SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ મયણાસુંદરીએ પરમાત્મભક્તિનું સૂક્ષ્મબળ પેદા કર્યું તેના પરિણામે દેવાત્માઓ તેની ઉપર પ્રસન્ન થયા. અંતે તેના પતિનો કોઢ નષ્ટ પણ થઈ ગયો. જ્યાં ક્યાંય પણ પ્રભુભક્તિ, આત્મશુદ્ધિ કે જીવમૈત્રી હશે ત્યાં સૂક્ષ્મબળની જંગી પેદાશ હશે. તે ભક્ત, શુદ્ધ કે મિત્ર આત્મા બ્રહ્માંડમાં કયો ચમત્કાર ન સર્જી શકે તે જ એક સવાલ છે. ધર્મમહાસત્તા એનું કામ કરે જ છે, એનું કામ પૂરેપૂરું કરે છે. માત્ર વાત એટલી છે કે આપણી સમયની અધીરાઈને કારણે એનો સમયગાળો આપણને વધુ લાંબો જણાતો હોય છે. પેલા અંગ્રેજ ચિન્તકે સાચું કહ્યું છે કે, “ઈશ્વરની ચક્કી ચાલે છે ધીમી, પરંતુ પાસે છે તો પૂરેપૂરું.” વસ્ત્રાહરણ : આવેશની પરાકાષ્ટાનો પ્રસંગ આપણે પૂર્વે જ વિચાર્યું હતું કે મહાભારતની કથા એ આવેશો કેટલા ખતરનાક નીવડે છે તેનું ભયાનક સ્વરૂપ રજૂ કરતી કથા છે. દ્રૌપદીના વસ્ત્રાહરણનો પ્રસંગ આવેશની પરાકાષ્ટારૂપ છે. આ વખતે કેટલા બધા આત્માઓની ઉત્તમતા, ખાનદાની કે સત્ત્વની કેવી કસોટી થઈ ગઈ અને લગભગ એ તમામ બિરાદરો કેવા ભુંડી રીતે “નાપાસ થઈ ગયા; દુર્યોધન, દુઃશાસન, કર્ણ, શકુનિ, ભીખ, દ્રોણાચાર્ય, ધૃતરાષ્ટ્ર, ભીમ, યુધિષ્ઠિર ! કોણ બાકી રહ્યું? સિવાય વિદુર ! સાચે જ આ પ્રસંગ જાણ્યા પછી દરેક માણસે પોતાના આવેશને કાબૂમાં લઈ લેવો જોઈએ. કોનો નાનકડો પણ આવેશ ક્યારે દુર્યોધન બનાવી દેશે તે સમજી નહિ શકાય. કલ્પી નહિ શકાય તેટલી ઝડપથી આવેશની જવાળાઓ જીવન-વિકાસને કે ખાનદાનીના ઉપવનને ભરડો લઈને ભડથું કરી નાંખતી હોય છે ! ..છતાં કોઈ દીક્ષા લેતું નથી ! અહીં એક વાત નજરમાં ચડી આવે છે કે આવેશના પ્રત્યાઘાત રૂપે કોઈ સારા માર્ગ તરફ મહાપ્રયાણ-ભાગવતી દીક્ષાનો સ્વીકાર અહીં ક્યાંય જોવા મળ્યો નહિ. સામાન્ય રીતે જૈન કથાપ્રસંગોમાં આવેશનો અંત ભાગવતી પ્રવ્રજ્યાના સ્વીકારમાં રૂપાંતરિત બની જતો હોય તેવું જોવા મળે છે. આવેશના પ્રત્યાઘાતરૂપે દીક્ષા લેતાં પુણ્યવાનો (૧) બાહુબલિએ નાના ભાઈ ભરતની ખોપરીના ચૂરા કરી નાંખવા માટે તેના માથે મૂઠી ઉગામવા સુધીનો આવેશ તો કર્યો, પરંતુ એકાએક તેણે પોતાની ગતિ બદલી નાંખી. એ જ ઉગામેલી મૂઠી બાહુબલિએ પોતાના માથા ઉપર લઈ લીધી, વાળનો લોચ કર્યો અને દીક્ષાના માર્ગે મહાપ્રયાણ કર્યું ! (ર) રૂપના ગર્વની પરાકાષ્ટાએ પહોંચેલા સનતકુમાર ચક્રવર્તીએ “મહાપ્રયાણના માર્ગે ડગ માંડી દીધા ! (૩) પોતાના સંસારી અઠ્ઠાણું પુત્રોના દિમાગમાં મોટાભાઈ ભરતે “આવેશ પેદા કર્યો. સહુ સંસારી પિતા પરમાત્મા આદિનાથ પાસે ગયા. પિતા અને પરમપિતાએ તેમના આવેશને મહાપ્રયાણનો માર્ગ દેખાડી દીધો ! પાણી ઠંડું છે. ઊકળીને તે ગરમ થાય છે, પણ પરાકાષ્ટાએ પહોંચીને તે વરાળ બની જાય છે. આવેશની પરાકાષ્ટામાં તો સંસારીજન સંસાર ત્યાગી મહાપ્રયાણનો યાત્રી જ બની જવો જોઈએ. જૈન મહાભારત ભાગ-૧
SR No.009164
Book TitleJain Mahabharat Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2004
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy