SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ માટે છોડાવી દઉં એવી મહા-કરુણાભાવના પેદા થાય છે. આથી જ તેઓનો આત્મા છેલ્લા ભવમાં તીર્થકર થાય છે. જો જિન આવા હોય તો જૈનો તેવા જ હોવા જોઈએ ને ? જો ભગવાન આવા હોય તો ભગવાન થવાની ઈચ્છા ધરાવતા તમામ ઈન્સાન આવા હોવા જોઈએ ને ? ધર્મી અને હૈયાનો કઠોર ! એ વાત અત્યંત વિરોધી છે. ખરો ધર્મી હૈયાનો કઠોર હોઈ શકે જ નહિ. હૈયામાં કરુણાની ભીનાશ અને મગજમાં પ્રસન્નતાની ઠંડક જેની પાસે ન હોય તેવા કઠોર અને ક્રોધીને ધર્મીજન શી રીતે કહી શકાય ? કરુણાની પરાકાષ્ટા દર્શાવતાં દૃષ્ટાન્તો (૧) જ્યારે અગ્નિકાપુત્ર નામના જૈનાચાર્યની પોતાની જ સંસારી સ્ત્રી વ્યન્તરી દેવી થઈને, એ જૈનાચાર્ય નાવડી દ્વારા નદી પાર કરતા હતા ત્યારે તેમની ઉપર વૈરભાવથી ત્રાટકી અને તેમના પેટમાં ત્રિશૂલ હુલાવી દઈને તેમને ઊંચક્યા. એ વખતે નદીના પાણીમાં તેમના લોહીની ધાર પડવા લાગી, માંસના કટકા ય પડવા લાગ્યા. તે વખતે તે જોઈને જૈનાચાર્ય પોતાનું મરણાન્ત દુ:ખ તો સાવ વિસરી ગયા પણ તેમને એ વાતનું ભારે દુઃખ થવા લાગ્યું કે, “મારા મરતાં મારા લોહી વગેરેથી પાણીના અસંખ્ય જીવો મરી રહ્યા છે ! બિચારા, નિર્દોષ જીવોનો કચ્ચરઘાણ બોલાવવામાં હું કેવો નિમિત્ત બની ગયો છું !” અહીં કરુણાની કેવી પરાકાષ્ટા જોવા મળે છે ! (૨) રાજાની આજ્ઞાથી અંધક નામના મુનિના શરીરની તમામ ચામડી ઉતરડી નાંખવા માટે આવેલા મારાંઓને મુનિએ કહ્યું, “ભાઈ ! તમે લોકો મારા ખૂબ ઉપકારી છો કે મારા અનંત કર્મોનો તમે ક્ષય કરી આપશો. તમે કહો તે રીતે ઊભો રહું. તમારું કામ કરવામાં તમને જરાય તકલીફ પડવી જોઈએ નહિ.” (૩) પરમાત્મા મહાવીરદેવને લાગટ છ માસ સુધી કારમો ત્રાસ દઈને પાછા ફરતાં સંગમક નામના દેવની પીઠ જોઈને પ્રભુની આંખોમાં એ વિચારે આંસુ આવી ગયા હતા કે, “આ આત્માએ મારા તો ઘણાં કર્મોનો ક્ષય કરી આપીને મારું તો ખૂબ સરસ કામ કરી આપ્યું, પણ હવે એનું બિચારાનું શું થશે? અરેરે ! મારા ઉપકારી બનેલા તેની ઉપર હું કશો જ ઉપકાર કરી શક્યો નહિ (૪) લૂખી રોટલીની થપ્પી મોંમાં ઉપાડીને ભાગતા કૂતરાને પેલા સંન્યાસી બૂમો પાડીને કહેવા લાગ્યા, “ઓ ભગવાન ! આવું શું કરો છો? ઘી ચોપડ્યા વિનાની રોટલી તમે ખાઓ તેમાં મારી શી આબરૂ? ઊભા રહો હું ઘી ચોપડી દઉં.” આમ કહીને ઘીની વાઢી લઈને સંન્યાસી તે કૂતરાની પાછળ દોડ્યા. કૂતરો ય ઊભો રહી ગયો. પ્રત્યેક રોટલીને ઘી ચોપડીને સંન્યાસીએ તેને ભારે વહાલથી બધી રોટલી ખવડાવી દીધી ! (૫) પેલા મહર્ષિએ પોતાના જ આશ્રમમાં માલનું પોટલું બાંધીને લઈ જવાની તૈયારી કરતા ચોરોને જોયા. તેમને પોટલું ઊંચકાવવામાં તે મહર્ષિએ જ મદદગાર બનવાની તૈયારી બતાવી ત્યારે ચોરો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. (૬) પેલો સંત ? તેને ચકલાંઓથી ખેતરનું રક્ષણ કરવાનું કામ સોંપાયું. તે ખેતરે ગયો. જૈન મહાભારત ભાગ-૧
SR No.009164
Book TitleJain Mahabharat Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2004
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy