત્વ મોહનીયનો ક્ષયોપશમ ભાવ પેદા થાય કે જેના કારણે અત્યાર સુધી મોહનીયના ઉદયથી અવિવેક ચક્ષુથી જીવન જીવતો હતો તે હવે વિવેક ચક્ષુ પેદા થાય એવો મોહનીય ક્ષયોપશમ ભાવ બને એવી ભાવનાથી આ સુત્ર બોલતા હોય છે. આથી એ નિશ્ચિત બને છે કે આ સૂટ અંતરના ભાવથી બોલવામાં આવે તો જરૂર શ્રાવકના અંતરમાં મિથ્યાત્વ મોહનીયનો ક્ષયોપશમભાવ પેદા કરીને વિવેક ચક્ષુને પેદા કરવામાં સહાયભૂત થાય છે અર્થાત્ વિવેક ચક્ષુ પેદા કરાવે છે. ભાત-પાણીનો લાભ દેશોજી એનો અર્થ એ થાય છે કે સંયમમાં સુખાકારી અપ્રમત્તતા જાળવવા માટે શરીરને જે કાંઈ અનુકૂળ પદાર્થો જોઇએ એ અનુકૂળ પદાર્થોનો મને જરૂરથી લાભ આપશોજી. ભાતથી ચારે પ્રકારના આહાર આવી જાય છે એટલે અશન-પાન-ખાદિમ અને સ્વાદિમ એમ ચાર પ્રકારના આહાર લેવાય છે તથા રાતના સમયે ચારે પ્રકારના આહારનો ત્યાગ હોવા છતાં ભાત-પાણી શબ્દથી અણાહારી દવાઓનો ઉપયોગ કરવો પડે તો સાધુઓ પોતાની પાસે દવાઓ રાખતા નથી, જો રાખે તો સન્નિધિ રૂપે પરિગ્રહનો દોષ લાગે છે. આથી એ અણાહારી દવાઓ શ્રાવક પાસેથી રાતના ટાઇમે યાચિને લઇ શકાય છે એ માટે સાંજે ભાત પાણીનો લાભ દેશોજી શબ્દો બોલાય છે અથવા એ પાઠના શબ્દોનો અપલાપ ન થાય માટે સાંજે બોલવામાં આવે જ્ઞાની ભગવંતો કહે છે કે જેમ સમ્યગ્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યક્રચારિત્ર એ મોક્ષમાર્ગ કહેલો છે. એવી જ રીતે સમ્યજ્ઞાન, સમ્યકતપ અને સમ્યફચારિત્ર એ ત્રણને પણ મોક્ષમાર્ગ કહેલો છે કારણ કે સમ્યજ્ઞાનમાં સમ્યગ્દર્શનનો સમાવેશ થઇ જાય છે. જ્ઞાન એ આત્માના પ્રકાશરૂપે છે એટલે કે આત્માના ગુણોનો પ્રકાશ કરાવવામાં સહાયભૂત થાય છે. જેમ મહિનાઓથી ઘર બંધ રહેલું હોય અને એના કારણે ઘરમાં કચરો ભરાયેલો હોય જ્યાં ને ત્યાં કચરાના થર જામેલા હોય તો તે કચરાના ઢગને જોવા માટે પ્રકાશની જરૂર પડે છે તેમ આત્મામાં પૂર્વ ભવોથી Page 20 of 75
SR No.009171
Book TitleAvashyak Kriyana Sutronu Rahasya Darshan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages75
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy