SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ‘ટ્યુટર’ બન્યા, રાજવૈભવોમાં આસક્ત બન્યા. કૂવાના દડાના પ્રસંગથી કૌરવ-પાંડવો મળ્યા. અર્જુનની વિશિષ્ટ પ્રતિભા જોઈને, ‘પોતાના મનનો વૈરભાવપૂર્ણ સંકલ્પ તે જ પાર ઉતારી શકશે' એમ સમજીને તેના તરફ વિશેષ લક્ષ આપ્યું. એક દિવસ પાંડવોએ ગુરુ દ્રોણને ગુરુદક્ષિણા માંગવાનો આગ્રહ કર્યો. દ્રોણે કહ્યું, “જીવનની એક જ મહત્ત્વાકાંક્ષા છે કે દ્રુપદને હરાવું. તમે ગુરુદક્ષિણા રૂપે દ્રુપદનો પરાજય કરો.” પાંડવોએ દ્રુપદને હરાવ્યો. દ્રોણાચાર્યે રાજનો કબજો લઈને અડધું રાજ પોતાની પાસે રાખ્યું. અડધું દ્રુપદને દાનમાં આપ્યું. આમ વૈરનો બદલો વાળ્યો. વૈરની આ આગને શાન્ત કરવાને બદલે આ બ્રાહ્મણે પોતાનું જ્ઞાન વેચ્યું, ક્ષત્રિયોની ગુલામી સ્વીકારી. બીજી બાજુ દ્રુપદનો ઘોર પરાજય થયો તેથી ભારે ક્રોધમાં દ્રુપદના દિવસો પસાર થતા હતા. આ સમયમાં જ દ્રુપદ દ્વારા રાણીના પેટે દ્રૌપદીનો ગર્ભ રહ્યો. ક્રોધની કાતીલ ક્ષણોમાં જે ગર્ભ રહ્યો તેના આત્મામાં ક્રોધના સંસ્કાર પ્રજ્વલિત થાય તેમાં શી નવાઈ ! મહાસતી હોવા છતાં દ્રૌપદીનું સમગ્ર જીવન ક્રોધના આવેશોથી સળગતું રહ્યું છે તેની પાછળ તેના પિતાએ વારસામાં તેને આપેલો ક્રોધ જ હશે કે બીજું કોઈ ! આમ એક બાજુ દ્રૌપદીનું જીવન ક્રોધથી સળગતું રહ્યું તો બીજી બાજુ દ્રોણનું જીવન એ જ ક્રોધને લીધે લગભગ માર્ગભ્રષ્ટ અને મર્યાદાભ્રષ્ટ બન્યું, અહંકાર અને આસક્તિના ઝેરથી બરબાદ થયું. એક વિદ્યાવ્યાસંગી બ્રાહ્મણ ! કેટલી હદે અધઃપતન પામી ગયો. ક્યાં પેલા સાંદીપનિ આશ્રમમાં બાળજીવન પસાર કરતા કૃષ્ણ અને સુદામાનું આજીવન સખ્ય ! અને ક્યાં આ દ્રુપદ-દ્રોણનું અહંકાર અને ક્રોધપ્રેરિત કાતીલ સખ્ય (યુદ્ધ) ! માતાપિતાઓ ! સાવધાન બનીને ફરી સાંભળો કે અજાણપણે, ઊંઘમાં ય તમારા સંતાનોના જીવન ઊભા ને ઊભા વિષેલાં બની જાય તેવા દોષો તેમને વારસામાં આપવાનું અધમ કાર્ય કદી કરશો નહિ. ચાલો, હવે મૂળ કથા ઉપર આવીએ. કૃપાચાર્યે ભીષ્મ પિતામહને દ્રોણાચાર્યના આગમનની વાત કરી. તેની સાથે જણાવ્યું કે, “તેઓ ધનુર્વિદ્યાના નિષ્ણાત છે. એમની બરોબરી કરે એવો કોઈ બીજો ધનુર્ધર ધરતી ઉપર હસ્તી ધરાવતો નથી. કૌરવોને ધનુર્વિદ્યા શીખવવા માટે તમે એમને અહીં જ રોકી દો.” કૃપાચાર્યની વાત સાંભળીને ભીષ્મે દ્રોણાચાર્યને તે મુજબ વિનંતી કરી. દ્રોણાચાર્યે તેનો સ્વીકાર કર્યો. દ્રોણ પાસે પાંડુ-પુત્રોનું અધ્યયન ધનુર્વિદ્યાનો અભ્યાસ ચાલ્યો. જોતજોતામાં અર્જુન સહુથી મોખરે દેખાવા લાગ્યો. દ્રોણાચાર્યે તેના તરફ વિશેષ ધ્યાન આપવાનું શરૂ કર્યું. ગુરુ-શિષ્યને પરસ્પર એટલો બધો સ્નેહ બંધાયો કે બન્ને એકબીજાને વધુ પ્રસન્ન કરવાની સ્પર્ધા કરવા લાગ્યા. પોતાની સઘળી વિદ્યા ગ્રહણ કરવાની અર્જુનની પાત્રતા જોઈને દ્રોણાચાર્યે તેને ‘અદ્વિતીય ધનુર્ધર’ બનાવવાનો નિર્ણય કરી લીધો. એક દિવસ તેમણે અર્જુનને જણાવી પણ દીધું કે,“હું તને વિશ્વનો અજોડ ધનુર્ધર બનાવીશ.” અપાત્રને વિદ્યા દેવામાં પાપ. જૈન મહાભારત ભાગ-૧
SR No.009164
Book TitleJain Mahabharat Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2004
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy