SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ જેને અત્યંત વહાલી પત્ની હતી અને જેની પાસેથી પ્રેમ મેળવીને જ યુદ્ધમાં જે ઉપરાછાપરી વિજય-વાવટા ફરકાવી શક્યો હતો તે અફસરની આ નબળી કડી શત્રુઓએ જાણી લઈને તે સ્પોટ દ્વારા તેને ઘોર પરાજય આપ્યો. ચાલતા યુદ્ધમાં તેને સમાચાર મોકલવામાં આવ્યા કે, “તેની તે વહાલી પત્ની છાવણીમાં કોઈના પ્રેમમાં પડેલી છે.” આ સાંભળતાં જ તે અફસરનું યુદ્ધકીય પોરસ ખતમ થઈ ગયું. તરત તે પીછેહઠ કરતો પકડાઈ ગયો. સિફ્ફીડ નામના કોઈ જર્મને દેવતાઓની સાધના કરીને પ્રસન્ન થયેલા તેમની પાસે વરદાન માંગ્યું કે, “તળાવમાંથી નાહીને બહાર નીકળેલા મારા શરીર ઉપર જ્યાં પાણી છે તે બધો ભાગ અવધ્ય, અદાહ્ય, અછેદ્ય બની રહો.” દુર્ભાગ્યે પીઠમાં એક જગ્યાએ લીલું પાંદડું ચોંટેલું હતું. ત્યાં પાણી બિલકુલ ન હતું. દેવતાઓએ ‘તથાસ્તુ' કહીને વિદાય લીધી. હવે સિમ્ફીડની મારફાડ પુષ્કળ વધી ગઈ. તેણે ચારેબાજુ કાળો કેર વર્તાવી દીધો. તેને કબજે લેવા માટે પ્રજાજનોએ સાધના કરીને દેવતાઓને પ્રસન્ન કરીને ઉપાય પૂછ્યો. તેમણે સઘળી વાત કરી દીધી. પેલા લીલા પાંદડાં જેટલા શરીરના પીઠ-ભાગ અંગે પણ વાત કરી દીધી. કોઈ બહાદુર માણસે સિીડને પડકાર્યો અને પીઠના તે જ ભાગ ઉપર ઘા કરીને ખતમ કરી નાંખ્યો. જીવનની કોઈ પણ નબળી કડી એટલે પતનનું પ્રવેશદ્વાર. સિંહગુફાવાસી મુનિ, સંભૂતિ મુનિ, અષાઢાભૂતિ મુનિ, ફૂલવાલક મુનિ, રાવણ વગેરે “નારી” અંગેની કૂણી લાગણીની નબળી કડીનો આબાદ ભોગ બની ગયા હતા. કંડરિક, મંગુ આચાર્ય વગેરે રસના અંગેની નબળી કડીનો શિકાર બની ગયા હતા. રામચન્દ્રજી જેવા પણ લોકાપવાદના ભયની નબળી કડીનો ભોગ બની ગયા હતા. તેથી જ તેમણે સીતાજીને વનમાં મોકલી આપ્યા હતા. - કલકત્તાનો હાવરાપુલ અખંડિત હતો. માત્ર વચ્ચે એક જ સાંધો (ફલ્ડમ) હતો. આ સાંધાની જો કોઈ શત્રુને ખબર પડી જાય તો ત્યાં જ બોમ્બ નાંખીને પુલના ટૂકડા કરી દઈને બધો લશ્કર અંગેનો વાહન-વ્યવહાર છિન્નભિન્ન કરી શકે. આથી તે વખતના અંગ્રેજોએ તે ફક્કમના જાણકાર ઈજનેરને “શૂટ’ કરીને મારી નાંખ્યો હતો, જેથી તેના ફૂટી જવાનો સવાલ જ પેદા ન થાય. દુર્યોધન અને શકુનિ ધૃતરાષ્ટ્રના મહેલ તરફ જેમ યુધિષ્ઠિર જુગારની નબળી કડીનો ભોગ બન્યો હતો તેમ ધૃતરાષ્ટ્ર પુત્રમોહની નબળી કડીનો કાતીલ શિકાર બન્યો હતો. એથી જ એ અંદરથી પણ અંધ હતો. બહારના અંધાપા કરતાં ય ભીતરનો અંધાપો વધુ ખતરનાક નીવડ્યો હતો. અહીં મને ગૌતમ બુદ્ધ યાદ આવે છે. તે જયારે શ્રાવસ્તીમાં હતા ત્યારે રાત્રિના સમયે તેમનો સંસારી પુત્ર રાહુલ મળવા આવ્યો. બુદ્ધ કહ્યું, “અત્યારે નહિ મળાય. હાલ તો જયાં જગા મળે ત્યાં સૂઈ જા. સવારે વાત.” જૈન મહાભારત ભાગ-૧
SR No.009164
Book TitleJain Mahabharat Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2004
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy