SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ સ્ત્રીઓ સાથે ચોવીસેય કલાક કામાતુર રહેતો હતો. બેશક, માતા સત્યવતીએ અને પિતાતુલ્ય ભીખે તેને આ કામાતુરતાથી પાછા હટી જવાનો જોરદાર બોધ આપ્યો હતો. અને તેનો તેણે અમલ પણ પાછળથી કર્યો હતો. પરંતુ તે દરમિયાન જન્મેલા બે પુત્રો ઉપર તેની તીવ્ર કામવાસના આઘાત કરી ચૂકી હતી. એક અંધ જન્મ્યો, બીજો રોગી નભ્યો. વાત એટલેથી જ ન અટકી. વિચિત્રવીર્ય પણ પુષ્કળ પ્રમાણમાં શારીરિક બળ ખોઈ બેઠો અને ભરયૌવનમાં જ મૃત્યુ પામી ગયો. સત્યવતીના પાલક પિતા નાવિકશ્રેષ્ઠના તે અરમાનો કરમાઈ ગયા, “મારી સત્યવતીનો પુત્ર જ મહાન રાજા બને.” અકાળે જ સત્યવતીના બે ય પુત્રો મૃત્યુ પામી ગયા. આર્યસંસ્કૃતિમાં લગ્ન પણ નિયંત્રણ માટે આથી જ આર્યાવર્તમાં પરિણીત સ્ત્રી-પુરુષોના સંસારસુખ ઉપર પણ મર્યાદાઓ મૂકવામાં આવી છે. પરસ્ત્રી કે પરપુરુષ તો માતપિતા સમાન હોય જ, પણ સ્વપત્ની કે સ્વપતિ સાથે પણ શક્ય તેટલું વધુ બ્રહ્મચર્યનું પાલન જ કરવાનું હોય. શક્ય હોય તો જીવનમાં એક જ વાર સંતાનપ્રાપ્તિ માટે જ સંસારસુખ સેવવાથી આગળ નહિ વધવાની આર્યસંસ્કૃતિની મર્યાદા હતી. આમ આર્યદેશનું લગ્ન એ ભોગ ભોગવવા માટે ન હતું, પરંતુ વાસનાને કાબૂમાં રાખવા માટે હતું. વળી જ્યારે સ્ત્રી સગર્ભા બનતી ત્યારે પોતાના ભાવી સંતાનનું તનનું આરોગ્ય અને મનની પવિત્રતા જળવાઈ રહે તે માટે ગર્ભાવસ્થાથી જ ચિંતા કરતી. તે કદી તેવું કશુંય વર્તન ન કરતી કે તેવા કોઈ વિકારો ન સેવતી જેથી તેના પેટના સંતાનના તન, મનને કોઈ હાનિ થઈ જાય. મા-બાપની ભૂલોની સંતાનો પર અસર માતા બનનારી સ્ત્રીના વિચારમાત્રની પણ પેટના બાળક ઉપર અસર પડતી હોય છે. હબસીના ચિત્ર સામે નજર રાખીને પતિ સાથે સૂતેલી સ્ત્રીને જે ગર્ભ રહ્યો તેની ચામડી તે હબસી જેવી જ કાળી આવી. આથી પતિને પોતાની પત્નીના ચારિત્રમાં શંકા પડી. કોર્ટમાં કેસ થયો. જજ જાતે તેમના ઘરે આવ્યા. તેમનો શયનખંડ જોઈને કારણ પકડી પાડ્યું. તેમણે કહ્યું કે, “બાઈ તદન પવિત્ર છે, પણ તે વખતે તેની નજરમાં કાળો હબસી હતો તેનું જ આ પરિણામ છે !” થોડા જ વર્ષો પૂર્વે પરદેશમાં બનેલી આ સત્ય ઘટના છે. કેટલાક મહિના પહેલાં પરદેશમાં એવું બન્યું કે ચાર હજાર સ્ત્રીઓએ ગર્ભનિરોધક ગોળી લીધી. તે ગોળીની અસરો એટલી બધી નિષ્ફળ અને વિઘાતક નીવડી કે તેમને બાળકો તો થયા જ, પણ તે બધા ખૂબ જ બેડોળ, વિકૃત અંગોપાંગવાળા થયા. અમેરિકન સરકારે તે તમામ બાળકોને મારી નાંખ્યા. જે સગર્ભા સ્ત્રીએ લગાતાર નવ મહિના સુધી પોતાના ઘરની સામે આવેલા કતલખાનાના કસાઈની પશુવધની ક્રૂર કામગીરી જોવામાં ખૂબ રસ દાખવ્યો તેના જન્મ પામેલા પુત્રે માત્ર દસ વર્ષની વયે નાની વાતના ઝઘડામાં તેના ચાર મિત્રોના ખંજરથી ખૂન કરી નાંખ્યા હતા. માતાના વિચારોની ગર્ભસ્થ બાળક ઉપર કેવી પ્રચંડ અસરકારકતા ! બીજી સગર્ભા સ્ત્રી નવ માસના એ કાળમાં ઘરનો ન મળતો હિસાબ મેળવવાની જ મથામણ કરતી રહી તો તેનો જન્મેલો દીકરો તે દેશની સર્વોચ્ચ ગણિતશાસ્ત્રી બની ગયો ! સંસારસુખ માણતી વખતે ઘોડીની સાથે કોઈ ઘોડો જો થેરકી કરતો રહે તો તેને જોતી રહેલી જૈન મહાભારત ભાગ-૧
SR No.009164
Book TitleJain Mahabharat Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2004
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy