________________
૧૧૫૭ (રાગ : બહાર) માયા માયા કરતો મૂરખ, ઠામ ઠરી નવ બેઠો રે; સંત સભામાં સ્નેહ ન રાખ્યો, પાપ સભામાં પેઠો રે. ધ્રુવ અલ્ય જીવનની આશા લાંબી, કૌતુક આતે કેવું રે; ફેંસી દેતાં ચડ્યું ફ્લેકું, આ જુગનું સુખ એવું રે. માયા તરૂવર ઉપર મધનું ટીપું, જીભડી જુદી થાશે રે; વરણાગીમાં વાંકો ચાલે , જમડા ઝાલી જાશે રે. માયા કલાલ કેરા ઘરનો ઉંદર, દારૂ પીને ડોલે રે; ઝડપ કરીને મનીએ ઝાલ્યો, ફાડી કાળજ લે રે. માયા ભાદરવાનો ભીંડો તેતો, વિલાઈ જાશે વ્હેલો રે; ધન જોબનના ધમધમાટમાં , ગર્વ કરે તે ઘેલોરે. માયા માથા ઉપર મોત ભમે છે, પડાક પકડી જાશેરે; મનનાં ધાર્યા મનમાં રહેશે, અવળા પડશે આણે રે. માયા
ક્યાંથી આવ્યો ક્યાં જાવોનો ? તપાસ કરને તેનો રે; શોધી કાઢને સદ્ગુરૂ જોશી, ઉકેલ પાડે એનો રે. માયા સોમણ તેલે સુઝ પડે નહિ, અણદીવે અંધારૂં રે; જ્ઞાન વિના બહુ ગોથાં ખાધાં , વળગ્યાં હું ને મારું રે. માયા શ્વાન પુંછડી સોયે વરસે, કાઢી તોયે વાંકી રે; ટીલું કરતાં ત્રેપન વિત્યાં , ભૂંડી વાણી ભાંખી રે. માયા કાશી જાત્રા કરી કાગડે, વિષ્ટા રહી ગઈ વ્હાલી રે; રૂષિરાજની શીખ ન માની, ખોયો મનખો ખાલી રે. માયા
રૂવે રાત દિવસ સહુ રાંક, ભુખે મન ભટકે રે; વડો પૂર્વ જનમનો વાંક, ખરેખર ખટકે રે. તાલેવંતને અંતરે ત્રાસ, ધાખના છે ધનની રે; રખે થઈ જાય નાણાનો નાશ, મહા વ્યાધિ મનની રે. સુવાસણને ધણીનો સંતાપ, હુકમ કરે હાળી રે; વિધવાનાં તો પૂરણ પાપ, ઉમર ઓશીયાળી રે. વણ પરણેલા મનમાં મુંઝાય, ફ્લેટ જેવાં ક્રીએ રે; પરણેલા મનમાં પસ્તાય, હવે શું કરીએ રે ? ભોગ લાગ્યા ને લીધો ભેખ, બોલે એવું બાવા રે; પડી રાખમાં રાબડ રેખ, એથી થયા આવા રે. ડાહ્યા દીલમાં દાડી દુભાય, ભોગે થયા ડાહ્યા રે; ઘડી જપ્યા નહિ ઘરમાંય, કુટી કુટી કાઢ્યા રે. મૂરખા મનમાંહિ મુંઝાય, પશુ જેવા પાક્યા રે; ખુણે જઈને નિશાસા ખાય, ઝુરી ઝુરી થાક્યા રે. જેને પ્રપંચ ઉપર પ્રીત, ઝુરે એતો ઝાઝું રે; રૂષિરાજની સમજે રીત, તેને સુખ તાજું રે.
૧૧૫૯ (રાગ : દુર્ગા) હરિગુણ ગાવામાં હોંશીલા, જગમાં હરિના રે જન , ખર શું ખાઈ જાણે ખીરને , મલકે ઉકરડે મન;
પામર પ્રભુ રસ તે શું પીએ ? ધ્રુવ કાગ મોતીને શું કરે, મોતી ભરખે મરાળ; પાડાને બીડાં શાં પાનનાં ? પાડો શોધે પરાળ, પામર અંધા આગળ શી આરશ ? સમજે છાણાં સમાન; બહેરા આગળ શું બોલવું, કેમ કરી ઉઘડશે કાન ? પામર
૧૧૫૮ (રાગ : ઝૂલણા છંદ) સદા સુખીયા જગતમાં સંત , દુરિજન દુખીયા રે; નાવે અકળામણનો અંત, મૂરખમાં મુખીયા રે. ધ્રુવ ક્રોધ ઔર તૃષ્ણા બહુ, એ દુર્ગુણ જો હોય; છોટમ આ સંસારમેં દુખીયા રહેવે સોય. ||
નિજ મત નીકો સબ કહે, ઔર કરે સંવાદ; || કાગ કહે નહિ કોકિલા, તેરો સુંદિર નાદ. | ૭૧૯
ભજ રે મના
ભજ રે મના
( ૭૧૮