________________
ગોવિંદ ગુણ તણી ઘંટીમાં, દોષ ભીતરના દળે; રૂષિરાજ રૂપિયો કૂત રૂઢી, પ્રેમ થકી જો પળે. જ્ઞાનમાંo
ભમરે ગેંગાને ભોળવી, બધો દેખાડ્યો બાગ; જોતાં વાડીનાં ઝાડવાં, ભાળ્યો વિષ્ટાનો ભાગ, પામર શ્વાન ન સમજે રે સંપમાં, અગણિત દેતાં ઉપદેશ; નજરે નાતીલા ચાળીને, દિલમાં દાખવશે દ્વેષ. પામર૦ અન્નનાં ભોજન શાં ઉંટને ? રીઝે ઝાંખરને જોઈ; ઇંતરડી વળગી અડાણમાં, પીશે પય છાંડી લોહી. પામર પુરૂષાતન ઇચ્છેરે પાર્વયો, એકે ન મળે ઇલાજ; કાળી કાંબલને કમજનો, રંગ ન લાગે રૂષિરાજ. પામર
કડવો ભગત ૧૧૬૧ (રાગ : દેશી ચલતી) અલ્યા ઊંઘણશી ! જોને જાગી;
આજ તારી ઝૂંપડીએ ઝાળ જો લાગી. ધ્રુવ ઉડી ચિંનગારી નિભાડામાંથી, ઘાસની ગંજીયે લાગી; પ્રચંડ ઝાળે લીધી ઝપટમાં, સળગી વાડી પરાગી. અલ્યા વધતા દવમાં વાયુ ભળ્યો ને જોરથી ભભૂકે જવાળા; પડખેવાળા નાઠા પડોશીઓ, ભેરૂ ગયા સ્થળ ભાગી. અલ્યા પ્રસરે પાવક, થડકે દિલડું, સમસમતી સોહાગી; સુખ ને દુ:ખની સાથી ગણાતી અર્ધાગના પણ ભાગી. અલ્યા ભડકે ઝૂંપડી માંડી ભરખવા , ઝાળમાં મોક્ષ ઝડપાણો ; ‘કડવો ભગત' કે ઊંધે અભાગિયો, કાળની નોબત વાગી. અલ્યા
૧૧૬૦ (રાગ બિહાગ) જ્ઞાનમાં ગુરૂ દયાથી ગળે, ભજનમાં તેની સુરતા ભળે. ધ્રુવ ગ્રામ કથાના ઘાટ ઉછે પણ, વિચારી પાછા વળે; પરધન ને પરનાર પેખતાં, ચિત્ત જરા નવ ચળે. જ્ઞાનમાંo હરતાં ફરતાં હરેક કામ, રામ નામ ધન રળે; કાયાનું ગુજરાન ટકે પણ, તનની મમતા ટળે, જ્ઞાનમાંo સંતતણી સુખદાઈ શિખામણ , સુરત ધરી સાંભળે; આતમરૂપ તણો નિત આનંદ, અંતરમાં ઉછળે. જ્ઞાનમાંo હરિજન થઈ હેતે હરિજનને , માન મુકીને મળે ; અંતરમાંથી ટળે અક્કડતા, લાવણ્યતાથી લળે. જ્ઞાનમાંo લીલાં સૂકાં સકળ લાકડાં, પાવકથી પરજળે; પ્રભુ પ્રતાપે પાપ કરમનાં, બીજ બધાં એમ બળે. જ્ઞાનમાં, ખેતીવાડી ખલક કરે પણ, ખબર પડે છે ખળે; ઉધમમાંથી ળ આવ્યાનું કારણ કર્મી જ કળે. જ્ઞાનમાંo
૧૧૬૨ (રાગ : માંડ) જગતમાં એ જન જાયે જીતી, જેની પ્રભુજી સંગાથે પ્રીતિ રે. લોભ, લાલચ કે ક્રોધ ન મનમાં, નિર્મળ જેની છે નીતિ; બુર ન ઈચ્છે કોઈ જનોનું (૨), સમષ્ટિની સ્થિતિ રે. ઈશ્વર સ્મરણ ભાવભજનમાં, સમાનતાની જેની રીતિ; સુખ કે દુ:ખ ન તેને સ્પર્શતા (૨), નવ હોય કાળની ભીતી રે. સંતના સંત એ સાધુ કહેવાયે, અવની પર આવ્યા અતિથી; ‘કડવો ભગત' કહે ધન્ય એ જનને (૨), જીંદગી ભક્તિમાં વીતી રે.
| મલ ભોગી કે મક્ષિકા, ચંદન પાસ ન જાય;
/ હું વિષયી તજી જ્ઞાનકો, ગીત જાર કે ગાય. || ભજ રે મના
શેરી મિત્રો સો મળે, તાળી મિત્ર અનેક; | જેમાં સુખદુ:ખ પામીયે, તે લાખોમાં એક.
૦૨૧
ભજ રે મના