SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ વિદુર માંડવ્યઋષિ દ્વારા શાપિત થઈને ધરતી ઉપર જન્મ પામેલો આત્મા તે વિદુર એમ વ્યાસમુનિ કહે છે. અજૈન શૈલીમાં જ્યાં ત્યાં ક્રોધે અંધ બનેલા ઋષિઓના શાપ જોવા મળે છે. જૈનશૈલીમાં આવા પ્રકારની સ્થિતિ પ્રાયઃ જોવા મળતી નથી. વિદુર એ વ્યાસમુનિના દાસી સાથેના સંબંધની પેદાશ છે એવું અજૈન મહાભારતનું કથન પણ જૈન મહાભારતની કથાથી સાવ વેગળું છે. જૈનશૈલીએ તો વિચિત્રવીર્યની જ ત્રણ પત્નીઓ-અંબિકા, અંબાલિકા અને અંબા. એ ત્રણેયના સંતાનો તે ક્રમશઃ ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર. ત્રણેયના પિતા માત્ર વિચિત્રવીર્ય અને ત્રણેયની પત્નીઓ એટલે રાજરાણીઓ ક્રમશઃ ગાંધારી વગેરે આઠ, કુન્તી અને માદ્રી તથા દેવકરાજની પુત્રી કુમુદ વતી. આમાં ક્યાંય નિયોગ કરીને પુત્રપ્રાપ્તિની વાત કે વિદુરના દાસી-પુત્રપણાની વાત આવતી નથી. વિદુરની જેમ કર્ણ, યુયુત્સુ, સંજયને પણ વ્યાસમુનિએ સૂતપુત્ર કહેલ છે. વિદુર સત્તાહીન હતા તેનું કારણ તેના કરતાં તેના મોટા બે ભાઈઓનું-ધૃતરાષ્ટ્ર અને પાંડુનુંદીર્ઘકાળ સુધીનું જીવન હતું. વિદુરની ઘણી વિશેષતાઓ હતી પણ તેમાં આંખે ઊડીને વળગી પડે તેવી વિશેષતાઓ આ હતી (૧) તે સત્તાહીન હોઈને અત્યન્ત સ્પષ્ટ અને નીડર વક્તા હતો. તેની આ તાકાત ભીખને ય આંબી ગઈ હતી. દ્રૌપદી-વસ્ત્રાહરણ વખતની પાંડવોની ફજેતી અને કૌરવોની નીચતાને ભીષ્મ અટકાવી ન શક્યા પણ વિદુરે તેને અટકાવી. પરિસ્થિતિ વધુ પડતી વણસી ત્યારે રાડ નાંખીને વિદુરે જ ધૃતરાષ્ટ્રને કહ્યું હતું કે, “પૂર્વે જે મેં તમને ક કહ્યું હતું કે દુર્યોધન કુલાંગાર છે, તેને જન્મતાં જ મારી નાંખવો જોઈતો હતો. જુઓ હવે, તે કૌરવકુળને કેવા કેવા કલંકો લગાડી રહ્યો છે. હજી પણ મારી વાત માનો અને આ તમારા અધમ પુત્રને જલાવી દો.” વિદુરના આ શબ્દોએ જ ધૃતરાષ્ટ્રને સક્રિય બનાવ્યા હતા અને તેની સખત આજ્ઞાથી જ દુર્યોધન અને દુઃશાસન અટકી ગયા હતા. “જેની પાસે કોઈ સત્તા નથી, જેને સત્તાની કોઈ ખેવના પણ નથી એવા નિઃસ્પૃહી માણસની તાકાત સિંહાસને બેઠેલા ચમરબંધી રાજાઓને પણ ધ્રુજાવી શકે છે' એ મહાસત્ય મહાભારતમાં વિદુરનું જ પાત્ર પ્રગટ કરે છે. (૨) વિદુરની નજરમાં પોતાનો મોટો ભાઈ ધૃતરાષ્ટ્ર હતો. તે તદ્દન મૂર્ખ હતો તે વાતની તેને પાકી ખબર હતી. એમાંય વળી ભત્રીજો દુર્યોધન સાવ નીચ પાક્યો એટલે વિદુરના દયાળુ હૃદયમાં ધૃતરાષ્ટ્ર પ્રત્યેની દયાનો સ્રોત વહેતો રહ્યો. તેને થયું કે, “પોતાની મુખર્જી અને પુત્રના અહંકારના પાગલપનમાં ધૃતરાષ્ટ્ર ખૂબ મોટી ભૂલો કરી બેસશે અને તે ભૂલોના ખોદેલા ખાડામાં પડીને ખૂબ દુ:ખી દુ:ખી થશે. આ ભાઈને કોઈ પણ હિસાબે શક્ય તેટલો વધુ બચાવવો જોઈએ. આ માટે મારે જ-સતત-તેની પાસે રહેવું ઘટે. આ સિવાય બીજો કોઈ ઉપાય જણાતો નથી.” મોટા ભાઈ તરફના સ્નેહનું કેટલું બધું ઊંચું પવિત્ર વિદુરમાં જોવા મળે છે ! જૈન મહાભારત ભાગ-૧
SR No.009164
Book TitleJain Mahabharat Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2004
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy