SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પાપના વિચારો અને પાપના આચરણો વારંવાર તીવ્રતાથી કરવામાં આત્માની અંદર તેનો કુસંસ્કાર જામ થઈ જાય છે. પછી એને ઉખેડવાનું કામ અતિ મુશ્કેલ બની રહે છે. વર્તમાન જીવનની કોઈ પણ ખરાબીના મૂળ પૂર્વજન્મોમાં જામ કરેલા કુસંસ્કારોમાં પડેલાં હોય છે. ગોશાળાના દ્રોહનું મૂળ પરમાત્મા મહાવીરદેવને પોતાના ધર્મગુરુ તરીકે સ્વીકારવા છતાં તેમની તરફ ગોશાલકે જે કાતીલ દ્રોહભાવ દર્શાવ્યો છે એ કાંઈ તેના તે જ જન્મની નીપજ નથી. એના ઈશ્વર નામના માણસ તરીકેના પૂર્વજન્મમાં પણ તેણે ધર્મગુરુઓનો દ્રોહ કરવાનું કાર્ય જારી રાખ્યું હતું. એમાંથી તૈયાર થયેલો સંસ્કાર વીર-પ્રભુની સામે પણ ટકરાયો. તપને હોડમાં મૂકતી સ્વયંપ્રભા પરમાત્મા આદિનાથ અને શ્રેયાંસકુમારના આત્માઓએ પૂર્વના લલિતાંગ અને સ્વયંપ્રભાના-દેવદેવીના-જીવનમાં રાગના જે સંસ્કારોને જામ કર્યા હતા તેના કારણે પછીના ભાવમાં પણ વિરહની વેદનાથી ખૂબ ઝૂર્યા હતા. સ્વયંપ્રભાએ તો અનામિકાના જીવનમાં કરેલા તપને હોડમાં મૂકીને (નિયાણું કરીને) પુનઃ એ જ લલિતાંગ દેવને પતિ તરીકે મેળવ્યો હતો. સંસ્કાર-જાગરણમાં નિમિત્તોની અસર સારા-નરસા સંસ્કારોનું જેમ જોર હોય છે તેમ તેને અનુકૂળ બનતાં સારા-નરસા નિમિત્તોનું પણ જોર હોય છે. સૂતેલા સંસ્કારોને કે આત્માને જગાડી દેવાની કે ભડકાવી દેવાની તેમનામાં તાકાત હોય છે. - નપાણીઆના કાદવમાં ખૂંપી ગયેલો બ્રાહ્મણ કેમેય જોર મારીને બહાર નીકળી શકતો ન હતો પરંતુ જ્યારે ત્યાં કામ કરતી કોઈ માતાએ પોતાની પુત્રી ‘લાડુ'ને જોરથી બૂમ મારી. ‘લાડુ” નામ સાંભળીને પેલા બ્રાહ્મણને એટલું બધું જોર આવી ગયું કે તે કાદવમાંથી બહાર નીકળી ગયો. ઑપરેશન વખતે સુંઘાડેલી દવાથી ઘેનમાં પડેલો દર્દી ઑપરેશન બાદ ત્રીજા દિવસે ય ઘેનમાંથી મુક્ત ન થયો ત્યારે તેના સ્વજનો પાસેથી તેની “ચેઈન-સ્મોકર તરીકેની ખ્યાતિ સાંભળીને સર્જન ડૉક્ટરે તેના નાક પાસે સિગારેટનો ધુમાડો વહેતો મૂક્યો કે તરત જ “સિગારેટ'ની બૂમ મારતો તે દર્દી ભાનમાં આવી ગયો ! કાદવમાં ખૂંચેલા યુદ્ધના ઘરડા હાથીને બહાર કાઢવા માટે તોપ-ગોળાઓનો વરસાદ કરવો પડ્યો હતો. તેના અવાજથી તેનામાં શૂરાતન આવ્યું અને તે સ્વયં બહાર નીકળી ગયો. શાન્તનુના આત્મામાં સુષુપ્ત પડેલો શિકારનો સંસ્કાર જંગલના શિકારીની લલચામણી વાતોના નિમિત્તે વળી એક વાર ભડકી ઊઠ્યો. શાન્તનુએ સજજ થઈને તે વન તરફ ઘોડો મારી મૂક્યો. ગંગાનો પુનઃ વનનિવાસ આ બાજુ પિયરમાં ગંગા ગાંગેયને મોટો કરવા લાગી. ગાંગેયના મામા પવનવેગ પણ ગાંગેયની અનેક વિશિષ્ટતાઓ જોઈને સવિશેષ કાળજી કરવા લાગ્યા, તેને યુદ્ધ વગેરેની કળાઓમાં નિષ્ણાત કરવા લાગ્યા. પણ આથી પવનવેગના પુત્રોને ગાંગેય પ્રત્યે ભારે ઈર્ષ્યા જાગી. તેમને પરસ્પર બોલાચાલી, લડાઈ વગેરે થવા લાગતાં ગંગાએ ઘર મૂક્યું અને ભાઈ પવનવેગની મદદથી પુનઃ તે જ વનના રાજમહેલમાં નિવાસ શરૂ કર્યો જયાં તેનું રાજા શાન્તનુ સાથે પાણિગ્રહણ થયું હતું. ગંગા અને ગાંગેય ત્યાં સુખેથી રહેવા લાગ્યા. જિનભક્તિમાં લીન બનીને બન્ને ધર્મપરાયણ જૈન મહાભારત ભાગ-૧
SR No.009164
Book TitleJain Mahabharat Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2004
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy