SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રગટતા થતી નથી. ધર્મભાવનાનો અભ્યાસ કરવાથી વસ્તુ સ્વરૂપની સાચી સમજણ થાય છે. ધર્મભાવના આભ્યાસમાં વીતરાગતારૂપ ધર્મનું નિપણ અનેક પ્રકારે દર્શાવવામાં આવે છે. ધર્મનું છે. ધર્મનું ફળ અલૌકિક અને અર્ચિત્ય હોય છે. ઘર્મનું બારેય પ્રકારની ભાવના આત્માના ધર્મ માટે હોય નિરૂપણ વસ્તુના સ્વભાવ ઉપરાંત ઉત્તમ ક્ષમાદિ લક્ષણ, રત્નત્રય, જીવદયા, અહિંસા, સામ્યભાવ, ચારિત્ર, મોહોમ વિનાના નિજ પરિણામ, મોક્ષમાર્ગ અનેમો જેવા અનેક પ્રકારે હોય છે. આ દરેક બાબત વસ્તુના સ્વરૂપ સાથે સંકળાયેલી અને વસ્તુના સ્વરૂપને બતાવનારી છે. ધર્મભાવનાના અભ્યાસમાં ઉત્તમ કામાદિ દશ લક્ષણ વગેરેની સમજૂતી હોવાથી તેના આધારેપણ તે વસ્તુ સ્વરૂપની સાચી સમજણ કરાવનાર છે. મહાન ફળ મેળવવા ઘર્મભાવનાનો અભ્યાસ અને ચિંતવન જરૂરી છે. ધર્મભાવનાના આભ્યાસ અને ચિંતવનનું પ્રયોજન વસ્તુસ્વરૂપની સાચી સમજણપૂર્વક સંસાર પ્રત્યેનો વૈરાગ્ય છે. આવા પ્રયોજન સહિત ધર્મભાવનાનો અભ્યાસ અને ચિંતવન કરવાથી મળતા બે વિશેષ પ્રકારના ફળ નીચે મુજબ છે. ૧. ધર્મનું સાચું સ્વરૂપ સમજાવે ર. વીતરાાતાની શાવના કરાવે ૧. ધર્મનું સાચુ સ્વરૂપ સમજાવે કઈ રીતે વૈરાગ્યનું કારણ છે ? ૦૨૮૪૭૪૭ ધર્મભાવનાનો અભ્યાસ વીતરાગતારૂપ ઘર્મનું ઉપાદેયપણું અને તે સિવાય સઘળા શુભાશુભભાવનું દૈયપણું દર્શાવે છે. શુભાશુભભાવનું પણું તે સંસારનું જ હેયપણું હોવાથી તે સંસાર પ્રત્યેના વૈરાગ્યનું કારણ બને છે. શુભાશુરાગ અને વીતરાગતાનો માર્ગ એકબીજાથી તદ્દન વિરૂં અને વિપરીત છે. વીતરાગતારૂપ ધર્મનો માર્ગ એ મોક્ષમાર્ગ છે, અને શુભાશુભાગનો માર્ગ એ સંસારનો માર્ગ છે. ઘર્મભાવનાના અભ્યાસથી વીતરાગતાપ શર્માનું ઉપાડાપણું અને શુભાગનું પણું સમજાતા શુભાશુભરાગના કારણે થતાં સંસારનું પણું પણ સમજાય છે તેથી સંસાર પ્રત્યે સહજ વૈરાગ્ય આવેછે. આ ઉપરાંત ધર્મભાવનાના અભ્યાસથી સંસારમાં કોઇ સાર નથી, સઘળો સંસાર દુ:ખમય છે, તે બાબત સમજાય છે. તેથી સંસાર પ્રત્યે સહજ ઉદાસીનતા કે ઉપેક્ષા આવે છે, જેને સંસાર પ્રત્યેનો વૈરાગ્ય કહે છે. આ રીતે ધર્મભાવનાનો આભ્યાસ વસ્તુવરૂપની સાચી સમજણપૂર્વક સંસાર પ્રત્યેનો વૈરાગ્ય ઉત્પન્ન કરાવનાર પણ જાણવો. ૧૨. થર્મ ભાવના પ્રયોજનપૂર્વકનું વિશેષ ફળ * પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વભાવ જેવી શુદ્ધતાને પોતાની બદલતી અવસ્થામાં પણ પ્રગટ કરવી તેને ઘર્મ કહે છે. ધર્મભાવનાનો અભ્યાસ અને ચિંતવન ધર્મનું સાચું સ્વરૂપ સમજાવનારો છે. ઘર્મ એ કોઇ વેષ, વાડો, સંપ્રદાય કે મતપક્ષ હોતો નથી. ધર્મનું સ્વરૂપ હંમેશા એક જ હોય છે અને તે કોઈ દેશ, કાળ કે વ્યક્તિવિશેષને કારણે બદલાઈ જતું નથી. દર્મનુંઘારણ છાનુંપરમ ક્લ્યાણનુકરણ બને છે. રાગાદિ રહિત શુદ્ધ વીતરાગી દશા એ જ ધર્મ છે. આત્માની ધર્મનું નિરૂપણ નિશ્ચય અને વ્યવહાર એમ બે પ્રકારે હોય છે. તેમાં નિશ્ચયથી એકમાત્ર પીતરાગભાવ જ ધર્મ છે. આ વીતરાગભાવરૂપ ધર્મ સીઘો કે પ્રત્યક્ષજ્ઞાનથી સમજી ન શકતો હોવાથી તેનું નિરૂપણતે વીતરાગભાવ સાથે સંબંધિત શુભરાગ કે પુણ્યભાવથી કરવામાં આવે તે વ્યવહારથી ધર્મ છે. અહીં ગુમરાગ કે પુણ્યમાવ એ કોઈ વાસ્તવિક ધર્મ નથી પણ તેના આધારે વીતરાગતામાવરૂપ ધર્મ ઓળખી શકાતો હોવાથી તેને આરોપ કે ઉપચારથી ધર્મ કહેવામાં આવ છે. તેથી તે વ્યવહારથી ધર્મ કહેવાય છે. ૨૩૯
SR No.009134
Book TitleBar Bhavna
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2012
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy