SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨૫ (રાગ : મેઘ) તમે મન મૂકીને વરસ્યા, અમે જનમ જનમના તરસ્યા; તમે મૂશળધાર વરસ્યા, અમે ભવોભવના પ્યાસા. ધ્રુવ હજાર હાથે તમે દીધું પણ , ઝોળી અમારી ખાલી, જ્ઞાન-ખજાનો તમે લૂંટાવો, તોય અમે અજ્ઞાની; તમે અમૃતરૂપે વરસ્યા, અમે વિષય-કપાયમાં અટક્યા. તમે સ્નેહની ગંગા તમે વહાવી, આતમ નિર્મળ કરવા, પ્રેમની જ્યોતિ તમે જલાવી, જીવન ઉજ્જવળ કરવા; તમે સૂરજ થઈને ચમક્યો, અમે અંધારામાં ભટક્યા તમેo શબ્દ શબ્દ સત્ય પ્રરૂપે, એવી તમારી વાણી, એ વાણીની પાવનતાને , હવે અમે પિછાણી; તમે મહેરામણ થઈને ઉમટ્યા , અમે સાથે રહી ખેંચાયા.તમેo ૧૭૨૭ (રાગ : ભૈરવી) દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો, તનના મનના તિમિર હરો. ધ્રુવ માયા નગરનાં રંગરાગમાં કાયા આ રંગાણી , ભવસાગરમાં ભમતાં ભમતાં, પીધા ખારા પાણી ; દુ:ખડા સર્વે દૂર કરો. દીવડો જાણી જોઈને મારગ વચ્ચે મેં તો વેર્યા કાંટા, અખંડ વહેતી પ્રેમ નદીના પડયા હજારો ફાંટા; દેખાડો પ્રભુ-રાહ ખરો. દીવડો સ્વારથની આ દુનિયામાંહી, આશા એક તમારી, જીવનનાં સંગ્રામ જોજો , જાવું ના હું હારી; હૈયે ભક્તિ ભાવ ધરો. દીવડો ૧૭૨૬ (રાગ : ધોળ) તારા ગીત ગાતા , આયખુ વહી જાય રે, ભક્તિના તાન મહી, શક્તિ ખરચાય રે; તોયે આ કાળજું, કરૂ રહી જાય (૨). ધ્રુવ વાતવાતમાં વાયા વર્ષોના વ્હાણા , ગાજીગાજીને અમે ગાયા તારા ગાણા ; ખેંચી ખેંચીને હવે તો કંઠ સુકાય. તોયે રૂમઝૂમ રૂમઝૂમ દેહને નચાવ્યો, સુતેલો આતમા તોયે ના જાગ્યો; કાળની ઘડીમાં હવે રેતી સરી જાય. તોયે સાચો મારગ ના સમજાય સ્વામી, જીવનમાં ક્યાંય તો રહી ગઈ ખામી; મુક્તિની વાત સુણી મનડું મલકાય. તોયે ૧૭૨૮ (રાગ : માલકૌંશ) નહિ રાગ નહિ દ્વેષ લગીરે, જેને સર્વ સમાન; એવા છે વીતરાગી જગમાં, જિનેશ્વર ભગવાન. ધ્રુવ રાજપાટને માતપિતાની, મૂકી દીધી છે માયા , આતમના રંગે રંગી છે, એણે નિજની કાયા; જનમ મરણની જાળ તોડવા, દીધું અનુપમ જ્ઞાન, નહિo વાણીમાંથી વ્હાલપ વરસે, પ્રાણીમાત્રમાં પ્રેમ, શબ્દ શબ્દ શાતા મળતી, શતળ ચાંદની જેમ; રોમે રોમે ગાજી રહેતું, વિશ્વ પ્રેમનું ગાન , નહિ સત્ય અહિંસાનો દીધો છે, દુનિયાને સંદેશ, મંગળમય મુક્તિનો જેણે આપ્યો છે આદેશ; સચરાચર સૃષ્ટિમાં સહુનું, ચાહે છે કલ્યાણ. નહિ સજ્જન કે ઘર જાય કે, દુઃખ રોઈયે ધાય; કારી લગે તો બાંટ લે, નહીં તો મારગ દેત બતાય.. ૧૦૫૦ જો સંપત અતિશે બટે, કોય ન આપે ચિત્ત; | તો એ કબુ ન વિસારીએ, હરિ અરિ અપનો મિત્ત. ૧૦૫૦ ભજ રે મના ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy