________________
૧૭૨૯ (રાગ : પૂર્વકલ્યાણ)
નૈયા ઝુકાવી મેં તો જો જે ડૂબી જાય ના,
ઝાંખો ઝાંખો દીવો મારો, જો જે રે બુઝાય ના. ધ્રુવ
સ્વારથનું સંગીત ચારે કોર ગાજે, કોઈ નથી કોઈનું દુનિયામાં આજે; તનનો તંબુરો જો જે બેસૂરો થાય ના. ઝાંખો
પાપ અને પુણ્યના ભેદ રે ભૂલાતા, રાગ ને દ્વેષ આજે ઘટઘટ ઘુંટાતા; જો જે આ જીવતરમાં ઝેર પ્રસરાય ના. ઝાંખો શ્રદ્ધાના દીવડાને ઝલતો જ રાખજે, નિશદિન સ્નેહ કેરૂ, તેલ એમાં નાખજે; મનના મંદિરે જો જે અંધારૂં થાય ના. ઝાંખો
ભજ રે મના
૧૭૩૦ (રાગ : લલિતગીરી)
પ્રભુ તમે અરિહંત છો, મારે અરિ છે હજાર; પ્રભુ તમે તો જીતી ગયાને, મારે કર્મે હાર. ધ્રુવ આતમના કલ્યાણને કાજે, તમે દીધું બધું ત્યાગી, મારે લોભનો થોભ મળે ના, હું તો છું હજી રાગી; પ્રભુ તમે અણગાર થયાને, મારે મોટો સંસાર, પ્રભુ
સંકટને ઉપસર્ગીને તમે, સહેતા હસતાં હસતાં, દુઃખ પડે તો કાયર થઈને, વેઠું રડતાં રડતાં; પ્રભુ તમે પેલે પાર ગયાને, હું તો ડૂબૂ મઝધાર. પ્રભુ સિદ્ધિનું પદ પામવા તમે, સાચી સાધના કીધી, દુનિયાની રિદ્ધિ મેળવવા, મેં વિરાધના કીધી; ગોથા ખાઈ રહ્યો છું હું તો, ઉતાર જો ભવપાર. પ્રભુ
હરિ સુમરે પ્રાછિત ઘટે, મિત્ર સુમરે જાય પીર; અરિ સુમરે મેં તીન ગુન, બુદ્ધિ, પરાક્રમ, ધીર.
૧૦૬૦૦
૧૭૩૧ (રાગ : મધુવંતી)
પ્રભુ ! તારા નામની, માળા ફેરવીએ ત્યારે, મનનું છે ફેરા સંસારમાં. ધ્રુવ હાથમાં હોય તો, માળાનો મણકો જ્યારે, હૈયામાં સંભળાતો રૂપિયાનો રણકો ત્યારે; જરી વાર જંપીને, જપવા બેસીએ ત્યારે. મનડું ધીરજના રહેતી જરીએ, પ્રભુ તારા ધ્યાનમાં, સ્થિર ના થાતું ચિતડું, પ્રભુ તારા સ્થાનમાં;
ઘડી બે ઘડી રે તારા, સ્તવનો સાંભળીએ ત્યારે. મનડું સંતોની વાણી સુણતાં, મૈણામાં નીંદ આવે, ભગવત્ ભક્તિનું ભોજન, અમોને નહીં રે ભાવે; તારે મંદિરીએ આવી, પૂજન કરીએ ત્યારે. મનડું
એવું છે ચંચળ ચિતડું, પ્રભુજી અમારૂં,
દીવો છે હાથમાં ને, તોયે અંધારૂં;
મોટું મન રાખી વ્હાલા, એટલું આપજે કે, ફેરા રહે
ܗ
પાછા સંસારમાં, મનડું
૧૭૩૨ (રાગ : યમન કલ્યાન)
પ્રભુ, તારૂં ગીત મારે ગાવું છે, પ્રેમનું અમૃત પીવું છે. ધ્રુવ આવે જીવનમાં તડકા છાયા, માંગુ હે પ્રભુ તારી માયા; ભક્તિના રસમાં ન્હાવું છે. પ્રભુ
ભવસાગરમાં નાવ ઝુકાવી, ત્યાં તો ભયાનક આંધી ચડી આવી; સામે કિનારે મારે જાવું છે. પ્રભુ
વેતાં નીર રહે સાધુ તો રમતા
તું વીતરાગી હું અનુરાગી, તારા ભજનની રઢ મને લાગી; પ્રભુ, તારા જેવું મારે થાવું છે. પ્રભુ
નિર્મળાં, બાંધ્યાં ગંદાં હોય; ભલા, દાગ ન લાગે કોય. ૧૦૬૧
ભજ રે મના