SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧૮ (રાગ : માલકૌંસ) પ્રેમનું પાન કરાવો હરિવર ! પ્રેમનું પાન કરાવો. પ્રેમની આંખે, પ્રેમની પાંખે; પ્રેમ સ્વરૂપે આવો હરિવર. પ્રેમનુંo પ્રેમ સુધાનો હું બહુ તરસ્યો; પ્રેમની તરસ છિપાવો હરિવર. પ્રેમનુંo પ્રેમ પપૈયો પિયુ પિયુ બોલે; પ્રેમ સુધા વરસાવો હરિવર. પ્રેમનુંo પ્રેમની ભિક્ષા માગી રહ્યો છું, બીજો નથી કંઈ દાવો હરિવર. પ્રેમનુંo પ્રેમામૃતના ધન વરસાવી; વિરહની આગ બુઝાવો હરિવર. પ્રેમનુંo પ્રેમની તરસે કંઠ સુકાતો; પ્રેમની અંજલિ પાવો હરિવર. પ્રેમનુંo બાળક‘વલ્લભ' પ્રેમ પિયાસી; નાથ !નહીં તલસાવો હરિવર. પ્રેમનુંo ૯૨૦ (રાગ : ગઝલ) હૃદયના દીવડે બળતી, તમારા પ્રેમની જ્યોતિ; કદી એ થાય ના ઝાંખી, પ્રભુ હું એટલું માગું. ધ્રુવ જગતની આ ધમાલો કે, વિષયમાં હું સદા ઊં; સદા હું શ્રેયના પંથે, તમારા એકમાં જાગું. હૃદયના તમારા પ્રેમ ભક્તિની હૃદયમાં, નિત્ય ભરતી હો; પતિત પાવન અભય શરણું, ભૂલે ચૂકે ન હું ત્યાગું. હૃદયના મને સંસાર ના ક્રૂરે, તમારૂ સ્મરણ હો ઉરે; કુસંગી વાંચકોથી હું, હજારો ગાઉ દૂર ભાગું. હૃદયના મને ના મૂંઝવે માયા, તમારી હો શીતળ છાયા; તમારા ભજનમાં ‘ વલ્લભ' રહે મનડું સદા લાગ્યું. હૃદયના ૯૧૯ (રાગ : કાલિંગડા) રામ રાખે તેમ રૈવું અરે મન, રામ રાખે તેમ રેંવું. ધ્રુવ માલપુવા કે ટાઢા ટુકડા, આવે તે ખાઈ લેવું, છત્રી પલંગ કે ભોંય પથારી, તેમાં સદા ખુશ રેંવું. રામ કદી અજવાળા કદી અંધારા, ભાગ્યનું ચક્ર છે એવું; સારૂં કે નરસું માલિક આપે, માથે ચડાવી લેવું. રામ દુ:ખ દાવાનળ માથે વરસે, શાંત રહીને હેવું; ધન વિધા કે વસ્ત્ર ભોજનીયાં, આપેલ હોય તો દેવું. રામ પ્રભુ ઈચ્છાવિણ તરણું ન ચાલે, નાહક કોઈને કેવું; નાચ પ્રકૃતિનો ચાલી રહ્યો છે, દષ્ટા થઈ ચૂપ રેંવું. રામ હેલ માયાના ખેલ માયાના, મિથ્યા મૃગજળ જેવું; રામ * વલ્લભ’નું શરણું સાચું, નામ એનું નિત લેવું. રામ ૯૨૧ (રાગ : બાગેશ્રી) નિશદિન શ્રીજિન મોહિ અધાર. જિનકે ચરન-કમલકે સેવત, સંકટ દત અપાર, નિશદિન જિનકો વચન સુધારસ ગર્ભિત, મેટત કુમતિ વિકાર, નિશદિન ભવ આતાપ બુઝાવતકો હૈ, મહામેઘ જલધાર, નિશદિન જિનકો ભગતિ સહિત નિત સુરપત, પૂજત અષ્ટ પ્રકાર, નિશદિન જિનકો વિરદ વેદ વિદ વરનત, દારૂણ દુ:ખ હરતાર. નિશદિન ભવિક ‘વૃદ’કી વિધા નિવારો, એપની ઔર નિહાર, નિશદિન - શ્રી વૃન્દાવનદાસ પઢત ગુનત રોગી ભયે, બચ્યા બહુત અભિમાન ભીતર ભડકા જગતકા, ઘડી ન પડતી શાન || ૫૬૨) જપ તપ તીરથ સબ કરે, ઘડી ન છાંડે ધ્યાન || કહે કબીર ભક્તિ બિના, કબૂ ન હોય કલ્યાના ૫૬૩ ભજ રે મના વલ્લભ
SR No.009144
Book TitleBhaj Re Mana Part 01
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages381
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy