________________
ગંગદાસ
૧૨૪૪ (રાગ : માંડ)
મન કરી લેને વિચાર, જીવન થોડા, તારા હરિકથાની માંહે, કાન છે બોડા; અંતે જાશો જમપુર માંહે, પડશે જોડા, તેથી રામનામ સંભાર. ધ્રુવ
ભજ રે મના
મોર મુકુટ ધર્યો શિર ઉપર, દર્પણ કર મોઝાર, વેઢ વીટિયું હાર ગળામાં, ખૂબ ધર્યો શણગાર; પગમાં તોડા. તારા
હસ્તી ઉપર કનક અંબાડી, ખમ્મા કહે છડીદાર; રથ મિયાના ઊંટ પાલખી, કહેતાં ન આવે પાર; ચડવા ઘોડા. તારા૦
લોભ ન મૂકે, કામ ન ચૂકે, ઘરધંધાની માંય, મૂરખ મનવા કછુ ન બૂઝે, તીર્થગમનની માંય; પાંવ છે ખોડા. તારા
ܗ
સંસારસાગર મહાજળ ભરિયો, રામનામ જહાજ, ‘ગંગાદાસ'કું સાન કીો હૈ, રામદાસ મહારાજ; ખરાની વેળા. તારા
૧૨૪૫ (રાગ : માંડ)
મળ્યો મનુષ્ય અવતાર, માંડ કરીને, તે મજ્યા નહિ ભગવાન, હેત કરીને; અંતે ખાશો જમના માર, પેટ ભરીને, તેથી રામનામ સંભાર ધ્રુવ
ગઈ પળ પાછી ફેર ન આવે, મૂરખ મૂઢ ગમાર, ભવસાગરની ભુલવણીમાં, વીતી ગયા યુગ ચાર; ફેરા ફરીને. તેથી
જઠરાગ્નિમાં જુગતે રાખ્યો, નવ માસ નિરધાર, સ્તુતિ કીધી અલબેલાની, બા'ર ધર્યો અવતાર; માયામાં મોહીને, તેથી
ભક્તિ સહિત નિજ દીજીયે, દાન ચાર પરકાર; વિદ્યા ઔષધિ અભય અર યથાયોગ્ય આહાર.
७७८
કલજુગ ફૂડો રંગે રૂડો, કહેતાં ન આવે પાર, જપ તપ તીરથ કછુ ન કરિયાં, એક નામ આધાર; શ્રી રામ કહીને. તેથી
ગુરૂગમ પાયો મનમેં સાચો, જુક્તિ કરી જદુરાય, ‘ગંગદાસ'કું ગુરૂગમ પાયો, રામદાસ મહારાજ; દયા કરીને. તેથી
ચરણદાસ
ચરણદાસનો જન્મ અલવરની બાજુમાં દેહર નામના ગામમાં ભાર્ગવ વંશજ શ્રી શોભનજીના કુળમાં વિ. સં. ૧૭૬૦ માં થયો હતો. તેમના ગુરૂ શ્રી સુખદેવજી હતા. ૭૯ વર્ષની ઊંમરે વિ.સં. ૧૮૩૯ માં તેમણે દેહ છોડ્યો.
૧૨૪૬ (રાગ : જંગલો)
અબ તો મનવા મેરા, બસો સુર સરિતાકે તીર. ધ્રુવ સાધુ રૂપ સુર સરિતા જાયેં, ઉત્તમ અનુભવ નીર; તામેં નિશદિન નાઓ મનવા, નિરમલ હોત શરીર. અબ જ્ઞાન વિરાગ સંતોષ ત્રિવિધ, શીતલ વહે સીર;
અંતર અવિધા બુઝાવે અગનિ, પાવત મુખકી સીર. અબ
હંસ મુમુક્ષુ સદા રહે, જાંહાં ખેવટ બડે ગંભીર; ભિન્ન અનાતમ કરકે પામી, પીવત આતમ ખીર. અબ
ઈન ગંગામેં કોઈક નાવે, ધરમ ધુરંધર ધીર; પામર પ્રાણી નિકટ ના આવે, અંધ અભાગી અધીર. અબ
મુરાર સદ્ગુરુ મેરમ મેરે, જ્યં પ્રગટે રઘુવીર; ‘ચરનદાસ' જન અપનો જાની, મેટત મનકી પીર. અબ
લક્ષ્મીકી ગતિ તીન હૈ, દાન ભોગ અર નાશ; દાન ભોગ જો નહિ કરે, હોવે શીઘ્ર વિનાશ.
ose
ભજ રે મના