________________
ભસ્મ લગાવત ઠાડો રહેવે, કહેંત હૈ હું ‘વરતી'; જંત્ર મંત્ર જડી બૂટી ભેષજ, લોભવશ મૂઢમતિ, જબ૦ બડે બડે બહુ પૂર્વ ધારી, જિનમેં શક્તિ હતી; સો ભી ઉપશમ છોડિ બિચારે, પાયે નરક ગતિ. જબ૦ કોઈ ગૃહસ્થ કોઉ હોવે વૈરાગી, જોગી ભમત જતી; અધ્યાતમ-ભાવે ઉદાસી-રહેંગો, પાવેગો તબહી મુગતિ. જબo શ્રી નયવિજય વિબુધ વર રાજે, ગાજૈ જગ કીરતિ; શ્રી જસવિજય ઉવઝઝાય પસાયે, હેમ પ્રભુ સુખ સંતતી. જબ૦
૧૬૬૬ (રાગ : દેશી ઢાળ) ચેતન જ્ઞાન અજવાળીએ , ટાળીએ મોહ સંતાપ રે; ચિત્ત ડમડોળતું વાળીએ , પાળીએ સહગુણ આપ રે. ધ્રુવ ઉપશમ અમૃતરસ પીજીએ, કીજીએ સાધુ ગુણ ગાન રે; અધમ વયણે નવિ ખીજીએ , દીજીએ સજ્જનને માન રે. ચેતન વિશ્વ ઉપકાર જે જિન કરે, સાર જિન નામ સંયોગ રે; તે ગુણ તાસ અનુમોદિયે, પુણ્ય અનુબંધ શુભ યોગ રે. ચેતન થોડેલો પણ ગુણ પરતણો, સાંભળી હર્ષ મન આણ રે; દોષ લવ પણ નિજ દેખતા, નિર્ગુણ નિજ આત્મા જાણ રે. ચેતન દેહ મન વચન પુદગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે; અક્ષય અંકલંક છે જીવનું, જ્ઞાન આનંદ સ્વરૂપ રે. ચેતન કર્મથી કલ્પના ઉપજે, પવનથી જેમ જલધિ વેલ રે; રૂપ પ્રગટે સહજ આપણું, દેખતાં દૃષ્ટિ સ્થિર મેલ રે. ચેતન દેખીએ માર્ગ શિવનગરનો, જે ઉદાસીન પરિણામ રે; તેહ અણછોડતાં ચાલીએ, પામીએ જિમ પરમ ધામ રે. ચેતન શ્રી નયવિજય’ ગુરૂ શિષ્યની શિખડી અમૃત વેલ રે; એહ જે ચતુર નર આદરે, તે લહે ‘સુજસ’ રંગ રેલ રે. ચેતન
૧૬૬૮ (રાગ : તોડી) જૈન કહો ક્યોં હોવે, પરમ ગુરુ ! જૈન કહો ક્યોં હોવે ? ગુરુ ઉપદેશ બિના જન મૂઢા, દર્શન જૈન વિગોવે. ધ્રુવ કહત કૃપાનિધિ સમ-જલ ઝીલ, કર્મ મયલ જો ધોવે; બહુલ પાંપ-મલે અંગ ન ધારે, શુદ્ધ રૂપ નિજ જોવે. પરમ સ્યાદ્વાદ પુરન જો જાને નયગર્ભિત જસ વાચા; ગુન પયય દ્રવ્ય જો બૂઝ, સોઈ જૈન હૈ સાચા. પરમ જૈન ભાવ-જ્ઞાને સબમાંહીં, શિવ સાધન સહિએ; નામ વેષભૂં કામ ન સીઝ, ભાવ ઉદાસે રહીએ. પરમ જ્ઞાન સકલ નય સાધન સાધો, ક્રિયા જ્ઞાન કી દાસી; ક્રિયા કરત ધરતુ હૈ મમતા, યાહી ગલ મેં ફાંસી. પરમ ક્રિયા વિના જ્ઞાન નાહી કબહું, ક્રિયા જ્ઞાન બિન નાહિ; ક્રિયા જ્ઞાન દોઉ મિલત રહેતુ હૈ, જ્યોં જલ-રસ જલમાંહી. પરમ૦ તત્ત્વ-બુદ્ધિ જિનકી પરિણતિ હૈ, સક્લ સૂબકી કૂંચી; જગ જસવાદ વદે ઉનહીકો, જૈન દશા ‘જસ' ઊંચી. પરમ
૧૬૬૭ (રાગ : સોહની) જબ લગ ઉપશમ નહિ રતિ, તબ લગે જોગ ઘરે ક્યા હોવે ? નામ ધરાવે ‘જતિ’. ધ્રુવ કપટ કરે તું બહુ વિધ ભાતેં, ક્રોધે જäય છતી; તાકો ફ્લ તું ક્યાં પાવેગો ? જ્ઞાન વિના નહિ બતી. જબo ભૂખ તરસ ઓર ધૂપ હતુ હૈ, કહે તું ‘બ્રહ્મવ્રતી'; કપટ કેલવે માયા મંડે, મનમાં ધરે વ્યક્તિ. જબo
અહા દઈ એસી ભઈ, અન ચાહત કે સંગ; દીપકકે મનમેં નહીં, જલ જલ મરે પતંગ. |
૧૦૧છે
હરદી ઝરદી નાં તજે, ખટુ રસ તજે ન આમ; ગુણીજન ગુણકોં નાં તજે, ગુણકોં તજે ગુલામ.
૧૦૧૭
ભજ રે મના
ભજ રે મના