SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ્ય બાંધો છો તે મહત્ત્વનું નથી, ન્યાયસંપન્ન રીતે બંધાવ્યું હોય તે મહત્ત્વનું છે. અન્યાયથી બાંધી ને ફરિયાદ કરી - એનો કોઈ અર્થ નથી. આપણે આશાના ચોકઠામાંથી બહાર નથી નીકળવું. ઉદારતા હોય તો કામ થાય. આપણે જોયું ને કે અવિનીત સાધુ આશાના ચોકઠામાંથી બહાર નીકળ્યા તો તપ, જ્ઞાન, પુણ્ય બધું જ એળે ગયું. આપણી પાસે તો કશું નથી. છતાં આજ્ઞામાંથી બહાર નીકળીએ તો શું દશા થાય ? એક વાર આજ્ઞાના ચોકઠામાંથી નીકળવું નથી - એટલું નક્કી કરો તો આપણું કલ્યાણ નિશ્ચિત છે. લોકો દેરાસર તોડવાની આશાતના કરે એના પહેલાં આપણે જ વિધિ મુજબ ઉત્થાપી લઇએ - તો કામ થાય ને ? जहा सूणी पूइकण्णी निक्कसिज्जइ सव्वसो । एवं दुस्सीलपडिणीए मुहरी निक्कसिज्जड़ ॥१-४॥ અનંતોપકારી મહાપુરુષોએ આપણે અવિનયનું આચરણ કરીને આ સંસારમાં ભટકી ન જઇએ તે માટે અવિનીતનું સ્વરૂપ વર્ણવ્યું છે. આપણે અવિનીત તરીકે કુલવાલક મુનિનું દૃષ્ટાંત જોઇ ગયા. અંતે સાધુપણાને હારીને નરકમાં ગયા. અવિનીત શિષ્યો અવિનયનું આચરણ કરીને અનંત સંસારમાં ભટકવા નીકળી પડે છે. આગળ પણ અવિનયના આચરણ કરનારને બીજા દાંત આપી સમજાવ્યા છે. રાગદ્વેષ અને મોહથી રહિત એવા પરમાત્મા કોઇની નિંદા કરે એ કોઇ કાળે સંભવિત નથી, આપણને બદનામ કરવા માટે આ વર્ણન નથી. આપણે બદનામ ન થઇએ તે માટેનું આ વર્ણન છે – એટલું યાદ રાખવું. જેઓ અવિનયનું આચરણ કરે તેની દશા કેવી થાય છે તે માટે આગળની ગાથાથી જણાવે છે કે - જે રીતે કોહવાઇ ગયેલા કાનવાળી કૂતરી સર્વ ઠેકાણેથી હડધૂત કરાય છે તે રીતે દુરશીલવાળા, ગુરુના પ્રત્યેનીકપણાને કરનારા અર્થાત્ ગુરુની સાથે શત્રુની જેમ વર્ણનારા સાધુ તેમ જ વાચાળ અથ૬ બોલવાની છટાવાળા એવા અવિનીત સાધુ સર્વ ઠેકાણેથી હડધૂત કરાય છે. આજે તો વાચાળ સાધુ આવકારને પામે ને ? બોલવાની છટા સારી હોય, લોકોને આકર્ષિત ૩૦ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર કરે પણ જાતે અવિનીત હોય તો તે અંતે ધુત્કારને જ પામવાના છે. તમે તો અવિનીતને પણ સત્કારો ને ? સ0 એમને સાધુ ઓળખાતા નથી. સાચું કહો છો ? વેપારી માણસ છો ને ? તો ખબર ન પડે ? આ જ ઉત્તરાધ્યયનસૂત્રમાં આગળ એક કથા આવે છે. એક રાજા એ જોયું કે એક આચાર્યભગવંતના બે શિષ્યો અવિનીત હતા. રાજા તો ઉપાશ્રયમાં ક્યારેક આવતો હતો છતાં ગુરુનું કહ્યું નથી માનતા - એ સમજાઇ ગયું હતું. તમે તો દિવસમાં બે વાર આવો તો ખબર ન પડે કે કયા સાધુ ગુરુની આજ્ઞામાં છે અને કયા નથી ?! રાજાએ બે સાધુને સુધારવા માટે એક ત્રાગડું રચ્યું. બે મડદા લઇને સૈનિકોને ઉપાશ્રય નીચેથી એવો કોલાહલ કરીને નીકળવા કહ્યું કે - “આમાંથી એકે ચોરી કરી છે અને એકે પરદારસેવન કર્યું છે માટે વધસ્તંભ પર લઇ જવાય છે.' આ કોલાહલ થયો એટલે રાજાએ તેમને કહ્યું કે – ઉપાશ્રય નીચે અવાજ ન કરો જે હોય તે ઉપર આવી જણાવો. સૈનિકો પણ કોઇ દલીલ કર્યા વિના મડદાંને ઉપર લાવ્યા અને ગુનો જણાવ્યો. રાજાએ પણ પહેલાં તૈયાર કરેલા તેજાબ દ્રવ્યમાં બંન્નેને નાંખ્યા. પંદર મિનિટમાં જ બંન્નેના હાડકાં ઓગળી ગયાં. રાજાએ કહ્યું કે આપના પણ કોઈ અવિનીત સાધુ હોય તો તે મને સોંપી દેજો - હું સીધા કરી દઇશ. આચાર્યે કહ્યું કે – “ના રાજનું, મારા કોઇ સાધુ એવા નથી. હશે તો જણાવીશ.” પેલા બે સાધુઓ રાજાના ગયા પછી આચાર્યભગવંતના પગમાં પડ્યા કે – હવે અવિનેય નહિ કરીએ, પણ મહેરબાની કરીને રાજાને ત્યાં અમને ના સોંપશો. તો તમે પણ અવિનીત સાધુને ઓળખી શકો ને ? ઓળખાયા પછી તમે પણ એવા સાધુને કહી શકો ને કે ગુરુભગવંતનું માનવું ન હોય તો ઘેર ચાલ્યા આવો. આ રીતે જૈનશાસનમાં રહીને અપભ્રાજના ન કરાય. આટલું કહી શકાય ને ? સ) અવિનીત સાધુને ગુરુ જ રાખતા હોય તો ? ગુરુ તો સુધારવા માટે રાખતા હોય, તમારે તો તેને કહેવું જોઇએ ને ? અહીં પણ બે અવિનીત શિષ્યો આચાર્યભગવંતની પાસે જ હતા શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
SR No.009158
Book TitleUttaradhyayana Sutra Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2012
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy