________________
૧૨૪૦ (રાગ : કલાવતી) શીલવંત સાધુને વારે વારે નમીએ , જેનાં બદલે નહીં વર્તમાન જો; ચિત્તની વૃત્તિ જેની સદાય નિરમળી, જેને મહારાજ થયા મે'રબાન રે. - ધ્રુવ ભાઈ રે ! શત્રુ ને મિત્ર રે એકે નહીં ઉરમાં, જેને પરમારથમાં પ્રીત રે; મન કર્મ વાણીએ વચનુંમાં ચાલે, રૂડી પાળે એવી રીત રે. શીલ ભાઈ રે ! આઠે પહોર મન મસ્ત થઈ રે'વે, જેને જાગી ગયો તુરીયાનો તાર રે; નામ ને રૂપ જેણ મિથ્યા કરી જાણ્યું ને, સદાય ભજનનો આહાર રે, શીલ૦ ભાઈ રે ! સંગર્યું કરો તો તમે એવાની રે કરજોને , ત્યારે ઊતરશો ભવપાર રે; ‘ગંગાસતી એમ બોલિયાં ને , જેને વચનુંની સાથે વે'વાર રે. શીલ૦
૧૨૪૧ (રાગ : સોરઠ ચલતી) સદ્ગુરુ શબ્દના થાવ અધિકારીને, મેલી ધો અંતરનું માન; આળસ મેલીને આવો મેદાનમાં , સમજો સગુરૂની સાન . ધ્રુવ અંતર ભીંજ્યા વિના ઉભરો નૈ આવેને, ન થાય સાચે સાચી વાત રે; આંટી છૂટે જ્યારે અંતર તણી ત્યારે, પ્રભુ દેખાશે આપોઆપ, સદ્ગુરુ) સત્સંગરસ એ તો અગમ અપાર છેને, તે તો પીવે કોઈ પીવનહાર; તનમનની શુદ્ધિ જ્યારે ભૂલશો ત્યારે, અરસપરસ મળશે એક્તાર. સગુરુ૦ ધડ રે ઉપર શીશ જેને નવ મળે ને, એવો ખેલ છે ખાંડા કેરી ધાર; એમ તમે તમારૂં શીશ ઉતારો તો, રમાડું તેમને બોવેનબહાર, સદ્ગુરુ હું અને મારું ઇતો મનનું છે કારણ, ઈ મન જ્યારે મરી જો ને જાય; ‘ગંગાસતી' એમ બોલિયા પાનબાઈ, પછી હતું એમ દરશાય . સદ્ગુરુo
૧૨૪૨ (રાગ : દેશી) સરળ ચિત્ત રાખી નિર્મળ રહેવું ને, આણવું નહીં અંતરમાં અભિમાન રે; પ્રાણી માત્રમાં સમદ્રષ્ટિ રાખવી ને, અભ્યાસે જીતવું અપમાન. ધ્રુવ ભાઈ રે ! રાજકર્મથી સદા દૂર રહેવું ને, કાયમ કરવો અભ્યાસ રે; પાંચ પ્રાણને એક ઘેર લાવવાને , રાખવો વચનનો વિશ્વાસ રે. સરળo ભાઈ !ડાબી ઈંગલા ને જમણી પિંગલાને, રાખવું સ્વરભેદમાં ધ્યાન રે; સૂર્યમાં ખાવું ને ચંદ્રમાં જળ પીવું ને, એમ કાયમ લેવું વ્રતમાન રે. સરળo ભાઈ રે ! નાડી શુદ્ધ થાય પછી અભ્યાસ જાગે ને, નક્કી જાણવું નિર્ધાર રે; ‘ગંગા રે સતી એમ બોલિયાં રે, આ ખેલ છે અગમ અપાર રે. સરળo
ગંગ કવિ
૧૨૪૩ (રાગ : સૂરમલ્હાર). ગુરુવર તુમ હો જૈસે નાવ.
- ધ્રુવ વા નૌકા મેં પૈસા લાગત, તુમકો ચાહિએ ભાવ; વા નૌકા જલ પરા ઉતારે, તુમ ભવ પાર લગાવ, ગુરુવાર જલ ઔર નૌકા સંગ રહત દોઉં, કૈસો બનત બનાવે !! જૈસો જગ ઔર જ્ઞાન તુમારો, સાચો હૈ દરસાવે, ગુરુવાર તુમ હી નૈયા, તુમ હી ખિવૈયા, સીધી રાહ દિખાવ; અતિ અગાધ ભવ જલ તરિવે કો, તુમ હી એક ઉપાવે, ગુરુવર૦ હૈં ઉસ પાર ખડે મુરલીધર, જિનકો હૈ કુછ ચાવ; ઉનકો અબ શ્રી ‘ ગંગ’ શરણ મેં, તુરંત હીં બસ લે જાવ. ગુરુવર૦
રણશિંગાં વાગે સૂતાં જાગે કાયર ભાગે કામ પડે, ધમધમ ધરતી ફીજો ક્રતી , વિનાશ કરતી તેગ વડે; જનનીના જાયા કવિએ ગાયા, લોકે વીરલા કોક જડે, મેદાને મરવા અવસર વરવી, મરદ કસુંબલ રંગ ચડે.
નરમ વચન કહિયે સદા, તકિયે વચન કઠોર; ખર્ચ કછુ હોવે નહી, યશ ફૈલે ચહું ઓર. 650
ભજ રે મના
ઢોર તુલ્ય વે નર નિપટ, વિદ્યા શિલ્ય વિહીન;
બિના પંછ બિન સીંગ કે, ક્ષમા વિનય સે હીન. | ભજ રે મના
'