________________
દાસીજીવણ
કૃષ્ણભક્ત પ્રેમભક્તિમય સંતકવિ શ્રી દાસીજીવણનો જન્મ વિ.સં. ૧૮૦૬ માં દિવાળીના દિવસે સૌરાષ્ટ્રના ઘોઘાવદર ગામમાં મેઘવાળ જ્ઞાતિના એક ગરીબ કુટુંબમાં થયો હતો. તેમની માતાનું નામ શામબાઈ અને પિતાનું નામ જગા દાહ્ડા હતું. તેમને બાલ્યાવસ્થામાં જ નીલુમા નામની કન્યા સાથે પરણાવ્યા હતા. તેમને દેશળ નામે પુત્રસંતાન હતું. જેઓ દેશળ ભગતના નામે ખ્યાતિ પામ્યા હતા. રવિ ભાણ સંપ્રદાયની પરંપરામાં ભીમસાહેબ દાસીજીવણના ગુરૂ હતા. દાસીજીવણને બે શિષ્યો હતા, એક અરજણ ભગત અને બીજા પ્રેમ સાહેબ. સં. ૧૮૮૧ના ચૈત્ર સુદ-૨ ના રોજ દાસીજીવણે ૭૫ વર્ષની ઉંમરે ઘોઘાવદરમાં જ સમાધિ લીધી હતી. ૧૩૬૬ (રાગ : સોરઠ હીંચ)
સંસારમાં કોણ નાના ને કોણ મોટા ? એ જી, તમને પડશે જમના સોટા. ધ્રુવ આ રે કાયાને એવી રે જાણજો, પાણી તથા પરપોટા; જીવવું થોડેરું ને જંજાળ ઝાઝેરી, વેપાર કરવા છે ખોટા. સંસારમાં
સોનાની થાળીમાં રોજ જમતાં ને પીવાને કંચન લોટા; છત્રપતિ જેવા ચાલ્યા ગયા રે, જગમાં મળે નહિ જોટા. સંસારમાં૦
નયનોમાં નિંદર આવે ઘણેરી ને રોજ પલંગ પર સૂતા; ‘દાસી જીવણ’ પડે સંતો રે ચરણે, જાણજો જન્મયા છે ખોટા. સંસારમાં પિંગલ ૧૩૬૭ (રાગ : ચલતી)
ગોકુળ ઘડી નથી વિસરાતું;
અહીં દ્વારિકા નગરીમાં તો, અંતર બહુ અકળાતું. ધ્રુવ અહિયાં સુંદર મ્હેલો રે'વા, છે અગણીત કરનારા સેવા; ગાર્ય મટોડીથી લીંપેલી, ઝૂંપડીએ મન જાતું. ગોકુળ
રાંધે છે અહીં રૂકમણી રાણી, પીરસે છે પદ્મા પટરાણી;
જમવા ટાણે રોજ સાંભરે, ભરવાડ્યોનું ભાતું. ગોકુળ ‘ પિંગલ ’ હું માગું જ્યાં પાણી, પય આપે છે ત્યાં પટરાણી; પણ રાધાનું હેત હૃદયને, કાયમ કોરી ખાતું. ગોકુળ
ભજ રે મના
તુલસી યહી સંસારમેં, ભાંત ભાંત કે લોગ; સબસે હિલ મિલ ચાલિયે,નદી નાવ સંજોગ. 439
દિવ્યાનંદ
૧૩૬૮ (રાગ : ભૂપાલી)
રૂપ
રે. મેરા૦
મેરા સત ચિત આનંદ રૂપ કોઈ કોઈ જાને રે. ધ્રુવ સકલ પ્રપંચ કા મૈં હૂં સૃષ્ટા, મન વાણી કા મૈં હૂઁ દૃષ્ટા; મૈં હૂઁ સાક્ષી કોઈ કોઈ જાને પંચ કોષ સે મેં હૂઁ ન્યારા, મન બુદ્ધિ કા જાનનહારા; અનુભવ સિદ્ધ અનૂપ, કોઈ કોઈ જાને રે. મેરા૦ જન્મ મરણ મેરે ધર્મ નહીં હૈ, પાપ પુણ્ય મેરે કર્મ નહીં હૈ; નિર્લેપી અરૂપ. કોઈ કોઈ જાને રે. મેરા સૂર્ય ચંદ્ર મેં તેજ મેરા હૈ, અગ્નિ મેં પ્રકાશ મેરા હૈ; મૈં હૂં જ્યોતિ સ્વરૂપ કોઈ કોઈ જાને રે. મેરા તીન લોક કા મૈં હૂં સ્વામી, ઘટ ઘટ વ્યાપક અન્તર્યામી; ટેં માલા મેં સૂત કોઈ કોઈ જાને રે, મેરા ઉઠો જગો નિજ રુપ પિછાનો, જીવ બ્રહ્મ મેં ભેદ ન જાનો;
અજ
મેં હૈં બ્રહ્મ સ્વરૂપ કોઈ કોઈ જાને રે, મેરા ગઈ બેલા ફિફ્ટ નહીં આયેગી, માનવ દેહ ફિર નહીં મિલેગી; સ્વરૂપ કોઈ કોઈ જાને રે મેરા
મેં હૈં ‘દિવ્યાનંદ'
દીન ભગત ૧૩૬૯ (રાગ : દેશ)
ܗ
કાંઈ યે નથી, કોઈ યે નથી, જુઓ જગતમાં કાંઈ યે નથી; ઠાલા રે આવ્યા ને ઠાલા રે જાવું, શીદને મરો છો મથી મથી ?ધ્રુવ
દેવ ગયા ને દાનવ ગયા, વળી મહાત્મા ગયા છે મથી મથી; જોગી ગયા ને જંગમ ગયા, ગયા સંન્યાસી કથી કથી.જુઓ૦
તુલસી સીતારામ કોં, રીઝ ભજો કે ખીજ; ઉલટા સુલટા બોઈયે, ર્જ્ય ખેતરમેં બીજ.
236
ભજ રે મના