SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬૫ વીતરાગ સ્તોત્રમ (રાગ : શુદ્ધ કલ્યાન) ન શિવં શુદ્ધબુદ્ધ પર વિશ્વનાથં, ન દેવો ન બન્ધુન કર્તા ન કર્મ । ન અંગ ન સંગ ન સ્વેચ્છા ન કાયમ્, ચિદાનંદરૂપં નમો વીતરાગમ્ ॥ ન બંધો ન મોક્ષો ન રાગાદિદોષ, ન યોગં ન ભોગ ન વ્યાધિર્ન શોકમ્ ॥ ન કોર્પ ન માનું ન માયા ન લોભમ્, ચિદાનંદરૂપું નમો વીતરાગમ્ ॥ ન હસ્તી ન પાર્ટી ન ઘ્રાણં ન જિન્હા, ન ચક્ષુર્ન કર્ણ ન વર્ક્સ ન નિદ્રા । ન સ્વામી ન મૃર્ત્યાન દેવો ન મર્ત્ય:, ચિદાનંદરૂપં નમો વીતરાગમ્ ॥ ન જન્મ ન મૃત્યુ:ર્ન મોહો ન ચિન્તા, ન ક્ષુદ્રો ન ભીતોનકાશ્યું ન તન્દ્રા । ન સ્વેદ ન ખેદ ન વર્ણ ન મુદ્રા, ચિદાનંદરૂપું નમો વીતરાગમ્ ॥ ત્રિદંડે ત્રિખંડે હરે વિશ્વનાથું, હૃષીકેશ વિધ્વંસ્ત કર્માદિ જાલમ્ । ન પુણ્ય ન પાપં ન ચાક્ષાદિ ગાત્ર, ચિદાનંદરૂપું નમો વીતરાગમ્ || ન ન બાલો, ન વૃદ્ધો, ન તુચ્છો, ન મુઢો, ન જાતિ ન ભેદ ન મૂર્તિર્ન સ્નેહ । ન કૃષ્ણ ન શુક્લમ્ ન મોહ ન તન્દ્રા, ચિદાનંદરૂપ નમો વીતરાગમ્ ॥ ન આદ્યું ન મધ્ય ન અન્ત ન મળ્યા, ન દ્રવ્ય ન ક્ષેત્રં ન કાર્લો ન ભાવઃ । ન શિષ્યો ગુરુર્નાપિ હીનં ન દીનમ્, ચિદાનંદરૂપું નમો વીતરાગમ્ ॥ ઇદમ્ જ્ઞાન રૂપ સ્વયં તત્વવેદી, ન પૂર્ણ ન શૂન્યં ન ચૈત્યસ્વરૂપી । ન ચાન્તોન્ ભિન્ન ન પરમાર્થ-મેકમ્, ચિદાનંદરૂપં નમો વીતરાગમ્ ॥ : શાર્દૂલવિક્રીડિત છંદ : ભજ રે મના આત્મારામ ગુણાકર ગુણનિધિમ્ ચૈતન્ય રત્નાકર । સર્વેભૂતગતાગતે સુખ દુ:ખે, જ્ઞાતે ત્વયા સર્વર્ગ || ત્રૈલોક્યાધિપતે ! સ્વયં સ્વમનસા ધ્યાયન્તિ યોગીશ્વરા । વન્દે તું હરિવંશ હર્ષ હૃદય શ્રીમાન્ હૃદયામ્બુધાતમ્ ॥ ચંદન જૈસા સંત હૈ, સર્પ જૈસા સંસાર અંગ હિ સે લપટા રહે, છોડે નહિ બિકાર ૧૨૯૪ ૨૧૬૬ (રાગ : ભૈરવી) શેરી શેરી ગલીયે ગલીયે શોધુ રે શામળીયા; સુના સુના લાગે મારા અંતરના આંગણીયા.... શેરી શેરી તારા કાજે ઓ શામળીયા સુખ છોડ્યા સંસારના, મળવા કાજે તલસે હૈયા ઝૂરી રહી તારા નામમાં; કોને જઈને દુ:ખડા કહેવા સુંદીરવર શામળીયા... શેરી શેરી રંગીલા શામળીયા તારો રંગ અમોને લાગ્યો રે, પ્રીત કરીને ક્યાં જઈ બેઠો ? ક્યાં જઈને સંતાયો રે ? ના તલસાવ કૃષ્ણ કનૈયા વિતે છે ચોઘડીયાં.... શેરી શેરી૦ તારા વિના જીવન સુનું અટવાણી અંધકારમાં, સૂઝ નથી પડતી ક્યાં જાવું માયાની જંજાળમાં; ભક્તોનાં હૈયામાં આજે લાગી છે લગની આ.... શેરી શેરી ૨૧૬૭ (રાગ : સોરઠ ચલતી) શોધી લે જીવનનો સાર, ઓ માનવી ! શોધી લે જીવનનો સાર. ધ્રુવ માનવીનો દેહ તને મોંઘો મળ્યો છે, કરજે વિવેકથી વિચાર; માયાના મોહમાં ઘેલો બનીને, ખેંચીશ મા પાપ તણો ભાર. ઓ માનવી દ્રષ્ટિ મળી છે તો સૃષ્ટિ નિહાળજે, ત્યાગીને મનના વિકાર; કુદરતના દર્શન તું કરજે કિરતારમાં, ઘટ ઘટમાં એનો ઘડનાર. ઓ માનવી માયા હશે તો સાથે ના આવશે, માથે છે જમડાનો ભાર; સગા-સંબંધી સૌ રડશે ને કૂટર્સ, પાછળથી કરશે પોકાર. ઓ માનવી . મુક્તિના દ્વાર સો માનવ દેહ છે, સાગર સમો છે સંસાર; તરવું કે ડુબવું વાત તારા હાથની, સમજીને હોડી હંકાર. ઓ માનવી૦ ભક્તિ ભગવાનની કરજે હંમેશા, સમજીને ખાંડા કેરી ધાર; શ્રદ્ધાથી જીવન-નૌકા હંકારજે, લઈ જાશે સામે પાર. ઓ માનવી૦ જબ લગ નાતા જાતકા, તબ લગ ભગત ન હોય નાતા તોડે હરિભજે ‘ભક્ત' કહાવે સોય ૧૨૯૫ ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy