________________
૧૩૫૬ (રાગ : પ્રભાતી)
હાથ જોડીને ગણનાથને હું નમું, સાથે સિદ્ધિને બુદ્ધિ જેને. ધ્રુવ રિદ્ધિને વૃદ્ધિ બે દાસિયો દેખિયે, લાભને લક્ષ બે પુત્ર પ્યારા, સુરવરો મુનિવરો સર્વ સેવા કરે, સ્નેહથી ગાય ગુણ જાણી સારા. હાથ એક છે વદન સુખ સદન સોહામણો, ભાલમાં ચંદ્ર આભાસ ભાસે; ચાર ભુજવંત અત્યંત ચિત્ત ચાતુરી, નિરખતાં સર્વ સંતાપ નાસે. હાથ૦ વિઘ્ન હરનાર, કરનાર કરુણા ઘણી, સર્વ શુભ કામમાં નામ પહેલું; ઈંદ્ર બ્રહ્મા ને જોગીન્દ્ર જય ગાય છે, થાય છે તેથી સુખી સર્વ સહેલું. હાથ ભક્ષ મોદકતણો પક્ષ સુરનો ઘણો, જક્ષને એજ અધ્યક્ષ આપે; સર્પના હાર શણગાર છે સર્પના, ગર્વ કંદર્પના એ ઉથાપે. હાથ સુખ સંસારનું ચિત્ત જો ચાહિયે, મુસકવાહન આશ કરિયે; દીનતા લાવીને દાસ ‘દલપત' કહે, ધ્યાન ગણનાથનું નિત્ય ધરિયે. હાથવ
કવિ દાદ ૧૩૫૭ (રાગ : ભૈરવ)
કાળજા કેરો કટકો મારો, હાથથી છૂટી ગ્યો; મમતા રડે જેમ વેળુમાં, વીરડો ફૂટી ગ્યો. ધ્રુવ બતો નંઈ જેનો ધરતી ઉપર, પગ આજ થીજી ગ્યો; ડુંગર જેવો ઉંબરો લાગ્યો, માંડ રે ઓળંગ્યો. કાળજા બાંધતી નંઈ અંબોડલો ભલે હોય ઇ છૂટી ગ્યો;
રાહુ થઈ ઘૂંઘટડો મારા ચાંદને ગળી ગ્યો. કાળજા આંબલી પીપળી ડાળ બોલાવે, એક વાર સામું જો; ધૂબકા દેતી જે ધરામાં, થઈ આરો અણોહરો. કાળજા
ભજ રે મના
તુલસી જગમેં આયકે, કર લીજે દો કામ; દેવેકું ટુકડા ભલા, લેવેકોં હરિ નામ.
C30
ડગલે ડગલે મારગ એને, સો સો ગાઉનો થ્યો;
ધારથી હેઠી ઉતરી ધીરી, સૂરજ ડૂબી ગ્યો. કાળજા લૂંટાઈ ગ્યો મારો લાડ ખજાનો, ‘દાદ’ હું જોતો રહ્યો; જાન ગઈ જાણે જાન લઈ, એનો સૂનો માંડવડો. કાળજા
૧૩૫૮ (રાગ : સોરઠ હીંચ)
મારે ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા...
ટોચોમાં ટાંચણું લઈ, ભાઈ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું;
ધડ ધીંગાણે જેનાં માથાં મસાણે, એના પાળિયા થઈને પૂજાવું. ઘડવૈયા૦ હોમ હવન કે જગન જાપથી મારે નથી પધરાવું; બેડે બાપના મોઢાં ન ભાળ્યાં એના કુમળા હાથે ખોડાવું. ઘડવૈયા પીળા પીતાંબર કે જરકશી જામા મારે વાઘામાં નથી વીંટળાવું; કાઢ્યાંતા રંગ જેણે ઝાઝા ધીંગાણે એવા સિંદૂરે ચોપડાઈ જાવું. ઘડવૈયા ગોમતીજી કે ઓલ્યા જમનાજીના આરે નીર ગંગામાં નથી નાવું; નમતી સાંજે કોઈ નમણી વિજોગણના ટીપા આંસુડાએ નાવું. ઘડવૈયા બીડ્યા મંદિરિયામાં બેસવું નથી મારે ખુલ્લા મેદાનમાં જાવું; શૂરા શહીદોની સંગાથમાં મારે, ખાંભીયું થઈને ખોડાવું. ઘડવૈયા પટી ગજતણા કૂડા કૂડા રાગથી, ફોગટ નથી રે ફૂલાવું; મુડદાં બોલે એવા સિંધૂડા રાગમાં શૂરો પૂરો સરજાવું. ઘડવૈયા મોહ ઉપજાવે એવી મૂરતિયુંમાં મારે ચિતારા નથી ચીતરાવું; રંગ કસુંબીના ઘૂંટ્યા રૂદામાં એને ‘દાદ’ ઝાઝું શું રંગાવું ! ઘડવૈયા
ધ્રુવ
ધમ ધમ અતિ ઘમક, ઠુમક પદ ઝાંઝર, ધમ ધમ ક્રમ સમ હોત ધરા, ભ્રમ ભ્રમવત વિષમ પરિશ્રમ વત, ભ્રમ ખમખમ દમ અહીં વિક્રમ ખરા; ગમગતી અતી અગમનિગમ ન લડતગમ નટવર રમઝમ ગમ મનમેં, ઘણરવ પર ઘરર ફરર પટઘુંઘટ ઘુંઘરું રંગભર સુંદરશ્યામ રમે.
તુલસી પંખિનકે પિયે, સરિતા ઘટે ન નીર; ધરમ કિયે ધન ના ઘટે, સહાય હોય રઘુવીર.
૮૩૧
ભજ રે મના