SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ નહિ પણછ, નહિ બાણ..... આ શું? પેલા ધનુર્ધરનું “અજોડ ધનુર્ધર બનવાનું ગુમાન ઓગળીને સાફ થઈ ગયું. અભ્યાસ દ્વારા સર્વસિદ્ધિ અભ્યાસથી શું સિદ્ધ થઈ શકતું નથી ! પેલી રાણીએ તાજી જન્મેલી ભેંસને ઊંચકીને સાત માળના મહેલની અગાસીએ લઈ જવાનું શરૂ કર્યું તો ધીમે ધીમે તે મોટી જાડી લઠ્ઠ ભેંસ બની તો ય તેને તે રાણી ઉપાડીને લઈ જઈ શકી. માણસ પોતાનું લક્ષ્ય નક્કી કરે અને તેમાં પૂરેપૂરો એકાકાર બને -કેન્દ્રિત બને-તો કોઈ પણ સિદ્ધિને તે પામી શકે. કોઈ ગુનાસર પકડાયેલા માણસને રાજાએ એવી સજા કરી કે તેણે પોતાના તલવાર- નિષ્ણાત સૈનિક સાથે તલવારથી લડવું. જો તે જીતે તો સજા માફ અને જો હારે તો તલવારથી જ તેને મોતની સજા. પેલા ગુનેગારને તલવાર પકડતાં ય આવડતી ન હતી. પણ જયારે તેના લક્ષમાં મોત આવી ગયું ત્યારે તેણે પોતાની સઘળી શક્તિને એવી કેન્દ્રિત કરી કે તે અભુત રીતે તલવાર ફેરવવા લાગ્યો અને તેમાં જીતી પણ ગયો. તેની સજા માફ થઈ ગઈ. જે ઉપાસના દીર્ઘકાળ સુધી, ખાડો પાડ્યા વિના અને પૂરા ઉલ્લસિત ભાવથી કરવામાં આવે તે સફળતાને વરે જ. આ વાત પતંજલિ ઋષિએ યોગસૂત્રમાં જણાવી છે. (સારી ત્રિ-ત્તિसत्कारसेवितो दृढभूमिः) રામકૃષ્ણ પરમહંસે પોતાના ગુરુ તોતાપુરીને પૂછ્યું, “આપ જેવાએ રોજ માળા ફેરવવાની શી જરૂર ?” ઉત્તર મળ્યો, “સામે પડેલું વાસણ જો. કેવું ચકચક થાય છે? કેમ? એટલા જ માટે કે તે રોજ મજાય છે. જે રોજ મંજાય તે કદી ગંદું ન થાય. હવે સમજી ગયો ?” રામકૃષ્ણ આદરભાવથી ગુરુજીને નમન કરીને તેમની વાતમાં સંમતિ દર્શાવી. એકલવ્યની અપૂર્વ ગુરુભક્તિ અર્જુન કરતાં ય એકલવ્ય જો આગળ વધ્યો હોય તો તેમાં તેની સખ્ત મહેનત કામ કરી ગઈ છે. ના, સષ્ઠ મહેનતથી પણ આવી સિદ્ધિ મળતી નથી. સિદ્ધિ મેળવી આપે છે; વિનયભાવ : નિરભિમાનિતા. એકલવ્યે પોતાની જાતનું વિલોપન કરીને ગુરુને જ સર્વસ્વ માન્યા હતા. સત્યો બે પ્રકારના હોય છે : ૧. વાસ્તવિક, ૨. કાલ્પનિક. વાસ્તવિક સત્યને obj ecti ve reality કહેવાય. કાલ્પનિક સત્યને i deal reality કહેવાય. વાસ્તવિક સત્યમાં જેટલી અસરકારકતા હોય છે તેટલી જ-ક્યારેક તેથી પણ વધુ-અસરકારકતા કાલ્પનિક સત્યમાં પણ હોય છે. ભૂત વાસ્તવિક હોય કે કાલ્પનિક, બન્નેય સામા માણસના મૃત્યુમાં સરખા નિમિત્ત બની શકે ઘાસની ગંજીના દેડકાએ જ ડંખ દીધો પણ છતાં તે ડંખ ઝેરી સાપે જ મને દીધો છે' એવી જૈન મહાભારત ભાગ-૧
SR No.009164
Book TitleJain Mahabharat Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2004
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy