SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ બનાવવાનો તેમનો પ્રયત્ન હશે. એમાં ઓલો ભીલ એકલવ્ય આવી ગયો તો તેને પોતાના કાર્યમાં નકામો જાણીને જ ધનુર્વિદ્યા નહિ શીખવી હોય. અર્જુનથી પણ ગુપ્ત રાખેલી અમોઘ-વિદ્યા સ્વપુત્ર અશ્વત્થામાને ખાનગીમાં શીખવવાનું કામ દ્રોણે કર્યું તેમાં પણ દ્રુપદને ઠીક કરી દેવાની વૈરભાવનાને સફળ બનાવવાની વૃત્તિ જ કામ કરતી નહિ હોય ? અર્જુન કાંઈ સ્વપુત્ર ન હતો, કદાચ કાલે દગો પણ કરે. અશ્વત્થામા તો સ્વપુત્ર જ હતો. તેના દ્વારા દ્રુપદ સાથે બદલો જરૂર વાળી શકાય. દ્રોણના હૈયે વૈરની આ આગ આટલી તીવ્રતાથી ભભૂકી હોય અને તેથી જ તેણે આ બધી બાજી ગોઠવી હોય તો નવાઈ નહિ. એકલવ્યના પ્રસંગમાં દ્રોણે જે કર્યું છે તે મને અનુચિત લાગતું નથી. ધનુર્વિદ્યા વગેરે શસ્ત્રવિદ્યાઓ ક્ષત્રિયને જ શીખવાય, બીજાને નહિ. એ આર્યદેશની વ્યવસ્થાજનિત ભેદરેખાઓ હતી. જેની જેવી કક્ષા. ચાર રોટલી ખાઈ શકનારને ચાર જ રોટલી દેવાય. તેના મિત્રની દસ રોટલી ખાવાની તાકાત હોવાથી તેને દસ રોટલી જ દેવી પડે. પણ આ વખતે કોઈ કહે કે, “પેલાને ચાર જ કેમ આપી ? દસ કેમ નહિ ? આ અસમાનતા ન ચાલે તો તેની વાત બરોબર નથી. જેની જે શક્તિ તે પ્રમાણે તે બધાને દેવું તેનું જ નામ સમાનતા છે. સીધા પગવાળાને સીધા બૂટ અપાય, પણ તેથી કાંઈ સમાનતાની વાત આગળ કરીને એમ ન કહેવાય કે વાંકા પગવાળાને પણ સીધા જ બૂટ આપવા જોઈએ. એકલવ્ય એ ગમે તેમ તો ય અ-ક્ષત્રિય હતો. શસ્ત્રવિદ્યા શીખીને લડવું એ તેનું કામ નહિ. જેમ શાસ્ત્રો ભણવાનું કામ બ્રાહ્મણનું છે, એ કાંઈ ક્ષત્રિયનું કામ નથી. હા, કદાચ એકલવ્ય અર્જુનથી પણ સવાયો નીકળે, અને તેમ જ થયું. પણ તેથી શું થઈ ગયું ! કાદવમાંથી કમળ પેદા થાય, પણ તે કેટલા? વધુ સંખ્યામાં તો કીડા જ પેદા થાય ને? એટલે એકાદ કમળની યોગ્યતા જોઈને બધા કીડાઓને ઉત્તેજન આપી દેવાની ભૂલ તો ન જ કરાય. એ કરતાં તો બહેતર છે કે કમળને કોરું જ રાખી દેવાય. આર્યદેશની મોક્ષલક્ષી ચાર પુરુષાર્થની સંસ્કૃતિ સમગ્ર સમાજના હિતને વધુ પ્રાધાન્ય આપનારી છે. એકાદ વ્યક્તિને બાહ્ય નુકસાન થાય તો થવા દઈને પણ સમષ્ટિને લાભ કરી આપતાં મૂલ્યો અને તેવી મર્યાદાઓની તો રક્ષા કરવી જ રહી. એટલે એકલવ્યને ધનુર્વિદ્યા નહિ શીખવવામાં દ્રોણાચાર્યે કોઈ ભૂલ કરી છે એમ મને કદી લાગતું નથી. એડવર્ડ આઠમાના ગાદીત્યાગ પાછળ બ્રિટનની રાજાશાહીનું કયું મૂલ્ય કામ કરી ગયું છે તે વિચારવામાં આવશે તો એકલવ્યના પ્રસંગના દ્રોણ અન્યાયી કે પક્ષપાતી નહિ લાગે. ‘હલકું લોહી હવાલદારનું' એ કહેવત ઓછી વિચારણીય નથી હોં! નબળાઓને વધુ પડતી સબળાઈ આપી દેવામાં જોખમોનો કોઈ પાર નથી. એ કહેવાતી કરુણા એ નબળાઓનો સર્વનાશ કરનારી છે. દ્રોણાચાર્યના પ્રસંગોમાં “એકલવ્ય'ના પ્રસંગમાં કોઈ આશ્ચર્યજનકતા નથી જ. પણ ઘણી બધી આશ્ચર્યજનતા તો ખુદ દ્રોણની વ્યક્તિગત જીવનઘટના વગેરેમાં મને દેખાય છે. દ્રોણાચાર્યના એકલવ્ય'ના પ્રસંગ વખતની વૈચારિક ભૂમિકાના તેણે જ પોતે કેવા ફુરચા ઉડાવી દીધા છે ! તે ખુદ જ અ-ક્ષત્રિય છે છતાં તેણે ક્ષત્રિયની જેમ શસ્ત્રો હાથમાં લીધા ને જંગે ચડ્યા. શું આ જૈન મહાભારત ભાગ-૧
SR No.009164
Book TitleJain Mahabharat Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2004
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy