SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ આવતી રૂપવતી પનિહારીને રાજકુમારે જોઈ. તેના નાકના લટકણિયાનું મોતી હોઠ ઉપર સરસ રીતે ઝૂલી રહ્યું હતું. તે જોઈને રાજકુમાર બોલી ઊઠ્યો, “ધિસુત મોતી બાલા વદન પેં શોભાસે ઝુલંત.’ અને... બીજી જ પળે તેના મિત્રે તેને સંભળાવી દઈને સચેત કરી દીધો, “જૈસી ભુજા સિકંદરી, પંથી મના કરંત.” જ્યાં મોટો ભય હતો તે સ્થળે દરિયામાં સિકંદર બાદશાહે હાથ જેવું લાંબું લાકડું ગોઠવાવ્યું હતું. તે ‘રેડ સિગ્નલ’ નું કામ કરતું હતું. પવનથી સતત આમતેમ હાલ્યા કરતું, જાણે કે સિકંદરીભુજા મુસાફરોને કહી રહી હતી કે, “આ બાજુ કોઈ આવજો મા ! અહીં મોટું વમળ છે. તમે માર્યા જશો.” કુમારિકાના લટકણિયાનું ઝૂલતું મોતી યુવાનોને કહી રહ્યું હતું કે, “નારીના આ લસલસતા રૂપના વમળ પાસે - અહીં - કોઈ આવજો મા, નહિ તો માર્યા જશો.’’ આ વાક્ય સાંભળીને રાજકુમારની કામવાસના શાન્ત થઈ ગઈ. નિઃસ્પૃહીઓની અજબ ખુમારી સંસારની તુચ્છ ચીજો માટે જે લલચાઈ પડે છે તેઓ જ તેવી ચીજોનો ભોગ પામવા માટે કોઈના મિત્ર બનીને તેની ખુશામતખોરી કર્યા કરે છે. જેને સાંસારિક ચીજ લાખ રૂપિયાની હોય તો પણ લલચાવી જ શકતી નથી તેને કોઈના મિત્ર બન્યા પછી તેના ચમચા બનવાનું કાળું પાપ કરવું પડતું નથી. પૌદ્ગલિક પદાર્થોથી જે સાવ નિઃસ્પૃહ છે તેની તાકાત કોઈ અજબગજબની હોય છે. દેવોના રાજા પણ એવા માણસોની નિર્ભીકતાથી ડરતો હોય છે. (૧) ગ્રીક ફિલસૂફ ડેમોસ્થિનિસને રાજગુરુ બનવાનું શાહી આમંત્રણ મળ્યું હતું પણ તેણે તેનો અસ્વીકાર કરી દીધો હતો. ત્યારબાદ જે માણસ રાજગુરુપદે નિયુક્ત થયો તે ડેમોસ્થિનિસને ઠપકો આપવા માટે તેની પાસે આવ્યો. તે વખતે ડેમોસ્ફિનિસ ઘરના વાસણ માંજતો હતો. પેલા નૂતન રાજગુરુએ એ દૃશ્ય જોઈને વ્યંગમાં કહ્યું, “ડેમોસ્થિનિસ! રાજાની ખુશામત કરતાં થોડુંક પણ તમને આવડ્યું હોત તો આ વાસણો માંજવાનો તમારો સમય ન આવત.” વળતા વાક્યે ડેમોસ્થિનિસે સણસણતો જવાબ આપ્યો, “ભાઈ ! તને વાસણો માંજતાં જો આવડ્યા હોત તો આ નશ્વર અને માટીપગા રાજાની ખુશામત કરવાનું પાપ કરવાના દિવસો તારા જોવાના ના આવત.” (૨) ધર્માન્ધ બાદશાહ ઔરંગઝેબે ભાઈ દારાને તો મારી નાંખ્યો, પણ તે પછી તેના તરફી માણસોને પણ તે ખૂબ ત્રાસ આપતો. દારાનો એક ખાસ મિત્ર સરમદશાહ. તેને ખતમ કરવા માટે બાદશાહે રાજસભામાં બોલાવ્યો. સરમદશાહ દિગંબર રહેતો હતો. તે નિમિત્તે પકડી લઈને ઔરંગઝેબે તેને કહ્યું,“ઓ નિર્લજ્જ ! ભિખારી ! બાદશાહની સામે નગ્ન ઊભો રહેતાં તને શરમ નથી આવતી ?” ગંભી૨ વદને સરમદશાહે કહ્યું, “બાદશાહ ! પોતાના ભાઈઓના પણ જેણે જાન લઈને લોહીથી હાથ ખરડ્યા હોય તેને વસ્ત્રો પહે૨વાની જરૂર છે, મારે નહિ.” આવું બેધડક સુણાવી દેવાની તાકાત કેટલા માણસોમાં હશે ? (૩) બાદશાહ અકબરે કવિ ભૂખણની પ્રભુભક્તિમાં લયલીનતાની ખ્યાતિ સાંભળીને વારંવાર રાજદરબારમાં આવવાનું આમંત્રણ મોકલ્યું. છેવટે ન છૂટકે, મિત્રોના ભારે દબાણને વશ થઈને જૈન મહાભારત ભાગ-૧
SR No.009164
Book TitleJain Mahabharat Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2004
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy