SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ તો ય પાંડવો તો પાંચ જ રહેશે. જા મા ! જા, તારી માંગણી “પાંડવો પાંચ રહેવા જોઈએ તે મને કબૂલ છે.” બિચારી કુન્તી ! વીલે મોંએ ચાલી ગઈ. હા, અર્જુન સિવાયના પાંડવો માટે અભયનું વચન મેળવીને. આ કોલ આપવાના કારણે જ એક વાર યુદ્ધમાં કણે મોતના સપાટામાં આવી ગયેલા ભીમને જીવતો જવા દીધો હતો. આવો હતો કર્ણ દાનેશ્વરી ! કૃતજ્ઞ ! પ્રતિજ્ઞાપાલક ! બુદ્ધિમાનું ! કર્ણના હૈયામાં કેટલી બધી ઋક્ષતા અને નઠોરતા આવી ગઈ છે તે વાત મા-દીકરા વચ્ચે થયેલા ઉપર્યુક્ત સંવાદમાંથી સ્પષ્ટ સમજાય છે. આ હાર્દિક સ્થિતિ પેદા થવામાં કેટલાક સંયોગો કારણ બની ગયા છે. કર્ણને આવો કઠોર તે પ્રસંગોએ બનાવી દીધો છે. પરશુરામે તેના વિદ્યાભ્યાસના સમયમાં શાપ આપ્યો (વ્યાસ-મહાભારત), કૃપાચાર્યે કુળ પૂછ્યું, ભીમે ચાબૂક પકડવાની સલાહ આપી, દ્રૌપદી-સ્વયંવરમાં દ્રૌપદીએ તેની તરફ મોં બગાડ્યું. આ બધી ઘટનાઓથી કર્ણમાં હીનભાવ પેદા થયો. આશ્રિતોના અપરાધમાં વડીલો કારણ કર્ણનું પાત્ર જ્યાં સુધી મહાભારતમાં વંચાશે ત્યાં સુધી તે વડીલશાહીને વટથી ભોગવતા વડીલો-માબાપો, મોટાભાઈઓ, શિક્ષકો અને ગુરુઓ વગેરેને સતત કાનમાં કહેતું રહેશે કે, “તમારા આશ્રિતોને તમે વાતે વાતે તિરસ્કારી ન નાંખો. એમને હડધૂત ન કરો, સ્વમાનને કઠોર શબ્દોથી ઘાયલ ન કરો. નાનાઓને પણ યથાયોગ્ય માન આપો, વાત્સલ્ય તો ભરપૂર આપો અને ધાક માત્ર દેખાવ પૂરતી રાખો.” કર્ણનું પાત્ર એ બાળશિક્ષણ કેવી રીતે આપવું જોઈએ તે અંગેનું અત્યન્ત પ્રેરક પાત્ર છે. સહુથી તિરસ્કારાયો કર્ણ, માટે જ તે હૈયાનો ઋક્ષ અને વાણીનો કઠોર બની ગયો, નહિ તો અનેક વિશિષ્ટ ગુણો ધરાવતો કર્ણ ભરસભામાં રજ:સ્વલા દ્રૌપદીની “એ તો વેશ્યા છે. એને વળી લાજ કેવી ?” એવા ક્રૂર શબ્દોથી કદી મશ્કરી કરે ખરો ? વડીલોની બાળકો વગેરે આશ્રિતોને ઉછેરવાની અણઆવડતના કારણે જ નેવું ટકા આશ્રિત વર્ગ વિકૃત પદ્ધતિના સ્વભાવનો ભોગ બની જતો હોય છે. પોતાની અણઆવડતથી બગડેલાં બાળકો વગેરેને વળી પાછા એમની ભૂલો બદલ ધિક્કારે છે તે જ વડીલો. આ તે કેવી નાદીરશાહી ! મેં એવા બાળકો જોયા છે જેમણે બાળવયમાં ભયથી મુતરાવી દેવા સુધીની સખત મારપીટ થવાના કારણે પોતાની હિંમત ગુમાવી દીધી છે. અરે ! એમના શબ્દો પણ ધ્રૂજતાં બોલાતા સાંભળ્યા હૈયામાં પેસી જતી ભયગ્રન્થિની ભેંકાર ફડક વર્ષો સુધી ગભરાટમાં રાખી મૂકતી હોય છે. એક વાર પડી ગયેલા ખરાબ સંસ્કારો કે કુટેવોને મોટી ઉંમરે કાઢવાનું કામ ખૂબ મુશ્કેલ બની જાય છે. ઘણું કરીને તો એ દોષો નીકળતા જ નથી, સિવાય દેવગુરુની કૃપા. આવા લોકો પોતાની નબળી કડીનો હાર્દિક એકરાર કરતાં એક જ વાત કરે છે, “બધી ખબર છે, જૈન મહાભારત ભાગ-૧
SR No.009164
Book TitleJain Mahabharat Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2004
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy