SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વ જાણવાની જિજ્ઞાસા થાય છે તેમાં ત્રણ પ્રશ્નો પૂછે છે. પહેલી વાર પૂછે છે કે ભગવદ્ કિમ્ તત્વમૂ? ભગવાન ઉત્તર આપે છે કે ઉપઇ વા ! જગતને વિષે જે પદાર્થો ઉત્પન્ન થવા લાયક હોય છે તે ઉત્પન્ન થયા જ કરે છે. આ સાંભળતાની સાથે ચૌદ રાજલોક જગતમાં જયાં જયાં જે જે પદાર્થો ઉત્પન્ન થવા લાયક હોય તે ઉત્પન્ન થયા જ કરે છે એવું જ્ઞાન પેદા થાય છે પણ પાછી મનમાં શંકા થાય છે કે ઉત્પન્ન જ થવું, ઉત્પન્ન જ થવું એટલે શું? આટલાથી તત્વના જ્ઞાનનો સંતોષ થતો નથી એટલે બીજીવાર પ્રશ્ન પૂછે છે કે ભગવદ્ કિમ્ તત્વમ્ ? ભગવાન જવાબ આપે છે કે વિગમેઇ વા ! એટલે કે જગતને વિષે જે પદાર્થો ઉત્પન્ન થાય છે એ અવશ્ય નાશ પામે છે. આ સાંભળતા ગણધર ભગવંતના આત્માઓમાં ઉત્પન્ન થવા લાયક પદાર્થોનું જ્ઞાન પેદા થયેલું છે એ અવશ્ય નાશ પામે છે એમ જ્ઞાન થાય છે તો પણ અંતરમાં થાય છે કે ઉત્પન્ન થવું-નાશ પામવું એટલે શું? હજી પણ સંતોષ થતો ન હોવાથી ત્રીજીવાર પ્રશ્ન પૂછે છે ભગવન્! કિમ્ તત્વ? એટલે ભગવાન જવાબ આપે છે કે ધુવે ઇ વા! જે અવશ્ય જે પ્રમાણે રહેવા લાયક છે તે પ્રમાણે કાયમ એટલે શાશ્વત રહ્યા કરે છે. આ સાંભળતાની સાથે જ સંતોષ પેદા થાય છે એટલે કે જે પદાર્થો જે સ્વરૂપે કાયમ રહેવા લાયક હોય છે તે તે પ્રમાણે અવશ્ય રહે છે જ. આ સાંભળી અંતરમાં ચૌદ રાજલોકમાં રહેલા પદાર્થોનો ક્ષયોપશમ ભાવ પેદા થતાં જ્ઞાન સ્થિર રૂપે થાય છે એ પેદા થયેલા જ્ઞાનને તીર્થકરના આત્માઓ કેવલજ્ઞાનથી જુએ છે અને મારે જગતના જીવોને જે જ્ઞાન આપવું છે તે જ્ઞાન યથાર્થ રૂપે આ જીવોના અંતરમાં પેદા થયેલું છે એમ જાણે છે આથી સિંહાસન ઉપર ઉભા થઇ, ઇન્દ્ર મહારાજા સુવર્ણના થાળ માં સુગંધ ચૂર્ણ લઇને ઉભા હોય છે તેમાંથી મુઠો ભરીને આ ગણધરને યોગ્ય આત્માઓના મસ્તક ઉપર નાંખીને તમોને જે જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ પેદા થયો છે એટલે શ્રતજ્ઞાન પેદા થયું છે તે જ્ઞાન યથાર્થ છે અને હું તમોને તમારી પાસે જે કોઈ જીવો આવે એ જીવોને એ જ્ઞાન આપવાની અનુજ્ઞા આપું છું એટલે અનુમતિ આપું છું. આ રીતે ગણધર તરીકેની સ્થાપના કરે છે ત્યાર પછી એ ગણધરના આત્માઓ દ્વાદશાંગીની રચના કરે છે, આવશ્યક સૂત્રોની રચના કરે છે અને પોત પોતાના શિષ્ય પરિવારને એ સુત્રો આપે છે. આને જ ભગવાનના શાસનની સ્થાપના એટલે મોક્ષમાર્ગની સ્થાપના કરી કહેવાય છે. તીર્થની સ્થાપના કરી કહેવાય છે. આથી જગતને વિષે સૌ પ્રથમ સાધુ થયેલા હોય તો શ્રી તીર્થંકર પરમાત્માઓના આત્માઓજ થયેલા હોય છે માટે શ્રી તીર્થંકર પરમાત્માઓને સૌ પ્રથમ ક્ષમાશ્રમણ કહેવાય છે. આથી સાધુપણું પોતે પોતાના જીવનમાં નિરતિચારપણે પાલન કરી જગતને વિષે એ સાધુપણાનો માર્ગ મુકીન મોક્ષે ગયેલા હોવાથી એજ ખરેખરા ક્ષમાશ્રમણ કહેવાય છે. એવા ક્ષમાશ્રમણને હું ઇચ્છું છું? શું વંદન કરવાને માટે. આથી ભગવાનના મંદિરમાં તીર્થંકર પરમાત્માઓને એજ ખમાસમણ આપીએ છીએ અને સાધુ ભગવંતોને પણ એજ ખમાસમણ આપીએ છીએ. જ્યારથી ભગવાનના શાસનની સ્થાપના થઈ ત્યારથી ભગવાનના સાધુ ભગવંતો શરૂ થયા અને જ્યાં સુધી ભગવાનનું શાસન રહેશે ત્યાં સુધી સાધુ ભગવંતો રહેવાના જ છે. ભગવાનનું શાસન આ ભરત ક્ષેત્રને વિષે સાડી પચ્ચીસ આર્યદેશને વિષે હાલ વિદ્યમાન છે અને જ્યાં સુધી શાસન રહેશે ત્યાં સુધી સાડી પચ્ચીશ આર્યદેશમાં ધર્મ રહેશે જ. આથી શ્રી તીર્થંકર પરમાત્માઓને જે ખમાસમણ દઈએ છીએ તેજ ખમાસમણ સાધુ ભગવંતોને આપીએ છીએ અર્થાત અપાય છે કારણ કે ક્ષમા આદિ ગુણોને ધારણ કરીને શરીર પ્રત્યેના ભેદ જ્ઞાનને પેદા કરવા માટે Page 15 of 75
SR No.009171
Book TitleAvashyak Kriyana Sutronu Rahasya Darshan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages75
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy