SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ કર્યું અને બે ય સામસામાં આવી ગયા, જોરજોરથી હુંકારા કરવા લાગ્યા, પગ પછાડવા લાગ્યા. કેટલાક અર્જુન પક્ષે હતા, કેટલાક કર્ણ પક્ષે હતા. સહુ તેમનું દ્વન્દ્ર યુદ્ધ જોવા માટે ઉત્સુક બની ગયા. એ વખતનું દશ્ય જોઈને કુન્તી આઘાતથી બેભાન થઈને જમીન ઉપર પડી ગઈ. વિદુર તેની સેવામાં લાગી ગયા. લડાઈના કટુ પરિણામોની શક્યતા વિચારતાં પાંડુનું મુખ ફિક્કુ પડી ગયું. કૃપાચાર્યું તે જોઈને મનોમન દ્વન્દ્ર યુદ્ધ ટાળવાનો નિર્ણય કરી લીધો. તે પોતાના સ્થાનેથી ઊઠીને કર્ણની પાસે આવ્યા. કૃપાચાર્યે કર્ણને કહ્યું, “તારે અર્જુન સાથે દ્વન્દ્ર ખેલવું જ હોય તો તારી જાત તારે જણાવવી પડશે તારા માતાપિતા તારે જાહેર કરવા પડશે. અમને આ બાબતમાં કેટલીક પાકી શંકાઓ છે.” આ સાંભળતાંવેંત દુર્યોધન પગથી માથા સુધી સળગી ગયો. તેણે ખૂબ જ કઠોર ભાષામાં કહ્યું, “માણસના કુળ અને માતાપિતા વિશે પૂછતાં શરમ આવવી જોઈએ. માણસ કુળાદિથી મહાન છે કે તેના શૌર્ય વગેરેથી? અત્યારે જ કર્ણ અર્જુન સાથે દ્વન્દ ખેલીને પોતાનું શૌર્ય બતાવી આપશે.” કર્ણનો અંગદેશના રાજા તરીકે અભિષેક દુર્યોધને કર્ણની સામે નજર કરી. એ વખતે અસહ્ય આઘાતથી ભીતરમાં કણસતા કર્ણની દયનીય મુખાકૃતિ જોઈને દુર્યોધન સમસમી ઊઠ્યો. કૃપાચાર્ય દ્વારા નાના માણસોની ક્રૂર કતલ ચલાવાઈ છે એવો તેને આભાસ થયો. કર્ણના મોં ઉપર ઊભરાઈ ઊઠેલી, “પોતે સૂતપુત્ર છે એવા ખ્યાલમાંથી પેદા થયેલી લઘુતાગ્રંથિની લાગણીઓ સ્પષ્ટ વંચાતી હતી. દુર્યોધનથી એ ન ખમાયું. એણે પગ પછાડીને મોટેથી બૂમો પાડતાં કહ્યું કે, “તમને કુલવાન અને જાતિવાન માણસોના મનમાં જ એવી રાઈ હોય કે અર્જુન રાજા સિવાય કોઈની સાથે યુદ્ધ ખેલતો નથી તો આ હમણાં જ હું કર્ણને અંગદેશના રાજા તરીકે અભિષિક્ત કરું છું.” આટલું કહીને તત્કાળ પુરોહિતાદિને બોલાવીને, કર્ણને સુવર્ણના સિંહાસન ઉપર બેસાડીને દુર્યોધને અંગદેશના રાજા તરીકેની અભિષેક- વિધિ કરી લીધી. એક સારથિપુત્ર એકાએક અંગરાજ બને એ કલ્પનામાં ન આવે તેવી ઘટના હતી. ખુદ કર્ણ પણ તે ઘટના સ્વપ્ન છે કે સત્ય ? તેને જાણવા માટે પોતાને ચૂંટી ખણતો હતો. સ્વાર્થના દાવ ખેલવામાં નિપુણ દુર્યોધન કર્ણની અંગરાજ તરીકેની દુર્યોધને પ્રતિષ્ઠા કરતાં કર્ણ દુર્યોધન પ્રત્યે અત્યંત ઋણાર્ન બની ગયો. કર્ષે દુર્યોધનને પૂછ્યું, “હું આનો બદલો શો વાળીશ ?” દુર્યોધને કહ્યું, “અરે ! મૈત્રીનો મને કોલ આપીને..” કણે કહ્યું, “અરે મૈત્રીનો જ કોલ ! ના, ના, દુર્યોધન ! તું કહે તો તારી ખાતર ગમે તે પળે મારા પ્રાણ પણ આપી દેવાનો હું તને આ પળે કોલ આપું છું. મારું આ વચન કદાપિ ભગ્ન બનશે નહિ તેની તું ખાતરી રાખજે.” એ પછી જિગરી બનેલા બે ય મિત્રો એકબીજાને ભેટી પડ્યા. દુર્યોધન એના સ્વાર્થના દાવ રમતો હતો. પાંડવોની સામે એને કોઈ મોટા બળિયાની જરૂર હતી. તેને કર્ણમાં એ બળ દેખાયું. “કર્ણથી જ પોતાની ઇષ્ટસિદ્ધિ થાય તેમ છે એ વાત એણે પોતાની ખૂબ ચકોર બુદ્ધિથી બહુ જલદી પકડી લીધી. એ પછી એણે એક જ કામ કરવાનું હતું કે જૈન મહાભારત ભાગ-૧
SR No.009164
Book TitleJain Mahabharat Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2004
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy