SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ હોય તે બધાને ક્રમસર તે બાણ હશે. આ રીતે કોણિકના બધા જ ભાઇઓ હણાયા. ત્યારે કોણિકને પશ્ચાત્તાપ થયો કે ચેડારાજા પાસે દૈવી સહાય હોવા છતાં મેં તેની સાથે યુદ્ધ આરંભ્ય એ ખોટું કર્યું. પોતાના ભાઇઓ એક પછી એક મર્યા ત્યાં સુધી વિચાર ન આવ્યો, પોતાનો વારો આવ્યો ત્યારે પશ્ચાત્તાપ થયો ! સ્વાર્થ કેવો છે ? આથી કોણિકે ચમરેન્દ્રની આરાધના કરી તેને પ્રસન્ન કર્યો અને એને કહ્યું કે ચેડારાજાને મારી નાંખો. ચમરેન્દ્ર કહે - ‘એ તો મારા સાધર્મિક છે, એને ન હ . બહુ તો તમારી રક્ષા કરીશ કારણ કે તમે પણ સાધર્મિક છો'. આપણું પુણ્ય જાગતું હોય તો દેવો પણ આપણને હણી ન શકે. અમરેન્દ્ર કોણિકની આજુબાજુમાં કવચ કર્યું તેથી ચેડારાજાનું બાણ નીચે પડ્યું. બીજે દિવસે પણ એમ જ થયું. ચેડારાજાને ખ્યાલ આવી ગયો કે - આ તો દૈવી સહાય છે, આપણું પુણ્ય પૂરું થઇ ગયું લાગે છે. આથી યુદ્ધ કરવાનું માંડી વાળી ચેડારાજા વૈશાલી નગરીમાં પાછા ફર્યા. નગરીના દરવાજા બંધ કર્યા, કોણિકે વૈશાલીને ઘેરો ઘાલ્યો. પણે નગરીને જીતી શકતો નથી. તેથી ફરી દેવીની આરાધના કરી. દેવીએ કહ્યું કે કુલવાલક મુનિને અહીં લાવો તો તમારું કામ થશે. મુનિને કઇ રીતે લાવવા તે માટે પણ દેવીએ માગધિકા વેશ્યાનું નામ આપ્યું. વેશ્યાએ પણ બીડું ઝડપ્યું. મુનિને અતિસાર થાય એવા મોદક તપના પારણે અતિઆગ્રહથી વહોરાવ્યા. અતિસારના કારણે અંગ એવા ગળી ગયા કે વિષ્ટામાંથી જાતે હલી ન શકે. તેથી વેશ્યાએ તેમની પરિચર્યા કરવાના બહાને પોતાના શરીરનો વારંવાર સ્પર્શ કરાવ્યો. તેથી મુનિ પતન પામ્યા. તપ-જપ છોડી દીધા, સાધુપણું મૂકી દીધું. ગુરુનું વચન સાચું પડ્યું. અહીં જણાવ્યું છે કે જે કામ દુનિયામાં કોઇ ન કરી શકે તે સ્ત્રી કરે છે. તપ, જ્ઞાન, ચારિત્ર : આ બધાનો ભૂકો બોલાવવાનું કામ આ સ્ત્રીનો સંગ કરે છે. કોણિકે કુલવાલક મુનિને પૂછયું કે આ નગર કેમ ભંગાતું નથી ? તેથી કુલવાલક મુનિ જયોતિષીનો વેષ કરી નગરમાં પેઠા. જ્યોતિષીને તો દરેક ઘરમાં આવકાર મળે ને ? તેમણે જોયું કે નગરમાં વચ્ચે એક મુનિસુવ્રતસ્વામીનો સ્તૂપ હતો. તેની પ્રતિષ્ઠા શુભ મુહૂર્તે થઇ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર હતી તેના કારણે નગર સુરક્ષિત હતું. તેથી આ સૂપ ઊખડે તો નગર જીતી શકાય. નગરલોક ઘેરાથી કંટાળી ગયું હતું તેથી જ્યોતિષીને પૂછવા લાગ્યું કે આ નગરનો ઘેરો ક્યારે જશે? જ્યોતિષીએ કહ્યું કે સ્તુપ ઊખેડો તો ઘેરો દૂર થશે. લોકોએ સ્તૂપ તોડવાની શરૂઆત કરી. આ બાજુ કુલવાલકે કોણિકને કહી રાખ્યું હતું કે સૂપ તૂટવા માંડે તેમ તેમ સૈન્ય પાછું ખસેડવું. આ રીતે સ્તૂપ તૂટતાંની સાથે કોણિકના સૈન્ય વૈશાલી નગરી પર થાપો માર્યો અને નગરલોકને દૈવી સહાયથી હણવા માંડ્યા. હલ્લવિહલ્લ રાત્રિના સમયે કોણિકના સૈન્યની છાવણીમાં સેચનક હાથી ઉપર બેસીને આવતા અને ત્યાંના લોકોને હેરાન કરતા. આ વાત કોણિકે જાણી એટલે વચ્ચેની ખાઈમાં અંગારા ભર્યા તેની ઉપર પાંદડાં પાથર્યા. રાટો સેચનક હાથી ખાઇ પાસે આવ્યો તો અવધિજ્ઞાનથી તેણે અંગારા જાણી લીધા. તેથી તે આગળ વધતો જ નથી. ત્યારે હલ્લવિહલ્લે કહ્યું કે – ‘છેવટે તું પણ ફરી ગયો ?' આ સાંભળીને વફાદાર હાથીને ગુસ્સો આવ્યો. સૂંઢથી પરાણે તે બેને નીચે ઉતારીને ખાઇમાં પડ્યો, અંગારામાં બળી મરીને પહેલી નરકે ગયો. આ દૃશ્ય જોઇ હલ્લવિહલ્લ ખૂબ પશ્ચાત્તાપ પામ્યા. પોતાના પાપના પ્રાયશ્ચિત્તરૂપે દીક્ષા લેવાનું નક્કી કર્યું. તેટલામાં બાજુમાં રહેલા દેવે તેમને સમવસરણમાં લાવીને મૂકી દીધા. દીક્ષા લેવી હોય તેને દૈવી સહાય મળે. આ સંસારના સુખનો અંત કેટલો ખરાબ આવે છે તે જોઈ લીધું ને ? માટે આ સુખ જોઇતું નથી ને દીક્ષા લેવી છે - આવો વિચાર હલ્લવિહલ્લને આવ્યો. આપણને નથી આવતો ને ? આજે ઘણાની ફરિયાદ છે કે અધિષ્ઠાયકો સહાય કેમ નથી કરતા ! હવે સમજાયું ને કે આપણે બોદા છીએ માટે સહાય નથી કરતા ? સ0 અમને સહાય ન કરે પણ દેરાસર વગેરે તોડતા હોય તો રક્ષા કરે ને ? આપણે ગેરકાયદેસર કામ કરીએ તો એ લોકો એવું કરવાના. શ્રી ષોડશક પ્રકરણમાં દેરાસર બંધાવવાના વિધિમાં બધું જણાવ્યું છે કે – રાજા વગેરેને ભેટશું ધરવાનું; મૃત્યવર્ગ, પોષ્યવર્ગ, આડોશીપાડોશી બધાને સંતોષવાના પછી કામ કરવાનું તો કોઈ અંતરાય ન કરે. દેરાસર કેટલું શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૨૯
SR No.009158
Book TitleUttaradhyayana Sutra Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2012
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy