SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ 'વિશ્વાસઘાતી દુર્યોધન દુર્યોધનની દુષ્ટતાભરી ચાલબાજી એક દિવસ યુધિષ્ઠિરની પાસે દુર્યોધનનો દૂત પુરોચન આવ્યો. દુર્યોધને આપેલો સંદેશો આ પ્રમાણે કહ્યો. “હે યુધિષ્ઠિર ! તું ખરેખર ખૂબ મહાન છે અને હું અધમથી પણ અધમ છું. મેં જુગારની લાલચમાં તને ખેંચીને તારું સત્યાનાશ કાઢ્યું. ભરસભામાં દ્રૌપદીનું વસ્ત્રાહરણ કરીને કૌરવકુળને કાળું કલંક લગાડ્યું. તમને બધાને વનવાસ અપાવ્યો. મારી આ બધી ભયંકર ભૂલોની તું મને માફી આપ. મારા આ પાપોના ઘા રાત-દિ' દૂષ્ક્રયા કરે છે. આથી મને ખૂબ પશ્ચાત્તાપ થાય છે. તું બધું ભૂલી જા અને પુનઃ તમે બધા હસ્તિનાપુરમાં આવી જાઓ. આપણે સહુ હળીમળીને સાથે રહીશું. યુધિષ્ઠિર ! હવે તું જ રાજાધિરાજ અને હું તારો દાસાનુદાસ ! કૃપા કરીને મારી ખાતર તમે તુરત પાછા આવી જવાનું રાખો.” દુર્યોધનનો આ સંદેશ સાંભળીને શ્રીકૃષ્ણ વગેરે ખૂબ ખૂબ રાજી થયા. યોગ્ય અવસરે સહુ હસ્તિનાપુર તરફ વિદાય થયા. હસ્તિનાપુરનું એક પરું હતું, તેનું નામ વારણાવત. ત્યાં દુર્યોધન દ્વારા નવા જ બનાવાયેલા રાજમહેલમાં પાંડવો અને શ્રીકૃષ્ણ વગેરેએ નિવાસ કર્યો. આ મહેલ તમામ ભોગસામગ્રીથી પરિપૂર્ણ બનાવવામાં આવ્યો હતો, છતાં ય જે કોઈ વસ્તુની જરૂર પડે તે તમામ દુર્યોધન પહોંચાડતો હતો. પાંડવોના પુનરાગમનની વાત જાણીને આખું હસ્તિનાપુર હર્ષઘેલું બન્યું હતું. અનેક રાજાઓ યુધિષ્ઠિરને મળવા આવવા લાગ્યા. આગન્તુક રાજાઓની પણ દુર્યોધને અપૂર્વ સેવાચાકરી કરી. પાંડવોને સ્થિર થયેલા અને સુખી થયેલા જોઈને કૃષ્ણ દ્વારકા તરફ વિદાય થયા. બેન સુભદ્રા ઘણા વખતથી માતાને મળવા ચાહતી હતી એટલે તેને સાથે લઈ ગયા. વિદુરના દૂત દ્વારા પ્રપંચનું પ્રાગટ્ય એક દિવસ વિદુરે મોકલેલો દૂત પ્રિયંવદન ત્યાં આવ્યો. તેણે પાંડવોને એકઠા કરીને ખૂબ ખાનગીમાં બેસીને વિદુરનો સંદેશ આપ્યો, જે આ પ્રમાણે હતો. હે પાંડવો ! તમારી આગતાસ્વાગતા કરતા પુરોહિત પુરોચનમાં તમે જરાય વિશ્વાસ મૂકશો નહિ. એ નરાધમ છે. દુર્યોધને તમને બાળી નાંખવાનું કામ તેને સોંપ્યું છે. મેં મારા કાનોકાન દુર્યોધન દ્વારા પુરોચનને સોંપાયેલી આ કામગીરીની વિગતો સાંભળી છે. તમે જે ભવ્ય દેખાતા રાજમહેલમાં ઊતર્યા છો તે શણ, ઘાસ અને તેલનો જ બનાવાયેલો છે. એને સળગી જતાં પળની ય વાર નહિ લાગે. આ માસની કૃષ્ણ ચતુર્દશીએ મહેલ જલાવી દેવાની દુર્યોધને પુરોચનને આજ્ઞા કરી છે.” દૂત દ્વારા વિદુરનો સંદેશ સાંભળીને તે વચનોની સત્યતાની ખાતરી કરી લેવા યુધિષ્ઠિરે દીવાલને જરાક ખોદી. સાચે જ તેમાં શણ અને ઘાસ જ ભરેલું હતું. યુધિષ્ઠિરે માતા તથા પાંડવોનો મત માંગ્યો કે હવે શું કરવું? ભીમ તો એટલો બધો આવેશમાં આવી ગયો હતો કે તેણે મોટાભાઈને કહ્યું કે, “હમણાં જ જૈન મહાભારત ભાગ-૧
SR No.009164
Book TitleJain Mahabharat Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2004
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy