SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર ૩૦ બાઈને એવો ઘણી અથવા ભાઈને એવી સ્ત્રી મળી હોય કે જેથી → એને રાજી રાખવા માટે પરમાર્થની પ્રવૃત્તિ કરી શકાતી ન હોય. આ પરના કારણને લઈને પરાધીનતા છે. (૨) પોતાને શુદ્ધભાવની ઓળખાણ ન હોવાથી તેમાં પ્રવર્તી શકે નહીં. તે છતાં પવિત્રતાને વિસ્મરણ કર્યા વગર ભાવ બને તેટલા શુદ્ઘ રાખીને આજનો દિવસ રમણીય કરજે. શુદ્ધભાવનું ઓળખાણ થવાની ભાવના કે ઓળખાણ થયું હોય તો તેમાં રહેવાની ભાવના ભૂલવા યોગ્ય નથી. એને ભૂલીને બીજામાં આનંદ માનવા યોગ્ય નથી. પ્રમાદ એ શત્રુ છે. તેને લઈને ભૂલી જવાય છે; માટે ચેતાવ્યું છે. ૧૭. આજે જો તું દુષ્કૃતમાં દોરાતો હો તો મરણને સ્મર. દુષ્કૃતમાં દોરાવાનું કે પ્રેરાવાનું કારણ તો મોહ છે. મરણનો વિચાર કરે તો મોહ પાછો હઠે. મોહ નાસી જાય. ગમે તે દૃષ્ટિમાં આવ્યું હોય અને મરણનો વિચાર કરે કે અત્યારે મરી જવાનું છે તો હું કેટલા પાપ કરીને પછી મરી જાઉં એવો કોઈ વિચાર કરે ? મરતી વખતે તો એને જે સારામાં સારું લાગ્યું હોય તેની ઇચ્છા કરે છે; પણ પાપ કરીને દુઃખ ભોગવવાની ઇચ્છા કોઈને થતી નથી. ‘મતિ એવી ગતિ’ એમ કહેવાય છે. છેવટે જેવી મતિ તેવી ગતિ થાય છે. તેથી દુર્ગતિને કોઈ ઇચ્છતું નથી. એમ વિચારું કે ક્ષણે ક્ષણે જે આયુષ્ય ઘટે છે તે મરણ જ છે; તેથી ખોટા વિચારો કદી કરવા યોગ્ય નથી. લૌકિક રીતે જે મરણ કહેવાય છે તે દ્રવ્ય મરણથી જીવ ડરે છે, માટે મરણ સંભારવાનું કહ્યું. ખરી રીતે તો દરેક ક્ષણ અમૂલ્ય ગણીને વર્તવા યોગ્ય છે. દરેક ક્ષણે ભાવમરણ થઈ રહ્યું છે. “ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો.” તેની પણ સ્મૃતિ કરાવી છે. માટે કોઈ ખરાબ કૃત્યમાં દોરાતો હોય તો મરણનું સ્મરણ કરજે. ૧૮. તારા દુઃખ સુખના બનાવોની નોંઘ આજે કોઈને દુઃખ આપવા તત્પર થાય તો સંભારી જા. ઉપરના વાક્યમાં દુષ્કૃત કરતાં અટકી પોતાના મરણને સ્મરવા કહ્યું. હવે બીજાને દુઃખ આપવા તત્પર થાય તો પહેલાં પોતાના સુખ દુઃખનાં બનાવોને સંભારી જવા જણાવ્યું—સ્મૃતિમાં લાવવા કહ્યું. કેમકે સર્વ જીવ સુખને ઇચ્છે છે અને દુઃખ દૂર કરવા ઇચ્છે છે. આપણને દુઃખ આવી પડ્યું હોય ત્યારે કોઈ પુષ્પમાળા વિવેચન 35 આવીને આપણને બચાવે એમ થાય છે. તેમ જેને આપણે દુઃખ આપવા ઇચ્છીએ તે જાણે-અજાણે પણ દુઃખ દૂર કરનારને ઇચ્છે છે. પરોપકારી પુરુષો પોતે દુઃખ વેઠીને પણ બીજાને સુખી કરે છે. તો બીજાને દુઃખ આપવાનો પરિશ્રમ લેવો એ હલકી વૃત્તિ છે, તે આપણા જ દુઃખનું કારણ છે; પોતાને માથે દુઃખ વોરી લેવા જેવું છે. ૧૯, રાજા હો કે રંક હો-ગમે તે હો, પરંતુ આ વિચાર વિચારી સદાયાર ભણી આવજો કે આ કાયાનાં પુદ્ગલ થોડા વખતને માટે માત્ર સાડાત્રણ હાથ ભૂમિ માંગનાર છે. ૩૧ રાજા કે રંક બધાને માથે મરણ ભમે છે. માટે દેહને પોષવામાં થતાં પાપને અટકાવવાં અને સદ્ગતિના કારણ સેવવા માટે પ્રવૃત્તિ કરવા ચેતાવે છે. આ ભવ સદાચારને માટે છે. દૈહિક સુખમાં ખોટી થઈને જીવ માત્ર પાપની પ્રવૃત્તિમાં પડ્યો રહેશે તો આ મનુષ્યભવ સફળ કરવાનો ઉત્તમ અવસર વહ્યો જશે; અને કરેલાં પાપો ભોગવવા માટે દુર્ગતિમાં જવું પડશે. અમુકને માટે આ કરું છું, કુટુંબને બચાવવા માટે આદિ ચિત્તમાં વિચાર રાખી પાપ કરે છે; પણ કોઈ એને બચાવનાર નથી કે કોઈ સાથે આવનાર નથી. પાપ પુણ્ય કર્યું હશે તે જ સાથે આવશે. જેની તું કાળજી રાખે છે એવો દેહ પણ નાખી દઈ ચાલી જવું પડશે. માટે આત્માનું હિત થાય તેવો સદાચાર ત્વરાથી સેવવા યોગ્ય છે. ૨૦. તું રાજા હો તો ફિકર નહીં, પણ પ્રમાદ ન કર, કારણ નીંચમાં નીચ, અઘમમાં અધમ, વ્યાભિચારનો, ગર્ભપાતનો, નિર્દેશનો, ચંડાલનો, કસાઈનો અને વેશ્યાનો એવો કણ તું ખાય છે. તો પછી? રાજાની પદવી એવી છે કે આખો દિવસ પ્રમાદમાં જાય. આત્માને ભૂલવાનાં નિમિત્ત એને ઘણાં છે. ભરત રાજાનું દૃષ્ટાંત :- ભરત ચક્રવર્તીને ઋષભદેવ ભગવાનનો બોધ લાગ્યો ત્યાર પછી પ્રમાદને જીતવાને માટે અનેક ઉપાયો લેતા રહેતા. ભરત રાણીવાસમાં જતાં કે ગમે તે કામ કરવા જતા હોય તો પણ એક ચેતવણી મળતી કે ‘માથે મરણ છે.’” અંતઃપુરમાં માણસ જાય નહીં માટે ઘંટડીઓની ગોઠવણ કરી હતી.
SR No.009138
Book TitlePushpmala
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages105
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy