SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ G , 'ડર્ણ: ડૉય છે રાધેય ? પાંડવોની પરીક્ષા પાંડવોની શસ્ત્રવિદ્યાના અભ્યાસનો કેટલોક સમય ગયા બાદ દ્રોણાચાર્ય અને કૃપાચાર્યે તેમની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. આ પરીક્ષા જાહેરમાં લેવી જેથી પ્રજાજનોને પણ પોતાના યુવરાજો અને કુમારોના કાંડાનો કસબ જોવા મળે એમ પણ બંને ગુરુઓએ વિચાર્યું. એ રીતે ભવ્ય રંગભૂમિનું નિર્માણ કરવામાં આવ્યું. અનેક રાજાઓ, મહામાત્યો, નગરશેઠો, પંડિતો વગેરેને આમંત્રણ મોકલવામાં આવ્યા. ગુરુ જે કલા-કૌશલ દર્શાવવાનું કહે તે સહુ વિદ્યાવ્યાસંગી કુમારો દેખાડવા લાગ્યા. કેટલાક સમય બાદ ગુરુઓએ દુર્યોધન અને ભીમને ગદાયુદ્ધ ખેલવાનો આદેશ કર્યો. બન્નેએ ગદાયુદ્ધની ખૂબ સારી તાલીમ લીધી હતી. બન્ને લગભગ બરોબરિયા નિષ્ણાત હતા. ગદાના એવા અટપટા દાવો બન્ને ખેલવા લાગ્યા કે સઘળા પ્રેક્ષકો જોઈને સ્તબ્ધ થઈ ગયા. ઘણા સમય સુધી ગદાબાજી ચાલી. હાર-જીતનો નિર્ણય થઈ ન શક્યો, કેમકે બન્ને એકબીજાના દાવનો ખૂબ સારી રીતે જવાબ વાળતા હતા. છેવટે બે ય ને ગદા મૂકી દેવાનો ગુરુજીએ આદેશ કર્યો. ત્યારબાદ રંગભૂમિ ઉપર આવીને દ્રોણાચાર્યે પ્રેક્ષકગણને કહ્યું, “જેના માટે મેં મારી જાત નિચોવી નાંખી છે, જેની ગુરુભક્તિને કારણે મને અસીમ પ્રેમ છે, મારી નજરમાં જે બાણાવળીઓમાં અજોડ છે તે અર્જુન હવે પોતાનું તીરંદાજપણાનું કૌશલ આપ સહુની સમક્ષ દાખવશે.” અને ભારે ઉલ્લસિત મુખ સાથે અર્જુન રંગભૂમિમાં આવીને ઊભો રહી ગયો. તે વખતે પ્રેક્ષકોએ પણ તેને વધાવી લેતો જોરથી જયઘોષ કર્યો. અર્જુન પ્રત્યેનું દ્રોણાચાર્યનું સ્નેહદર્શન : એક ભૂલ અહીં દ્રોણાચાર્યની થોડી ગરબડ થઈ ગઈ એમ કહી શકાય. હા, કદાચ એ અજાણપણાની જ ભૂલ હતી, પરંતુ ભૂલ થઈ ગઈ એમ તો ચોક્કસ લાગે છે. અર્જુન ઉપર તેમને ગમે તેટલો સ્નેહ હોય, અર્જુન પણ તેવા સ્નેહને ખરેખર પાત્ર હોય તો પણ જાહેરમાં આ રીતે સ્નેહદર્શન દ્રોણાચાર્યે કરવું જોઈતું ન હતું. પોતાને અધિક અથવા સમોવડિયા માનનાર વ્યક્તિને ઈર્ષ્યા પેદા કરવામાં આ નીતિ નિમિત્ત બની જવાની શક્યતા રહે છે. પરમાત્મા મહાવીરદેવના સાધનાકાળના સમય દરમિયાન તેમના અનુપમ ધર્યની દેવેન્દ્ર દેવસભામાં મુક્ત-મને પ્રશંસા કરી. સંગમ નામના દેવથી તે ખમાયું નહિ. તેણે પરમાત્માને લાગટ છ માસ સુધી અતિ ભયાનક સ્થિતિમાં મૂકી દીધા. અયોગ્ય સ્થાને પ્રશંસા ન કરો પોતાના ઉપકારી જનોની પ્રશંસા કરતાં તો માણસે ખૂબ જ વિચાર કરવો જોઈએ. જો કોઈ માણસથી તે પ્રશંસા ન ખમાઈ તો કદાચ તે ઉપકારીજનને જાનના જોખમ સુધી પણ તે મૂકી દે. જેમ કોઈની પણ નિંદા કરવી ન જોઈએ તેમ વર્તમાનકાળમાં તો જીવિત ઉપકારી જનોની કે હિતૈષી જનોની જાહેરમાં પ્રશંસા પણ બને ત્યાં સુધી નહિ કરવી જોઈએ. વડીલ તરફથી અજાણપણામાં પણ જો પોતાના આશ્રિતો, સંતાનો કે શિષ્યોમાં પોતાનો પક્ષપાત થઈ રહ્યો છે એવું સહેજ પણ જાણવા મળે તો તેની ખૂબ જ માઠી અને વિઘાતક અસર એ જૈન મહાભારત ભાગ-૧
SR No.009164
Book TitleJain Mahabharat Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2004
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy