SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ કાળને કાળનું કામ કરવા દો. માણસ “અહીં ખૂબ જ વામણો છે. ધર્મશ્રદ્ધાને કદી છોડશો નહિ સહુએ વિધિવત્ અને વિશુદ્ધ મોક્ષલક્ષી ધર્મધ્યાનમાં લાગી પડવું જોઈએ. હવે તો ધર્મ એ જ રાજકારણ. આ ધર્મ થોડો પણ હોય તો ય તેની તાકાત વિરાટ છે. રાઈનો નાનકડો પણ દાણો પણ મોંમાં ચમચમતો હોય છે. નાનકડી પણ કાંકરી ઘડાને ફોડી નાંખે છે. નાની પણ ચિનગારી હજારો ટન રૂની ગંજીને સળગાવી નાંખતી હોય છે. ધર્મમાં અવિહડ શ્રદ્ધા ધરાવતા વર્ગની ધર્મ પ્રત્યેની શ્રદ્ધા હચમચી ઊઠે તેટલું નાસ્તિતા-તરફી પુણ્ય વગેરેનું જોર આજે વધી રહેલું જોવા મળે છે. પણ સબૂર ! આ પલટો રાતોરાત; રે ! ક્ષણોમાં લાવી દેવાની ધર્મમહાસત્તાના બળોમાં તાકાત છે. સવાલ માત્ર સમયનો છે. સહુએ ધીરજ રાખીને પોતાની ધર્મશ્રદ્ધાને જરા પણ હચમચાવી દેવી ન જોઈએ. પેલું વાક્ય મને યાદ આવે છે, “ભગવાન ! (ધર્મ મહાસત્તા) તેરે રાજ મેં દેર છે. (અંધેર નહિ.)” ફરી એક વાર જણાવવાનું દિલ થાય છે કે ધર્મપ્રેમી લોકોએ હાલ કોઈ માથાકૂટમાં પડ્યા વિના કોઈ બાહ્ય-સામાજિક કે રાજકીય પ્રવૃત્તિથી વેગળા જ રહેવું જોઈએ અને એકાન્ત મોક્ષલક્ષી ધર્મક્રિયાઓમાં વધુ ને વધુ તન્મય બનવું જોઈએ. જે વ્યક્તિ આવું જીવન જીવશે તે જ જીવનમાં સુખ અને શાન્તિ પામી શકશે. જે કુટુંબમાં આવું જીવન સહુ જીવતા હશે તે કુટુંબ જ સુખ, શાન્તિ અને સંપના દર્શન કરી શકશે. બાકીના તમામને આજનો “ચુ-વેવનો ઝંઝાવાતી મહાપ્રલય સમો મહાકાળ ભરખીને જ રહેશે. એમાંથી કોઈ ઊગરી શકે તેમ નથી. નાગશ્રીનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. એ ગમે ત્યાં રખડીને પોતાનું જીવન પૂરું કરવા લાગી. એને સોળ ભયાનક રોગો પેદા થયા. નારકની ગતિ જેવી કારમી પીડાનો તે ભોગ બની ગઈ. રિબાઈને મૃત્યુ પામેલી નાગશ્રી દરેક નરકમાં બે બે વાર ઉત્પન્ન થઈ. પૃથ્વી, જલ, અગ્નિ વગેરેમાં પણ તેણે અગણિત વાર જન્મો લીધા. આવો તો પુષ્કળ કાળ પસાર થઈ ગયો. ભ્રમણાઓથી ભવનું ભ્રમણ કેવો છે આ સંસાર ! જયાં સુખ ક્ષણનું છે. પાપ મણનું છે. પરિણામે દુઃખ ટનનું છે. શું ભોગવાય આ સંસારના વિષયસુખો ! એની આસક્તિથી અનેક પાપો થાય. એ પ્રત્યેક પાપ અનેક દુઃખો લાવીને ઝીંકે. તો, એ ક્ષણના વિષયસુખની લાલચ છોડી દેવી તે જ સારું નહિ? જૈન મહાભારત ભાગ-૧
SR No.009164
Book TitleJain Mahabharat Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2004
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy