________________
કદી કુટી બદામે પણ ક્લણજી થઈ ફ્લાવે છે; કદી આ વિશ્વના બાગે, મને માળી બનાવે છે. કદી કદી દિલદારના દિલમાં ભયંકર ભેદ પાડે છે; કદી સંધિ કરાવીને વિમુખતાને ાિડે છે. કદી કદી ગાઢા તિમિર વનમાં મૂકીને તું ડરાવે છે; કદી સંતો-મહાસંતો તણા ચરણે ઝુકાવે છે. દી. કદી તો બાદશાહી શોખને તું ઊભરાવે છે; કદી પામર બનાવીને મરણતોલે મરાવે છે. કદી કદી ‘ચિત્તચંદ્ર'ને શાન્તિ વિના શોકે ઝુરાવે છે; કદી જ્યોતિ-મહાજ્યોતિ તણા પૂરે ઝુલાવે છે. દીવ
૧૨૫૨ (રાગ : સારંગ) વંદન કરીએ, દિલના જોડી તાર, ગુરુજી વંદન કરીએ. ધરીએ ધરીએ , પ્રેમ પુષ્પના હાર, પ્રીતથી વંદન કરીએ . ધ્રુવ અમ જીવન રસ-રાગ ભરેલાં (૨), હર્ષ શોકના સ્વાંગ સજેલા (૨)
ક્યાં જઈ ઠરીએ ? અમ જીવન આધાર. ગુરુજી0 સ્વાર્થ સાધવામાં હૈયે શૂરા (૨), પરમારથમાં સાવ અધૂરા (૨)
સામું જોશો, અભય-શરણ-દાતાર. ગુરુજી અર્ધ દૃશ્ય અમ વ્યર્થ જીવન છે (૨), સામાજિક પણ ઓઘ જીવન છે (૨)
કિરણો ફેંકો, ધન્ય બને અવતાર. ગુરુજી અંધ-ક્રિયા જરીએ નથી ફ્લતી (૨), સમજ વિના ડગલું નથી ભરતી(૨)
ભાવે ભરજો જ્ઞાન-ક્રિયા ભંડાર. ગુરુજી ચિત્ત-શુદ્ધિનો નિશ્ચય કરીએ (૨), પુનિત પુરુષના પંથ વિચરીએ (૨)
એવું કરજો ‘જ્ઞાન-પંજ' અણગાર. ગુરુજી
૧૨૫૧ (રાગ : પટદીપ) કર લો, કર લો, સંત સમાગમ કર લો.
ધ્રુવ સંતપુરુષ સમભાવ સ્વરૂપી, ભવ-સંતાપ-શીતળ-જળરૂપી; પૂરણ પ્રેમ પરખ લો. સંત સમાગમ કર લો૦ શાસ્ત્ર સિદ્ધાંતનો સાર સુણાવે, માનવધર્મનો મર્મ જણાવે; અંતર દૃષ્ટિ વિચર લો. સંત સમાગમ કર લો આત્મનિરીક્ષણ કરતાં રહેવું, બાહ્ય જીવન ઘડતાં સહુ સહેવું; ઉર્ધ્વગતિ ડગ ભર લો. સંત સમાગમ કર લો૦ જ્ઞાન વિન ડ્યિા અંધા જેવી, સમજ વિણ ક્રિયા પંગુ જેવી; ભાવ મસાલો ભર લો. સંત સમાગમ ર લો૦ સંત-પુરુષ જીવન અપનાવો, ચિત્ત શાંતિ અનુપમ પ્રગટાવો; જ્ઞાન-ગંગા ઉર ધર લો. સંત સમાગમ કર લો૦
ચિદાનંદ
૧૨૫૩ (રાગ : બિલાવલ) અબ લાગી (૨) લાગી અબ, અબ લાગી અબ પ્રીત સહીરી. ધ્રુવ અંતર્ગતકી બાતે અલી સુન, મુખથી મોંપે ન જાત કહીરી; ચંદ ચકોરકી ઉપમા ઇણસમેં, સાચ હું તો હે જાત વહીરી. અબ૦ જલધરબ્દ સમુદ્ર સમાણી, ભિન્ન કરત કોઉ તાસ મહીરી; દ્વૈત ભાવકી ટેવ અનાદિ, જિનમેં તાકું આજ દહીરી, અબo વિરહવ્યથા વ્યાપત નહિ મોંપે, પ્રેમ ધરી પિયુ અંક ગ્રહીરી; ‘ચિદાનંદ’ ચૂકે કિમ ચાતુર, એસો અવસર સાર બહીરી. અબo
ક્ષણ કણ સે સંચય કરો, વિધા ધન જગ માંહિ; ક્ષણ ત્યાગે વિધા કહાં, કણ ત્યાગે ધન નહિ. ||
એક એક જલ બિંદુએ, ઘટ પૂરા ભર જાત; ક્રમ ક્રમ કે અભ્યાસ સે, શઠ પંડિત બન જાત,
ભજ રે મના
loto 3
ભજ રે મના