SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજા ઉપર કર નાંખવાનું સૂચન કર્યું. નવાબ ગરમ થઈને બોલ્યા, “મેં રૈયતકો દઉં કે ઉનસે લઉં ?” મેવાડી સિંહ મહારાણા પ્રતાપ ! અકબરને અંત સમય સુધી ન ઝૂક્યા તે ન જ ઝૂક્યા. ગોંડલનરેશ ભગવતસિંહજી ! બીજાની મદદ માટે કેટલીય વાર લાકડાના ભારાવાળી બાઈએ ઊભા રહેવું પડે છે તે એક વાર તેમણે જોયું. તેણે ઠેર ઠેર પથ્થરના ઊંચા ચોરસાઓ બનાવી દીધા ! સિદ્ધરાજ જયસિંહ ! પ્રજા માટે રાજ તરફથી તળાવ બની રહ્યું હતું. તેમાં કોઈ શેઠને લાભ લેવો હતો. તેણે ખાનગીમાં કોષાધ્યક્ષને ત્રણ લાખ સોનામહોરો તળાવ-બાંધકામ ખાતે આપી દીધી. પણ ચકોર રાજાએ વાત પકડી પાડીને તેને બોલાવીને તેની રકમ પરત કરતાં કહ્યું, “ભાઈ ! પ્રજાના કામ રાજા જ કરે. એ લાભ તો મારે જ લેવાનો હોય.” પાલનપુરના નવાબસાહેબ પોતાના જ્યેષ્ઠ પુત્ર સાથે ભોજન કરતા હતા. તે વખતે ગામનું મહાજન આવ્યું. તેમની સાથે વાતો ચાલતી હતી ત્યાં રસોઈયાને બૂમ મારીને યુવરાજે કહ્યું, “મચ્છી લાવ.” અને... તરત જ નવાબે તેને એક તમાચો લગાવી દીધો. તેમણે કહ્યું, “મહાજન બેઠું છે ! મચ્છી માંગતાં શરમ નથી આવતી !” સમ્રાટ વિક્રમાદિત્યને ખબર પડી કે તેમના નગરનો એક બ્રાહ્મણ એટલા માટે ખૂબ ગરીબ છે કે તેના ઘરમાં દરિદ્રનારાયણની પ્રતિમા છે. સમ્રાટે આદેશ કરીને પ્રતિમા પોતાના મહેલમાં મંગાવીને રાખી લીધી ! પરિણામની લગીરે પરવા કર્યા વિના ! રાજા વીરધવળ મૃત્યુ પામ્યા ત્યારે આઘાત ખાઈ ગયેલા અનેક માણસો તેની ચિતામાં કૂદી પડીને મોતને ભેટ્યા હતા. આવા તો કેટલાય દષ્ટાન્તો છે, જેમાં રાજવંશી બીજમાં પડેલી પ્રજાપાલકતા, પરદુઃખભંજનતા, દયા, નિઃસ્પૃહતા, શીલ વગેરેના આદર્શ પ્રસંગો જોવા મળે. અંતે લોકશાહી ‘સુ-લોકશાહી' બને અંગ્રેજોને આ રાજાશાહી ખતમ કરવી હતી એટલે તેમણે ભેદી નીતિઓ અમલમાં મૂકી. રાજકુમારોને પરદેશી યુનિવર્સિટીઓમાં શિક્ષણ અપાવ્યું અને તેની સાથે તેમને વિલાસપ્રિય બનાવ્યા પછી પ્રજાજનો સમક્ષ રજૂ કર્યા. રાજાશાહીને ‘ખરાબ’ તરીકે ચિતરાવી. ભોળી ભારતીય પ્રજાએ ઉશ્કેરાઈને તેને ઉખેડી નાંખી. ભારતની રાજાશાહીનું અસલ સ્વરૂપ જોવું હોય તો અંગ્રેજોએ ભ્રષ્ટ કરેલી છેલ્લા સાડા ત્રણસો વર્ષની રાજાશાહીમાં નહિ જોવા મળે. તે માટે એ પૂર્વના કાળની રાજાશાહી તરફ જ નજર નાંખવી પડશે. હા, ઘઉંમાં કાંકરા તો જડી આવે પણ ઘણા ઘઉંમાં થોડાક કાંકરા હોય તો બધા ઘઉં કાંઈ ફેંકી ન દેવાય. આજની લોકશાહી તો ઘણાં કાંકરામાં ઘઉં જેવા માણસોની છે, છતાં ય જો તે સાચવવા જેવી લાગતી હોય તો ઘણા ઘઉંમાં થોડાક કાંકરા જેવી રાજાશાહી વધુ સાચવવા જેવી ન લાગે શું ? જો કે હવે તો વાત એટલી વણસી ગઈ છે કે રાજાશાહીનો વિચાર કરવો ય મુશ્કેલ બન્યો છે. હવે તો લોકશાહી જ સુ-લોકશાહી બને તો ય ઘણું એમ લાગે છે. પણ તે માટે ય ધર્મ વિના તો નહિ જ ચાલે. લોકશાહીમાં ‘સુ'નું તત્ત્વ ધર્મથી જ દાખલ થઈ શકશે. જૈન મહાભારત ભાગ-૧
SR No.009164
Book TitleJain Mahabharat Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2004
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy