SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ હોવા છતાં પોતે સ્વયં સમકિત પામે છે એમ કહેવાય છે આથી એ તીર્થંકર પરમાત્માઓનું સમકીત વરબોધિ રૂપે કહેવાય છે. આ રીતે તીર્થકરના આત્માઓ સમકતની પ્રાપ્તિ કરીને સંયમના સ્વીકાર કરીને નિરતિચારપણે સંયમનું પાલન કરે છે એ સાધુપણાના પાલનમાં જ્ઞાનનો અભ્યાસ કરતા કરતા પોતાના આત્માને જ્ઞાનના ઉપયોગમાં સ્થિર કરે છે અને શરીર પ્રત્યેનું ભેદજ્ઞાન પેદા કરતા જાય છે એટલે શરીરના મમત્વનો નાશ કરતા જાય છે એટલે કે એ સંયમના પાલનના કાળમાં પોતાના આત્માને જ્ઞાનના ઉપયોગમાં એવો સ્થિર રાખે છે કે શરીરને કોઇ વાંસલાથી છોલી જાય તો તે જીવ પ્રત્યે દ્વેષભાવ પેદા થવા દેતા નથી અને કોઇ શરીરને ચંદનનો લેપ કરી જાય તો તેના પ્રત્યે રાગ થવા દેતા નથી. આ રીતે રાગ-દ્વેષના ઉદય કાળમાં રાગ દ્વેષના ઉદયનો નાશ કરતા જાય છે એટલે રાગ દ્વેષના ઉદયને આધીન થયા વગર પરિષહ અને ઉપસર્ગોને વેઠીને પોતાના આત્માને જ્ઞાનના ઉપયોગમાં સ્થિર કરતા કરતા તીર્થંકર નામકર્મ નિકાચીત કરતા જાય છે અને એ તીર્થંકર નામકર્મ નિકાચીત કરી નરક ગતિમાં કે દેવગતિમાં ઉત્પન્ન થાય છે. જે જીવો એ તીર્થંકર નામકર્મ નિકાચીત કરતા પહેલા-મિથ્યાત્વની હાજરીમાં નરક આયુષ્ય બાંધ્યું હોય તો એવા જીવો તીર્થંકર નામકર્મ નિકાચીત કરી નરકગતિમાં જાય છે. બાકીના જીવો તીર્થંકર નામકર્મ નિકાચીત કરી વૈમાનિક દેવલોકમાં જાય છે. ત્યાર પછી નરકગતિ અથવા દેવગતિમાંથી ચ્યવન પામી મનુષ્યપણાને પામે છે અને તીર્થકર તરીકે ઉત્પન્ન થાય છે એટલે તીર્થકર બને છે. એ તીર્થંકરપણાના ભવમાં ભોગાવલી કર્મો નિકાચીત રૂપે બાંધીને આવેલા હોય છે તે નિકાચીત ભોગાવલી કર્મોને ઉચ્ચકોટિનો વૈરાગ્ય ભાવ રાખીને ભોગવે છે કે જેથી એ ભોગાવલી કર્મો ભોગવતા ભોગવતા પોતાના આત્માને ત્રીજા ભવે જે શ્રુતજ્ઞાન હતું તે સાથે લઈને આવતાં એ જ્ઞાનના સ્વાધ્યાયમાં સુખની સામગ્રીનો કાળ પસાર કરે છે આથી એ આત્માઓને આ મને અનુકૂળ છે, ભવિષ્યમાં મને અનુકૂળ સુખ આપશે માટે સાચવું, આ ઋતુ મને અનુકૂળ છે એવા કોઇપણ જાતના વિચારો કોઇપણ સારામાં સારા અનુકૂળ પદાર્થો પ્રત્યે ભાવ પેદા થતા નથી. ઉપરથી એ પદાર્થોના ભોગવટામાં વૈરાગ્યભાવના કારણે નવા ભોગાવલી કર્મોનો બંધ કરતા નથી કે જેથી બીજા ભવોમાં એ ભોગાવલી કર્મો ભોગવવા પડે ! આ રીતે સંસારનો કાળ પૂર્ણ કરી સંયમનો સ્વીકાર કરી જ્ઞાનના ઉપયોગના આનંદની મસ્તીમાં આત્માને ઓત પ્રોત કરી ઘર પરિષહો ઉપસર્ગો વેઠી શરીર પ્રત્યેના ભેદ જ્ઞાનમાં સ્થિર થઇ ક્ષેપક શ્રેણિ માંડી મોહનો નાશ કરી જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અંતરાયનો નાશ કરી કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરે છે અને મોક્ષમાર્ગની સ્થાપના કરે છે. મોક્ષમાર્ગની સ્થાપના કરતી વખતે કેવલજ્ઞાનની પ્રાપ્તિ જ્યાં થાય ત્યાં દેવતાઓ આવીને સમવસરણની રચના કરે છે અને એ તીર્થકરના આત્માઓ એ સમવસરણને પ્રદક્ષિણા દઇને નમો તિત્યસ્સ કહી પૂર્વ દિશાથી પ્રવેશ કરે છે અને ઉપર જઇ સિંહાસન ઉપર બેસે છે તે વખતે ત્યાં રહેલા મનુષ્યો, દેવતાઓ અને તિર્યંચો સમવસરણમાં દાખલ થઇ પોત પોતાના સ્થાને ગોઠવાઇ ભગવાનની દેશના સાંભળવા બેસે છે. ભગવાન પણ તે વખતે જે મનુષ્યો આવેલા હોય છે તેમાં ગણધરને યોગ્ય જે આત્મા હોય તેઓને ઉદ્દેશીને દેશના આપે છે. એ દેશના સાંભળીને દેશના પૂર્ણ થતાં ગણધરને યોગ્ય એવા આત્માઓ ઉભા થઇ ભગવાનને ત્રણ પ્રદક્ષિણા આપી દિક્ષાની માંગણી કરે છે એટલે કે દિક્ષાં દેહિ ! આથી ભગવાન ત્યાં દિક્ષા આપે છે. દિક્ષા લીધા બાદ ગણધરને યોગ્ય એવા આત્માઓના અંતરમાં Page 14 of 75
SR No.009171
Book TitleAvashyak Kriyana Sutronu Rahasya Darshan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages75
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy