SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતની સુંદર કુટુંબવ્યવસ્થા ભારતદેશની પ્રજાની કેવી સુંદર કૌટુમ્બિક વ્યવસ્થા છે ! અવિભક્ત કુટુંબમાં આજે પણ બા, બાપા તો મળે છે પણ દાદા અને દાદીમા ય મળે છે. તેમને પુત્ર, પુત્રી તો મળે છે પરંતુ પૌત્ર અને પૌત્રીને ય રમાડવાનું સૌભાગ્ય ઘડપણના અમારા જીવનમાં જીવતું રહ્યું છે. પરદેશોમાં આમાંનું કશું નથી. ત્યાંના ઘરડા લોકોનું “ગોલ્ડન હોમ્સ (ઘરડાઘર) એ આ ધરતી ઉપર આવી પડેલું નરકાગાર છે. કહેવાતું આ “સોનાનું ઘર' પિત્તળ કરતાં ય બદતર હોય છે. ત્યાંનું તમામ બુઢા અને બુટ્ટીઓથી ભરેલું ઘર અત્યન્ત કલેશજનક અને ત્રાસજનક બનેલું હોય છે. તેઓ પોતાના પુત્ર કે પુત્રવધૂને ફોનથી પૌત્ર કે પૌત્રીને તેમની પાસે માત્ર રવિવાર પૂરતું મોકલી દેવા જણાવે તો ટ્યુશન વગેરેના બહાના કાઢીને મોકલવામાં આવતા નથી. અને ત્યારે તે માબાપો કે દાદીમાઓ પોતાના જીવનની વિષમયતા ઉપર ફિટકાર વરસાવવા સાથે ભારતીય લોકોની કૌટુંબિક વ્યવસ્થાને લાખ લાખ ધન્યવાદ આપતાં હોય છે. આવા ઘરડાંઓ મરવા પડે ત્યારે તેમને શાંતિ કે આનંદ આપવા માટે “હીમ્સ' સંભળાવવા ભાડૂતી માણસોને મોકલતી સંસ્થાઓ હોય છે, જેમાં હાથ પકડીને બેસી રહેવાના પાંચ ડોલરથી માંડીને એક કલાક સુધી “હીમ્સ' સંભળાવવાના વીસ ડોલર સુધીનો ચાર્જ રાખવામાં આવ્યો હોય ઘરડાઘરોનું મૂળ ઘોડિયાઘર પણ સબૂર ! આવા ઘરડાઘરોની પેદાશનું મૂળ કારણ તો ઘોડિયાઘરો જ બન્યા છે. જે માબાપો પોતાના બાળકોની માવજત કરવાને બદલે તેમને અખૂટ વાત્સલ્ય આપવાની પળે ઘોડિયાઘરોમાં મોટા કરવા મૂકી દેતાં હોય તે માબાપો બુઢ્ઢા થાય એટલે પેલા સંતાનો તેમને ઘરડાઘરમાં મૂકી દે તેમાં શી નવાઈ છે ! અફસોસ ! ભારતમાં પશ્ચિમનો આ પવન ઝપાટાબંધ આવી રહ્યો છે. અહીં પણ ઘરડાઘરો થવા લાગ્યા છે. અહીં પણ બુટ્ટા કે રોગી માબાપો વગેરેને ઝેર આપીને સદા માટે ‘શાંત કરી દેવાના વિચારો “અનુકમ્પાપ્રેરિત મૃત્યુ'ના નામે જોરશોરથી ફેલાવા લાગ્યા છે. સંભવ છે કે અહીં પણ ઘોડિયાઘરો અને ઘરડાઘરો મોટી સંખ્યામાં ઊભા થઈ જશે. હાય ! તે દિવસે શ્રવણ, કુણાલો અને ગાંગેયોને કફનમાંથી બહાર કાઢીને ફરીથી કબરનશીન કરવાની ક્રિયાવિધિ જાહેરમાં થશે. ગાંગેયની પિતૃભક્તિના આ જવલંત દષ્ટાંતને ગામડે ગામડે ઘૂમીને લોકહૃદયમાં જો જીવંત નહિ રાખવામાં આવે તો પેટમાં મારી નંખાતા બાળકોથી શરૂ થયેલા ભારતના શેતાન યુગની સાઈકલ ઘરડાઘરોમાં મારી નંખાતા માબાપોએ જ પૂરી થઈને રહેશે. એને કોઈ અટકાવી શકશે નહિ. સત્યવતીના કુળનો ઘટસ્ફોટ જ્યારે ગાંગેયની આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા ઉપર વિદ્યાધરોએ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી ત્યારે આનંદવિભોર બની ગયેલા નાવિક શ્રેષ્ઠ આજ સુધી ગુપ્ત રાખેલી વાતને જાહેર કરી કે, “આ સત્યવતી તે મારી દીકરી નથી પરંતુ મને ફરતાં ફરતાં કોઈ વૃક્ષ નીચેથી પ્રાપ્ત થયેલી કન્યા છે. નિઃસંતાન એવો હું તેને લઈ મારા ઘર તરફ જતો હતો ત્યારે આકાશવાણી થઈ. તેમાં જણાવ્યું કે આ કન્યા રત્નાંગ રાજા અને રત્નાવતી રાણીની પુત્રી છે. રાજાના શત્રુરૂપ ખેચરે તેને વિદ્યાબળથી ઉપાડીને અહીં મૂકી દીધી છે. આ કન્યાને ભવિષ્યમાં શાન્તનુ નામનો રાજા પરણશે.” જૈન મહાભારત ભાગ-૧
SR No.009164
Book TitleJain Mahabharat Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2004
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy