SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ જેટલો પોતાના સગા ભાઈઓ ઉપર પણ ન હતો. આટલું બધું સુંદર પારસ્પરિક સ્નેહથી એકરસ બની ગયેલું કૌરવોનું કૌટુમ્બિક જીવન હતું. ગાંધારી સો પુત્રો પાછળ વિશેષ ધ્યાન આપતી હતી, જ્યારે કુન્તી પાંચેય પાંડુપુત્રો પ્રત્યે વિશેષ ધ્યાન આપતી હતી. ના, આમાં ભેદભાવ ન હતો પરંતુ ભેદ જરૂર હતો. કિન્તુ તે ભેદ પણ વ્યવસ્થાજનિત હતો, પક્ષપાતજનિત નહિ. ગાંધારીનું માનસ આ લોકની બધી વિશિષ્ટતાઓ સંતાનોમાં પેદા કરવા તરફ વધુ ઢળેલું રહેતું, જયારે કુન્તીનું માનસ સંતાનોને ધર્મનિષ્ઠ બનાવવા તરફ ઝૂકેલું હતું. પાંડવો અત્યંત ધર્મપરાયણ હતા તેનો યશ તેમની માતા કુન્તીને જ મળે છે. કૌરવ-કુળના નાશનું મૂળ ઃ ઈષ્ય આવા સ્નેહથી ભર્યાભર્યા કૌરવોના કુટુંબમાં એવું તે શું બની ગયું કે તે તણખામાંથી કુરુક્ષેત્રના મહાયુદ્ધનો ભડકો પ્રજવળી ઊઠ્યો ? તણખાની આ કથા ખૂબ જાણવા જેવી છે. ઘણાં કુટુંબોના ગ્નેહભર્યા જીવનને આ તણખો જ તિતબિતર કરી નાંખતો હોય છે. એ તણખાનું નામ છે; ઈર્ષ્યા. દુર્યોધન અને ભીમ અનેક વાર અથડાઈ પડવા લાગ્યા. ભીમની પ્રચંડ શારીરિક તાકાત સામે દુર્યોધન ટકી શકતો ન હતો. એ તો ઠીક, પરંતુ પોતાની નાદાનિયતતાને કારણે વિજય પામ્યા બાદ ભીમ દુર્યોધનની ખૂબ મશ્કરી પણ કરવા લાગ્યો. એને રમતમાં લઈને મારીપીટીને હેરાન પણ કરવા લાગ્યો. આ બધી ભીમની બાળસુલભ રમતો હતી. પણ દુર્યોધને જોયું કે બાકીના ચાર પાંડવો ભીમના વિજયમાં ગાંડા ઘેલા બની જાય છે, ભીમને પુષ્કળ થાબડવા લાગે છે. આ ભેદ ન હતો પણ ભેદભાવ હતો. વય વધે તેમ સંસારી માણસમાં સામાન્ય રીતે મારું, મારું અને તારું, તારુંવૃત્તિ જન્મ પામે છે. આવી વૃત્તિઓનો સળવળાટ શરૂ થઈ ગયો હતો, એથી દુર્યોધનમાં પાંડવો પ્રત્યે ઈર્ષ્યા પેદા થઈ. આજ સુધી એકસો ને પાંચ-બધા ય કૌરવ કહેવાતા હતા. હવે એકસો કૌરવ ગણાયા અને પાંચ પાંડવો ગણાયા. ભેદ પડી ગયો, ભેદભાવ જન્મી ગયો. ભીમની શક્તિના અજીર્ણના પ્રત્યાઘાતરૂપે દુર્યોધનમાં ઈર્ષ્યા ભડકી ઊઠી. આ તણખાએ ભવિષ્યમાં મહાસંહારક ભડકાનું કેવું રૂપ પકડ્યું તે આપણે પછી જોઈશું. ઈષ્યનાશક પરગુણદર્શન ઈર્ષ્યાને ખતમ કરવાની તાકાત માત્ર પરગુણદર્શનમાં છે. જેને અનેક ખામીઓ (અવગુણો) વચ્ચે પણ પડેલી કોક ખૂબી (ગુણ) જોવાની કળા સિદ્ધ થાય છે તે જ આત્મા બીજાના કોઈ પણ પ્રકારના વિકાસની ઈર્ષ્યા કરતો નથી. પોતાના દોષોની નિંદા અને બીજાના ગુણોની યથાયોગ્ય અનુમોદના કે પ્રશંસા જેના જીવનમાં નથી એ આત્મા ધર્મના માર્ગે પહેલું ડગ મૂકવાને પણ લાયક નથી. પોતાના જાતભાઈઓ પ્રત્યે ઈર્ષ્યાથી ભસવાને કારણે જ કૂતરા જેવું વફાદાર પ્રાણી લોકોથી હ હટું નથી કરાતું? જૈન મહાભારત ભાગ-૧
SR No.009164
Book TitleJain Mahabharat Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2004
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy