SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ લાખા લોયણ ૧૬૮૦ (રાગ : સોરઠી આરાધ) જી રે લાખા ! બ્રહ્મમાં ભળવું હોય તો હેત વધારો જી હોજી; અને મનના પ્રપંચને મેલો રે હાં ! ધ્રુવ જી રે લાખા ! નૂરત-સૂરતથી ફ્રી વ્યોને મેળા જી હો જી; અને ફળની ઇચ્છાને ત્યાગો રે હાં ! બ્રહ્મ જી રે લાખા ! તરણા બરોબર આ જગતની માયા છે હો જી; એને જાણજો મનથી જાડી રે હાં ! બ્રહ્મ જી રે લાખા ! કાળને ઝપાટે એ તો ઝડપાઈ જાશે જી હો જી; ત્યારે જીવડો તે જાશે ઊડી રે હાં ! બ્રહ્મ જી રે લાખા ! જાગીને જોશો તો તમને ઈશ્વર મળશે જી હો જી; ત્યારે તો મનની ભાંતિ ભાંગી પડશે રે હાં ! બ્રહ્મ જી રે લાખા ! સંકલ્પ-વિકલ્પની ગાંઠું બંધાણી જી હો જી ; એ તો ગુરુવચનથી ગળશે રે હાં ! બ્રહ્મ જી રે લાખા ! હાર ન પામો તમે હિંમત રાખો જી હો જી; અને ગુરુવચન રસ ચાખો રે હાં ! બ્રહ્મ0 જી રે લાખા ! શેલÍની ચેલી સતી લોયણ બોલ્યાં જી હો જી; તમે વચન સમજીને સુખ માણો રે હાં ! બ્રહ્મ જી રે રાણી ! ધ્યાતા-ધ્યાન-ધ્યેયની ત્રિપુટી જ્યાં ન મળે જી હો જી; તે તો અંખડ ધ્યાની કહાવે રે હાં !શુદ્ધ જી રે રાણી ! જીવ-ઈશ્વરની જે ભ્રાંતિને ભાંગે જી હો જી ; તેને લોક પરલોક નજરે ના 'વે રે હાં !શુદ્ધ જી રે રાણી ! અસલ યોગની જેણે જુક્તિને જાણી જી હો જી; એને સાક્ષાત્કાર બની આવે રે હાં !શુદ્ધ૦ જી રે રાણી ! પરા, પશ્ચંતી , મધ્યમા ને વૈખરી વાણી જી હો જી ; એ ચારેથી જુદો કહાવે રે હાં !શુદ્ધ જી રે રાણી ! સ્કૂલ , સૂક્ષ્મ કારણ-મહાકારણ સમાવે જી હો જી ; એ આત્મા અભેદ નજરે આવે રે હાં !શુદ્ધ જી રે રાણી ! અખંડ સુખમાં અલમસ્ત ફરે છે જી હો જી; ત્યાં દ્વતપણું અંતર નવ આવે રે હાં !શુદ્ધ જી રે રાણી ! શેલર્નીની ચેલી સતી લોયણ’ બોલ્યાં જી હો જી ; એ તો વ્યાપમાં આપ સમાવે રે હાં !શુદ્ધ ૧૬૮૧ (રાગ: સોરઠી આરાધ) જી રે રાણી ! શુદ્ધ સ્વરૂપમાં જેનું લક્ષ લાગ્યું છે હો જી; તેને કેવળ પદ દૃષ્ટિએ આવે રે હાં !ધ્રુવ જી રે રાણી ! તત્ પદ – પદ મેલી કરીને જી હો જી; એ તો અસિ પદમાં સુરતા સમાવે રે હાં ! શુદ્ધ ૧૬૮૨ (રાગ : સોરઠી આરાધ) જી રે લાખા ! હરિ-ગુરૂ-સંતને તમે એકરૂપ જાણો જી હો જી; એમાં જુદાપણું ઉરમાં નવ આણો રે હાં ! ધ્રુવ જી રે લાખા ! ગુરુમાં હરિ-હરિમાં ગુરુ એકમેક છે હો જી; એક એક જાણી રસ માણે રે હાં ! હરિ, જી રે લાખા ! ગુરના વિષે દી અભાવ ના લાવો જી હો જી; એ છે સમજણ મોટી રે હાં ! હરિ૦ જી રે લાખા ! જ્યાં લગી ગુરુમાં વરણભેદ ભાળો જી હો જી; ત્યાં લગી વાતું છે ખોટી રે હાં ! હરિ પ્રીત નિભાવન કઠિન હય, સબસેં નિભત નાહીં; ચડવો તુરીંગ મીનપે, ચલવો પાવક માંહિ. ૧૦૨છે. | પ્રીત કરે સો બાવરા, પ્રીત કરે દુ:ખ હોય; } નગર ઢંઢેરો ફેરતી, પ્રીત ન કરિયો કોય. || ૧૦૨૦ ભજ રે મના ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy