SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૨e શ્રીમદ્ રાજચંદ્ર ધ એકાંતે કહેવું નથી. દ્રવ્યને ભાવ બેઉ એમને જણાવવા છે. ઉપર 0 સ્તવનની કડીમાં જેમ કહ્યું તેમ દ્રવ્યદયા એ ભાવદયાનું બાહ્યરૂપ છે. ભાવદયા જેના હૃદયમાં છે તેના વ્યવહારમાં દ્રવ્યદયા તો હોય જ છે. તે તરફ લક્ષ ખેંચવા માટે આ બારમા પુષ્પમાં સ્પષ્ટતા કરી છે કે કોઈ પ્રાણીની દ્રવ્યથી હિંસા કરવી નહીં, તેમજ ‘ગજા ઉપરાંત તેનાથી કામ લેવું નહીં. શરૂઆતમાં એ પ્રમાણે દ્રવ્યથી વર્તતાં ભાવદયા થવાનું છે કારણ છે. કોઈના નિમિત્તે ક્રોધાદિથી પોતાના આત્માના ભાવોની હિંસા ન થાય તે ભાવદયા છે. ૧૩. કિંવા પુરુષો જે ૨સ્તે ચાલ્યા તે. ‘મહાજનો યેનગતા સ પત્થા” પુરુષો જે માર્ગે ચાલ્યા તે જ ખરો ઘર્મ છે. તે માર્ગે ચાલવાથી જ આપણું કલ્યાણ છે. ૧૨મા વાક્યમાં લખેલ સ્તવનની કડીમાં એનો ખુલાસો આવી ગયો છે. ૧૪, મૂળતત્ત્વમાં ક્યાંય ભેદ નથી. માત્ર વૃષ્ટિમાં ભેદ છે એમ ગણી આશય સમજી પવિત્ર ઘર્મમાં પ્રવર્તન કરજે. જે આત્માના અસ્તિત્વને માને છે, જેને આત્માની શ્રદ્ધા છે તેને કેવા ઘર્મમાં પ્રવર્તવું તે હવે ફરીથી કહે છે મૂળ તત્ત્વમાં ક્યાંય ભેદ નથી - આત્મા બધાના સરખાં છે. એ આત્માને ઓળખવા માટે (નાસ્તિક સિવાય) બઘા થર્મોનો બોધ છે. માત્ર વૃષ્ટિમાં ભેદ છે - વ્યવહારદ્રષ્ટિ તે બાહ્યદૃષ્ટિ છે. તે કર્મ આદિ પરપદાર્થોને જાએ છે, તેથી સર્વ જીવ સિદ્ધ સમ હોવા છતાં પુણ્ય-પાપના ફળમાં જુદા જુદા આકાર જોઈ નાના મોટા ગણે છે. પણ તે માત્ર દ્રષ્ટિનો ભેદ છે. તે અજ્ઞાનના કારણે છે. મૂળ સ્વરૂપે જોતાં સર્વ જીવો સિદ્ધ સમાન છે. એમ ગણી આશય સમજી પવિત્ર ઘર્મમાં પ્રવર્તન કરજે - વ્યવહાર બધો નિશ્ચય આત્મસ્વરૂપ સમજાવવા માટે છે. એ આશય ઉપર દ્રષ્ટિ રાખીને પવિત્ર ઘર્મ એટલે સત્ય મોક્ષમાર્ગમાં પુરુષાર્થ કરજે. તે પ્રમાણે વર્તજે. જ્યાં વર્તવાનું આવે ત્યાં વ્યવહાર છે પણ નિશ્ચયનયનો લક્ષ ન ચૂકાય માટે આ આશય સમજીને વર્તવા કહ્યું છે. “નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવા નોય; નિશ્ચય રાખી લક્ષમાં સાઘન કરવાં સોય.” પુષ્પમાળા વિવેચન જે કંઈ ઘર્મને નામે તું કરે છે તે આશય સમજીને કરજે એમ / સામાન્ય ચેતવણી આપે છે. જે કરવું તે આત્માર્થે કરવું. એ લક્ષ ભુલવા યોગ્ય નથી. ૧૫. તું ગમે તે ઘર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી, માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સંસારમળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે. ઉપર ‘પવિત્ર ઘર્મ' કહ્યો તેનો આમાં અર્થ કર્યો. પહેલેથી ઘર્મ શું, કેવા ઘર્મમાં પ્રવર્તવું તે બઘાનો આમાં સંક્ષેપમાં ભાવ કહ્યો. પવિત્ર ધર્મ શાને કહ્યો? તો કે “જે રાહથી સંસારનો નાશ થાય છે.” પછી એને થર્મ કહો, ભક્તિ કહો, કે સદાચાર કહો. ભક્તિ, થર્મ, સદાચારનો આશય શું? તો કે સંસાર મળનો નાશ કરવો તે, અર્થાત્ જે મોક્ષ કરાવે તે સાચો ઘર્મ. “મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા તે પામે તે પંથ.” જેથી આત્મા શુદ્ધ થાય તે ધર્મ કહ્યો કે પંથ કહ્યો. ૧૬, ગમે તેટલો પરતંત્ર હો તો પણ મનથી પવિત્રતાને વિસ્મરણ કર્યા વગર આજનો દિવસ રમણીય કરજે, આટલું બધું સાંભળીને આ પવિત્રતાનું વિસ્મરણ કરીશ નહીં. જ્ઞાની પુરુષ કહે છે કે પવિત્રતા તે શું? તેને ઓળખવી અને ઓળખ્યા પછી તેનું વિસ્મરણ ન કરવું. પવિત્ર પુરુષનાં યોગે તે ઓળખાય છે. પવિત્રતા એટલે શુદ્ધતા. ક્ષમાપનાના પાઠમાં “તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં.” હે ભગવાન! તમારે શાને પવિત્રતા કહેવી છે તેની હજી મને ખબર પડી નથી. પવિત્ર થયા વગર એટલે ભાવોમાં પવિત્રતા આવ્યા વગર શબ્દોથી તે ઓળખાય એમ નથી. વચનામૃત ૧૦૪માં “પવિત્ર પુરુષોની કૃપાદ્રષ્ટિ એ જ સમ્યગ્દર્શન છે.” યોગ્યતા ન હોય તો કૃપાદ્રષ્ટિ થતી નથી ને યોગ્યતા થાય તો કૃપાદ્રષ્ટિ થાય છે. શુદ્ધભાવ એ જ ઘર્મ છે, એ જ પવિત્રતા છે; જેથી સંસારનો નાશ થાય છે. માટે ગમે તેટલો તું પરતંત્ર હોય તો પણ પવિત્રતાનું વિસ્મરણ કરીશ નહીં. શુભાશુભ ભાવથી કર્મબંઘ થાય છે; અને શુદ્ધભાવથી બળવાન નિર્જરા થાય છે. શુદ્ધભાવ એ જ યથાર્થ ઘર્મ છે. પરતંત્રતા બે પ્રકારની છે (૧) પરાધીનપણે વર્તવું પડે. સંસારી કાર્યોમાં કાળ જાય કે આજીવિકા આદિ કારણોમાં કાળ ગાળવો પડતો હોય અથવા કોઈ
SR No.009138
Book TitlePushpmala
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages105
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy