SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ હા, માને ભેટવાની અને વહાલ કરવાની મારા જીવનની આ પહેલી જ... અને.. ખચકાતે ખચકાતે કર્ણ બાકીનું વાક્ય બોલ્યો, “છેલ્લી પળો છે. હું આ પળોનો પૂરેપૂરો ઉપયોગ કરી લેવા માંગું છું. હાલ મારે રાધેય કે કૌન્તયની કોઈ ચર્ચા કરવી નથી. મા...! મા..! મને તારી સાથે ધરાઈને વહાલ કરવા દે. મા ! હવે વાણી બંધ કર. વહાલને જ બોલવા દે... વાતો પછી, હમણાં માત્ર વહાલ ! મોંઘેરું વહાલ ! પહેલું અને છેલ્લે વહાલ ! મા ! તું હાલ કશું ન બોલ... મને પ્રેમ કર.” અને... વાણી બંધ થઈ ગઈ ! માતા અને પુત્રના એ વહાલનું દર્શન કરીને પવન પણ સ્થિર થઈ ગયો ! નદીના વહેણ પણ જાણે સ્તબ્ધ થઈ ગયા ! એ સ્થિતિમાં કેટલોક સમય પસાર થઈ ગયો ! કર્ણને લાગતું હતું કે પોતાના જીવનની સર્વોત્કૃષ્ટ પળોમાંથી એ પસાર થઈ રહ્યો હતો. આ સિવાય એને જાણે બીજું કશુંય જોઈતું ન હતું. પણ કુન્તીએ એ આનંદની ધારા તોડી. એના હૈયે સ્વાર્થ હતો, એના સ્વાર્થમાં મેલ હતો, એના મેલમાં બૂ હતી. એ મા તરીકે જેટલી અનુભૂતિ કરી શકી તેથી ઘણી વધુ અનુભૂતિ પુત્ર તરીકે કરવામાં કર્ણ સફળ થયો. કુન્તીએ કહ્યું, “બેટા ! હવે તું તારી જાતને રાધેય કહેવાનું છોડી દે. તું તને “કૌન્તય' કહે.” કૌન્તય કહેવડાવવા કર્ણનો ઈન્કાર કણે કહ્યું, “મા ! આ વાત રજૂ કરવામાં તું ઘણી મોડી પડી છે. વળી હું મારી જાતને કૌન્તય શા માટે કહું? જે કુન્તીએ મા મટીને ડાકણ બનવા જેવું અકાર્ય કર્યું, મને જન્મતાંની સાથે પાણીમાં નાંખી દીધો, એવી કુન્તીના પુત્ર તરીકે મારી જાતને સંબોધવામાં હું ખૂબ હીણપત અનુભવું છું. મા તો મારી રાધા, જેને માટે હું પરાયો હતો છતાં મને એના જીવન કરતાં ય વહાલો ગણ્યો. મારા સુખ ખાતર એણે એના સુખ, શાન્તિ અને આરામને ગૌણ ગણ્યા. એવી મહામાતા રાધાના પુત્ર તરીકે જગતમાં પંકાવામાં જ હું મારું પરમ સદ્ભાગ્ય માનું છું. તું આ આગ્રહ છોડી દે. મને તારા જેવી માતા તરફ સભાવ તો નથી જ થતો બલકે ધિક્કાર પેદા થાય છે. મારા ભાગ્ય મને યારી ન આપી હોત તો તે મને પાણીમાં ડુબાડી દીધો હોત ને ? કોનો વાંક ? કોને સજા ? ના, એ તો નહિ જ બને. હું રાધેય જ છું, રાધેય જ કહેવડાવીશ, રાધેય કહેવડાવવામાં જ ગૌરવ અનુભવીશ. ડાકણનો પાઠ ભજવતી ક્ષત્રિયાણીના પુત્ર તરીકે પંકાવા કરતાં માતાનો પ્રેમ દેતી સૂતીના પુત્ર તરીકે પંકાવામાં જ હું ગૌરવ માનું છું. મને નથી ખપતા એ આર્યદેવના વર્ણવ્યવસ્થાના પાઠો, જો તેમાં કોઈ અપવાદ સ્વીકારાયો ન હોય તો.” કર્ણના આ શબ્દો કુન્તી માટે આગઝાળ બન્યા. પણ કુન્તી લાચાર હતી. પોતે જ કરેલી ભયાનક ભૂલનો બચાવ કરવા જેટલી દુષ્ટતા આચરવાની હિંમત તેના સ્વભાવમાં જ ન હતી. માથું નીચે રાખીને તે પોતાનો અપરાધ કબૂલતી બેસી રહી. ફરી વ્યાપેલી નીરવતાનો ભંગ કરીને ક કહ્યું, “મા! તું અહીં કેમ આવી છે? તારે શું જોઈએ છે ? તે મને કહે.” કુન્તીએ કહ્યું, “બેટા ! ઘરે ચાલ. પાંડવોના જયેષ્ઠ બંધુ તરીકેનું જીવન શરૂ કર. યુધિષ્ઠિર પણ તારી સેવામાં સમુત્સુક બનશે.” કર્ષે કહ્યું, “એ તો કદાપિ સંભવિત નથી. મેં મારું સર્વસ્વ-મારા પ્રાણસુદ્ધાં-દુર્યોધનને સમર્પિત જૈન મહાભારત ભાગ-૧
SR No.009164
Book TitleJain Mahabharat Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2004
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy