SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રોપદીનો સચોટ સવાલ દ્રૌપદીએ દુર્યોધનાદિને ઉદ્દેશીને એક જબરદસ્ત સવાલ કર્યો હતો કે, “મારા પતિએ પોતાને હારી ગયા બાદ મને હોડમાં મૂકી હતી કે પહેલાં ? જો પોતે હારી ગયા બાદ મને હોડમાં મૂકી હોય તો પોતાને જ હારી ગયેલો માણસ બીજાની ઉપર ક્યાં માલિકી ધરાવે છે, જેથી તેને હોડમાં મૂકી શકે ?” પણ આ સવાલનો ઉત્તર કોઈએ આપ્યો ન હતો. જગતના લોકોને પણ આ વાત કેવી લાગુ પડે છે ? જે માણસો “માનવતા” પણ ધરાવતા નથી, આથી જેમણે પોતાના જ ગુણો ઉપરનો પોતાનો અધિકાર ગુમાવીને જેઓ જીવન હારી ગયા છે, એવા અનેક દોષોથી ભરપૂર લોકોવાલીઓ,ગુરુજનો વગેરેને બીજાઓ ઉપર પોતાનો અધિકાર હોય તે રીતે વર્તવાનો શો અધિકાર હોઈ શકે ? જેની જાત કાબૂમાં નથી એ પરાયાને શી રીતે કાબૂમાં રાખી શકે ? જ્યારે દ્રૌપદીએ દુઃશાસનને કહ્યું કે “રજસ્વલા છું, આ સ્થિતિમાં તારાથી મને અડાય નહિ ત્યારે કર્ણ બોલ્યો હતો કે, “બસ, બસ. તારે વળી આવી મર્યાદા શેની? તું તો પાંચ પતિઓની સંગિની ! વેશ્યા ! વ્યભિચારિણી !” ભીખ : બંધારણીય સત્યવાદી સવાલ એ થાય છે કે ભીખ જેવા પિતામહ-ઉભયપક્ષને શિરોમાન્ય વ્યક્તિએ શા માટે દરમિયાનગીરી કરીને વાતને વણસતી અટકાવી નહિ? તે જો સન્માનપૂર્વક દ્રૌપદીને લઈ જવાની વાત દુર્યોધનને કરત તો વાત તેણે માની જ હોત. તો કેમ ભીખે પોતાનો “વીટો વાપર્યો નહિ? માત્ર મોં ઢાંકી દેવાથી શું થાય ! એનો ઉત્તર એ છે કે ભીષ્મ સત્યના પક્ષમાં ઊભા રહેતા હતા. એમને દુર્યોધનના પક્ષમાં સત્ય દેખાયું હતું. એમણે એ વિચાર કર્યો લાગે છે કે દ્રૌપદીને યુધિષ્ઠિરે જાતે પોતાની સભાન અવસ્થામાં હોડમાં મૂકી છે. યુધિષ્ઠિર તેને ખરેખર હારી ગયો છે. તે પોતે પણ કાન પકડીને તે વાત કબૂલે છે. હવે એક વસ્તુને હારી ગયા પછી તેની સાથે ગમે તેવો વર્તાવ કરવાનો તેના નવા માલિકને અધિકાર છે. એમાં વચ્ચે શી રીતે પડાય ? દ્રૌપદીએ જે સવાલ કર્યો તેનો ઉત્તર તેમણે એવો વિચાર્યું હશે કે યુધિષ્ઠિર પોતાને હારી ગયો એટલે તે દુર્યોધનનો દાસ બની ગયો, પણ તેથી શું તે દ્રૌપદીની ઉપરની માલિકી થોડો ખોઈ બેઠો હતો ? શું દાસને પોતાની પત્ની હોતી નથી ? આમ ભીષ્મની નજરમાં કાયદો હતો. બધું કાયદેસર કરવાની વાત હતી અને વસ્ત્રાહરણ વગેરે કાયદેસર રીતે જ થયા હતા. ટૂંકમાં, ભીષ્મ બંધારણીય-કાયદેસર-સત્યના સમર્થક હતા. પછી તે કાયદેસરતા ભલે ગમે તેટલી જડ હોય, પૂર્વાપરના સંબંધ વિનાની હોય, પરંપરયા પરિણામમાં નુકસાન કરનારી હોય કે બીજી ઘણી ગેરકાયદે પ્રવૃત્તિઓને જન્મ દેવામાં નિમિત્ત બનતી હોય. દ્રૌપદીનું વસ્ત્રાહરણ : કૌરવ-કુળની કીર્તિની કલ્લે આમ દ્રૌપદીની ચિચિયારી અને લજ્જા નહિ લૂંટવાની વિનંતી પણ દુર્યોધનના હૈયાને સ્પર્શી નહિ. તેણે દુઃશાસનને કહ્યું, “તેનું તે એક વસ્ત્ર પણ ઉતારી લો અને જીર્ણ વસ્ત્ર પહેરાવીને દાસીઓની સાથે રહેવા માટે મોકલી આપો.” જૈન મહાભારત ભાગ-૧
SR No.009164
Book TitleJain Mahabharat Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2004
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy